લીંબુએ કરાવ્યું મહાભારત , 5 રૂપિયાના લીંબુ લેવા ગયો ગ્રાહક, એવી બબાલ થઇ ગઇ કે દુકાનદારે ગોળી મારી દીધી

Share this story

Lemon made the Mahabharata

  • રાજસ્થાનના ભરતપુરમાં 5 રૂપિયાના લીંબુ ખરીદવાને લઇને દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે દુકાનદારે પોતાના સાથીદારોની સાથે મળીને ગ્રાહકને ગોળી ધરબી દીધી. ગ્રાહકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ગ્રાહકની ગંભીર સ્થિતિને જોઇને ડૉકટરોએ આરબીએમ હોસ્પિટલ (RBM Hospital) શિફ્ટ કરી દીધો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઇ છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે દિનેશ જાટવ, પુત્ર રામજીત સાંજે લીંબુ લેવા માટે દુકાનદાર મહેન્દ્ર બચ્ચુના ત્યાં ગયા હતા. જ્યાં તેણે 100 રૂપિયા આપીને 5 રૂપિયાના લીંબુ ખરીદ્યા. ખુલ્લા પૈસા આપવાની વાત પર દિનેશ અને મહેન્દ્રની વચ્ચે રકઝક થઇ અને અપશબ્દો બોલવામાં આવ્યાં. આરોપ છે કે દુકાનદારના સાથીદારોએ રાત્રે 8.30 વાગ્યે દિનેશના ઘરે પહોંચીને ફાયરિંગ (Firing) કરી દીધી. ગોળી દિનેશના કાનને અડીને નિકળી ગઇ.

 

દુકાનદારે ગ્રાહક પર કરાવ્યું ફાયરિંગ :

પીડિત પરિવારનુ કહેવુ છે કે દુકાનદાર મહેન્દ્રનો નાનો પુત્ર ભોલૂ લાઠી સળીયો, ડંડો લઇને ઘરે આવી ગયો. ઘરે આવીને પણ અપશબ્દો બોલવા લાગ્યો. અમે દિનેશને ઘરમાંથી નિકળવા ના દીધો. પછી ધર્મા ઉર્ફે ધર્મેન્દ્ર જાટ પુત્ર જયવીર નામના બદમાશે ઘર પર ચાર ફાયરિંગ કર્યા. તક જોઇને ધર્માએ દિનેશને ગોળી મારી દીધી. ડીઆઈજી સીઓ આશીષ કુમારે જણાવ્યું કે ગુરૂવારે મોડી રાત્રે દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે વિવાદ થયો હતો. એક દુકાનદારે તેના અમુક સાથીદારો સાથે મળીને ગ્રાહક પર ફાયરિંગ કરી દીધી. ઘાયલ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Lemon made the Mahabharata