Young man loses his life for 20 rupees
- બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સરકારી આવાસ યોજના નજીક વ્હોળામાં નીચાણવાળા ભાગમાં નવીન ઉર્ફે નનીકો બાબુભાઈ માજીરાણાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
ડીસાના (Deesa) નહેરુ નગર ટેકરા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. નહેરુનગર ટેકરા વિસ્તારમાં એક યુવકની માથામાં તિક્ષ્ણ ધા મારી હત્યા (Sharp murder) કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ પોલીસે (Police) હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને કલાકોમાં જ યુવકને મોતને ઘાટ ઉતારનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સરકારી આવાસ યોજના નજીક વ્હોળામાં નીચાણવાળા ભાગમાં નવીન ઉર્ફે નનીકો બાબુભાઈ માજીરાણાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે આ યુવકની હત્યા કોને કરી અને કયા કારણોસર કરવામાં આવી તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
જે બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચાર શખ્સોને જડપી પાડયા હતા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૃતક નવીન માજીરાણાએ તારીખ 26 ના રોજ પ્રકાશ અને પૃથ્વીરાજ પાસે 20 રૂપિયા માંગ્યા હતા અને આ બંને જણાએ મૃતક નવીન માજીરાણાને પૈસા ન આપતા મૃતક નવીન માજીરાણાએ ઉશ્કેરાઈને તેમને ભૂંડી ગાળો બોલી હતી.
આ ગાળો બોલવાની અદાવતમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો સોમાજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા તેમજ બે આરોપી કિશોર વયના આમ આ ચારેય શખ્સોએ મૃતક નવીન માજીરાણાને વ્હોળા લઈ જઈ મૃતક નવીન માજીરાણાના માથાના ભાગે બે છરા વડે ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. તેવી કબુલાત કરી હતી જે બાદ પોલીસે હત્યામાં વપરાયેલ મોટરસાયકલ અને બે છરા કબજે કરી ચારેય શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં બે આરોપી કિશોર વયના હોવાથી પાલનપુર બાળ રિમાન્ડ હોમમાં મોકલી ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ વધુ તપાસ હાથ ધરી છે.