આ વીડિયો જોઈને તમે તમારી દીકરીને લિફ્ટમાં એકલી નહિ મોકલો, સુરતમાં બની કલંકિત ઘટના

Share this story

daughter alone in the elevator after Gujarat Guardian

  • સુરતમાં ક્રાઈમની ઘટનાઓ સુરત પોલીસના માથા પર કલંક સમાન છે. લૂંટારુઓ, ચોર, તસ્કરો, હત્યારા, દુષ્કર્મીઓથી સુરતની પવિત્ર ભૂમિ બદનામ થઈ રહી છે. સુરતમાં નાની બાળકીઓ સલામત નથી. દર પંદર દિવસે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મના કિસ્સા બને છે. સુરતમાં માતાપિતાને દીકરીઓને સાચવવું મુશ્કેલ બની રહ્યું છે. સુરતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી મોટી ઘટના બની છે. ડિંડોલી 13 વર્ષની બાળકી સાથે સગીરે અડપલાં કર્યા હતા. સગીર યુવકે લિફ્ટમાં ઘૂસીને બાળકી સાથે અડપલાં કર્યા હતા.

સુરતમાં ક્રાઈમની ઘટનાઓ સુરત પોલીસના માથા પર કલંક સમાન છે. લૂંટારુઓ, ચોર, તસ્કરો, હત્યારા, દુષ્કર્મીઓથી સુરતની પવિત્ર ભૂમિ બદનામ થઈ રહી છે. સુરતમાં નાની બાળકીઓ (Little girl) સલામત નથી. દર પંદર દિવસે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મના કિસ્સા બને છે. સુરતમાં માતાપિતાને દીકરીઓને સાચવવું મુશ્કેલ બની રહ્યું છે. સુરતમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી મોટી ઘટના બની છે. ડિંડોલી 13 વર્ષની બાળકી સાથે સગીરે અડપલાં કર્યા હતા. સગીર યુવકે લિફ્ટમાં ઘૂસીને બાળકી સાથે અડપલાં કર્યા હતા.

સુરતના ડીંડોલી વિસ્તારના પવેલિયન પ્લાઝામાં આ શરમજનક ઘટના બની હતી. પિતાની ઓફિસેથી લિફ્ટમાં પરત ફરતી બાળકી પર સગીરે દાનત બગાડી હતી. લિફ્ટમાં એકલી જોઈને સગીર ભાન ભૂલ્યો હતો. બાળકી લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે અચાનક સગીર લિફ્ટમાં ઘૂસી ગયો હતો અને લિફ્ટનો દરવાજો બંધ થતા સગીરે અડપલાં કર્યા હતા.

એટલુ જ નહિ, બાળકીનો ફ્લોર આવી ગયો હતો અને લિફ્ટ ખુલતા જ સગીરે ફરી ઉપરના માળનું બટન દબાવી દીધું હતું. જેથી લિફ્ટ ઉપર જવા લાગી હતી, પરંતુ બાળકીએ સમયસૂચકતા દાખવી નજીકના ફ્લોરનું બટન અધવચ્ચે જ દબાવી દીધું. જેથી લિફ્ટનો દરવાજો ખુલી ગયો હતો. દરવાજો ખુલતા જ સગીર ભાગી ગયો હતો.

બાળકીએ સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી. ત્યારે લોકોએ સગીરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

daughter alone in the elevator after Gujarat Guardian