હાર્દિક ગયો… હવે ભરતસિંહ સોલંકીએ પણ કરી રાજકીય સંન્યાસની જાહેરાત, શું થશે કોંગ્રેસનું ?

Share this story

Bharatsinh Solanki Big News Gujarat Guardian

બે દિવસ અગાઉ વાયરલ થયેલ વિડીયો અંગે આજે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી મોટી જાહેરાત… સક્રિય રાજનીતિમાંથી હું થોડો સમય બ્રેક લેવાનો છું… સામાજિક સંગઠન માટે હું કામ કરતો રહીશ…

ભરતસિંહ સોલંકીએ કથિત વીડિયો અંગે પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરીને મોટા ખુલાસા કર્યા છે. જેમાં તેમણે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, સક્રિય રાજનીતિમાંથી (Active politics) હું થોડો સમય બ્રેક લેવાનો છું. સામાજિક સંગઠન (Social organization) માટે હું કામ કરતો રહીશ. વાયરલ વીડિયો (Viral videos) અંગે ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ કરીને ખુલાસા આપ્યા હતા. જેમાં તેમણે પત્ની પર અનેક આક્ષેપો કર્યા અને સાથે જ વીડિયોમાં દેખાતી યુવતી વિશે પણ ખુલાસા કર્યા હતા.

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, મેં એવો વિચાર કયો છે કે, સીધા પોલિટિક્સમાંથી (Directly from politics) બ્રેક લેવાનો છું. પરંતુ સામાજિક પ્રક્રિયા કેટલીક જ્ઞાતિ માટેના પ્રવાસ પ્રચાર માટે સમય આપીશ. હાલ કરતા વધુ સમય આપીશ. હું નાના સમય માટે બ્રેક લઈ રહ્યો છું.

ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) ભરતસિંહ સોલંકીના રાજકીય સંન્યાસ વિશે કહ્યુ કે, તેઓ માત્ર થોડો સમય દૂર રહેવાના નથી, પરંતુ આરામ કરવાના છે. તેઓ કાયમ માટે દૂર નહિ થાય. તેઓ કોંગ્રેસ સાથે તો સંકળાયેલા જ છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડવાની વાત નથી કરી.

વાયરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ ખુલાસો કરતા કહ્યુ કે, આઈસક્રીમ ખાવા માટે હું યુવતીના ઘરે ગયો હતો. જરૂર પડશે તો આ વીડિયો મુદ્દે લીગલ કાર્યવાહી થશે. ભરતસિંહના અંગત જીવનના પ્રશ્નો પૂછતા તેમના ટેકેદારો નારાજ થયા હતા, અને પત્રકાર પરિષદમાં હોબાળો મચાવ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Bharatsinh Solanki Big News Gujarat Guardian