રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા 36 ઉમેદવાર, બાકી સીટો પર 10 જૂને મતદાન, જૂઓ નવા સાંસદોનું લિસ્ટ

Share this story

unopposed for Rajya Sabha Gujarat Guardian

  • રાજ્યસભાની 10 જૂને યોજાનારી ચૂંટણી માટે 36 ઉમેદવાર બિનહરીફ (Candidate uncontested) ચૂંટાયા છે. આ ઉમેદવાર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, છત્તીસગઢ અને પંજાબથી છે.

રાજ્યસભાની 10 જૂને યોજાનારી ચૂંટણી મટે ઉમેદવારી કરનાર 36 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. આ બિનહરીફ ઉમેદવાર ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ તથા તમિલનાડુથી રાજ્યસભા પહોંચ્યા છે. વિજયી ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ, આપ, રાલોદ, સપા, ઝામુમુો, દ્રમુક, અન્નાદ્રમુક તથા વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીઓ સિવાય એક અપક્ષ ઉમેદવાર સામેલ છે. 3 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.

ઉત્તર પ્રદેશ :

ભાજપના આઠ સભ્યો સહિત 11 ઉમેદવારો રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. ભાજપના આઠ ઉમેદવારોમાં લક્ષ્મીકાંત વાજયેપી, ડો. રાધામોહન દાસ અગ્રવાલ, સુરેન્દ્ર નાગર, ડો. કે લક્ષ્મણ, મિથિલેશ કુમાર, બાબૂરામ નિષાદ, સંગીતા યાદવ તથા દર્શન સિંહ છે. તો કપિલ સિબ્બલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી પણ ચૂંટાયા છે. સપાના જાવેદ અલી ચૂંટાયા છે.

ઝારખંડ :

ઝારખંડ મુક્તિમ મોર્તાના મહુઆ માજી અને ભાજપના આદિત્ય સાહૂએ શુક્રવારે વિજયી સર્ટિફિકેટ મેળવી લીધું છે.

પંજાબઃ આપના સીચેવાલ અને સાહની ચૂંટાયા :

રાજ્યસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર સિંહ સીચેવાલ અને સામાજિક કાર્યકર્તા વિક્રમજીત સિંહ સાહની પંજાબથી બિનહરીફ ચૂંટાયા છે.

મધ્ય પ્રદેશઃ તન્ખા, સુમિત્રા અને કવિતા રાજ્યસભા પહોંચ્યા :

મધ્યપ્રદેશથી વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિવેક તન્ખા, ભાજપના મહિલા નેતા કવિતા પાટીદાર અને સુમિત્રા વાલ્મીકિને શુક્રવારે રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે.

છત્તીસગઢઃ કોંગ્રેસના રાજીવ શુક્લા અને રંજન ચૂંટાયા :

છત્તીસગઢમાં કોંગ્રેસના ઉમેદવાર રાજીવ શુક્લા અને રંજીત રંજન શુક્રવારે રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે.

બિહાર : પાંચ ઉમેદવાર બિનહરીફ :

બિહારથી રાજ્યસભાની પાંચ સીટો માટે જદયૂ, ભાજપ અને રાજદના ઉમેદવાર ચૂંટાયા છે. જદયૂના ઉમેદવાર ખીરૂ મહતો, ભાજપના ઉમેદવાર સતીષ ચંદ્ર દુબે તથા શંભૂ શરણ પટેલ જ્યારે રાજદના ઉમેદવાર મીસા ભારતી અને ડો. ફૈયાઝ અહમદને જીતનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે.

તમિલનાડુ : ચિદમ્બરમ, પાંચ અન્ય રાજ્યસભા પહોંચ્યા :

તમિલનાડુમાં ઉમેદવારી નોંધાવનાર છ ઉમેદવાર શુક્રવારે બિનહરીફ જાહેર થયા છે. તમિલનાડુથી ડીએમકેના એસ કલ્યાણસુંદરમ, આર ગિરિરાજન અને કેઆરએન રાજેશ કુમાર, એઆઈડીએમકેના સીવી શનમુગન અને આર ધર્મર તથા કોંગ્રેસના ઉમેદવાર પી ચિદમ્બરમ સામેલ છે.

ઉત્તરાખંડઃ ભાજપના ઉમેદવાર બિનહરીફ :

ઉત્તરાખંડથી ભાજપના મહિલા નેતા ડો. કલ્પના સૈની રાજ્યસભા પહોંચ્યા છે. શુક્રવારે રિટર્નિગં ઓફિસર અને વિધાનસભાના સચિવ મુકેશ સિંઘલે તેમને જીતનું પ્રમાણ પત્ર સોંપ્યું હતું.

આંધ્ર પ્રદેશ : વાઈએસઆરના ચાર ઉમેદવાર જીત્યા :

આંધ્ર પ્રદેશની સત્તામાં રહેલી વાઈએસઆરના ચાર ઉમેદવારો રાજ્યસભા પહોંચી ગયા છે. અહીં ચૂંટાયેલા ઉમેદવારોમાં વી. વિજયસાઈ રેડ્ડી, બી. મસ્તાન રાવ, આર કૃષ્ણૈયા અને એસ. નિરંજન રેડ્ડી સામેલ છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

unopposed for Rajya Sabha Gujarat Guardian