આ ક્રિકેટરોએ સામાન્ય ઘરની છોકરીઓ સાથે કરી લીધા લગ્ન, આજે સારી સારી મોડલને પણ ટક્કર મારે છે

Share this story

The marriages of these cricketers

  • ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર 1 જૂને લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે દિલ્હીમાં રહેતી જયા ભારદ્વાજ નામની યુવતી સાથે લગ્ન કર્યા. જે એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. આવો તમને જણાવીએ એવા ખેલાડી જેમણે કોઈ સેલિબ્રિટી, મૉડલ અથવા અભિનેતા સાથે નહીં પરંતુ સામાન્ય યુવતીને પ્રેમ કર્યો અને તેને પોતાની જીવનસાથી બનાવી.
લગ્ન પહેલા ચાહરની (Chahar) પત્ની જયાની લોકપ્રિયતા એટલુ વધુ ન હતી. પરંતુ જ્યારે ગયા વર્ષે આઈપીએલ દરમ્યાન દીપકે તેને મેદાનમાં પ્રપોઝ કર્યુ ત્યારથી તેમને લોકો ઓળખવા લાગ્યા અને સોશિયલ મીડિયામાં પણ તેના ફૉલોઅર્સ સતત વધતા ગયા. જો કે, દીપક (Deepak) પહેલા એવા ક્રિકેટર નથી, જેણે કોઈ સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા. આની પહેલા પણ ઘણા ખેલાડી સામાન્ય યુવતીઓ સાથે લગ્ન કરી ચૂક્યા છે.

 

એમએસ ધોની :

આ યાદીમાં સૌથી પહેલું નામ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ છે. જેના અફેરની ચર્ચા તો બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ સુધી હતી. પરંતુ તેમને હોટલ મેનેજમેન્ટ (Hotel management) કરેલી ઉત્તરાખંડની યુવતી સાક્ષી સિંહ સાથે પ્રેમ થયો. જેને લગ્ન પહેલા કોઈ ઓળખતુ ન હતુ. પરંતુ લગ્ન બાદ તેની ચાહક સંખ્યા કોઈ સ્ટારથી ઓછી નથી.

દીપક ચાહર  :

ચેન્નઈ સુપર કિંગ્સ અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરે કોઈ મૉડલ અથવા અભિનેત્રી સાથે લગ્ન ના કર્યા. પરંતુ કોર્પોરેટ્સ ફર્મમાં કામ કરનારી એક સામાન્ય યુવતી જયા ભારદ્વાજની સાથે સાત ફેરા લીધા. જો કે, જયાના ભાઈ સિદ્ધાર્થ ખૂબ લોકપ્રિય છે અને એમટીવી સ્પિલટ્સવિલા અને બિગ બૉસ જેવા શોનો ભાગ રહી ચૂક્યા છે. પરંતુ જયા હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The marriages of these cricketers