This business will make huge profits
- પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ (Paper Cup Manufacturing Unit) સ્થાપવા માટે સરકાર મુદ્રા યોજના (Mudra scheme) હેઠળ લોન પણ આપી રહી છે. તમે ઓછા પૈસામાં કાગળના કપ બનાવવાનું યુનિટ લગાવી શકો છો અને વધુ રોકાણ કરવું હોય તો મોટું યુનિટ પણ સેટ કરી શકો છો. કાગળના કપ બનાવવા માટે કાચો માલ અને મશીનો સરળતાથી ઉપલબ્ધ છે.
ઓછા ખર્ચે પોતાનો બિઝનેસ (business) શરૂ કરવા અહી જાણકારી આપવામાં આવી છે. આ બિઝનેસ દ્વારા તમે દર મહિને સારી એવી કમાણી કરી શકો છો. પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિના કારણે પેપર કપની માંગ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે તમે કાગળના કપ (Paper cup business) બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકો છો. પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સરકાર મુદ્રા યોજના (Mudra scheme) હેઠળ લોન પણ આપી રહી છે. તમે ઓછા પૈસામાં કાગળના કપ બનાવવાનું યુનિટ લગાવી શકો છો અને વધુ રોકાણ કરવું હોય તો મોટું યુનિટ પણ સેટ કરી શકો છો. કાગળના કપ બનાવવા માટે કાચો માલ અને મશીનો સરળતાથી ઉપલબ્ધ છે.
કઈ રીતે શરૂ કરવું કામ ?
કાગળના કપ બનાવવા માટે પેપર રીલ, બોટમ રીલ અને મશીનોની જરૂર પડશે. હાલ બજારમાં નાના-મોટા અનેક પ્રકારના મશીનો ઉપલબ્ધ છે. પેપર રીલ અને બોટમ રીલ તમે સરળતાથી ઓનલાઈન કે દિલ્હી, જયપુર જેવા કોઇ મોટા શહેરમાંથી ખરીદી શકો છો. આવા મશીનો પણ આજકાલ ઓનલાઇન જોવા મળે છે. પેપર રીલનો દર 90 રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થાય છે. એ જ રીતે બોટમ રીલનો ભાવ પણ 80થી 90 રૂપિયા પ્રતિ કિલો છે. પેપર કપ ફ્રેમિંગ મશીન 5 લાખ રૂપિયામાં આવે છે. તમે લગભગ આઠથી દસ લાખ રૂપિયાનું રોકાણ કરીને દરેક સાઈઝના કપ અને ગ્લાસ બનાવી શકો છો.
60 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો :
સામાન્ય રીતે પેપર કપ બનાવવાની ફેક્ટરી મહિનામાં 15,60,000 કપ તૈયાર કરે છે. જો તમે તેને 30 પૈસા પ્રતિ કપના ભાવે વેચો, તો તમને લગભગ 4,68,000 ની કમાણી થશે. જેમાં 408,964 રૂપિયા તમારો કુલ ખર્ચ હશે. આ રીતે તમે એક મહિનામાં સરળતાથી લગભગ 60 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.
સરકાર કરશે મદદ :
પેપર કપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સરકાર મદદ કરશે. તમે કેન્દ્ર સરકારની મુદ્રા યોજનાનો લાભ લઈને લોન લઈ શકો છો. આ સ્કીમ હેઠળ તમારે કુલ પ્રોજેક્ટ ખર્ચના 25 ટકા જેટલું રોકાણ પોતે કરવાનું રહેશે. જ્યારે મુદ્રા યોજના હેઠળ સરકાર 75 ટકા લોન મળી શકે છે.
ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
This business will make huge profits