Home Blog Page 1412

ચાર છોકરા-શિક્ષક મને…: વર્ષથી પીડાતી હતી દીકરી, ભાજપ નેતાની સ્કૂલ હોવાથી ફરિયાદ ન થઈ, આખરે..

Four boys-teachers to me

  • બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાના 10 દિવસ બાદ પોલીસે આ ઘટનામાં એક શિક્ષકની ધરપકડ કરી છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું આ સ્કૂલ ભાજપ નેતાની હોવાના કારણે પોલીસ આ મામલાને છાવરી રહી છે.

એક તરફ ગુજરાત સરકાર (Government of Gujarat) રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. જ્યારે બીજી બાજુ એક દીકરીએ છેડતીના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનાને જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓની સલામતી જોખમાઇ રહી છે. કારણ કે બનાસકાંઠામાં (Banaskantha) 10 દિવસ અગાઉ ભાભરની ભાજપ નેતાની (BJP leader) રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. ત્યારે ધોરણ-11ની વિદ્યાર્થિનીના આપઘાતનો આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે વિદ્યાર્થિનીના મોતના 10 દિવસ બાદ પોલીસે ફરિયાદ (Police complaint) દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે, સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે ફરિયાદ લીધી.

દીકરીએ સુસાઇડ નોટમાં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો :

તમને જણાવી દઇએ કે, 10 દિવસ અગાઉ બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીએ જૂન-2021માં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે છેડતીનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ વિદ્યાર્થિની સતત તણાવમાં રહેતી હતી. તેમ છતાં પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ ન હોતી કરી.

આ મામલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિતાના સગાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવ્યો છે. આ મામલે દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’

શું ભાજપના નેતાની સ્કૂલ હોવાથી પોલીસે ફરિયાદ નથી લીધી ?

એવું કહેવાઇ રહ્યું છે કે, આ સ્કૂલ એક ભાજપ નેતાની છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે, શું ભાજપના નેતાની સ્કૂલ હોય તો ફરિયાદ નહીં લેવાની. ભાજપના નેતાની સ્કૂલ હોય અને એ સ્કૂલમાં આ પ્રકારની જો ઘટના થાય તો શું આરોપીઓને નહીં પકડવાના? શું તેમની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની? મહત્વનું છે કે, ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા કે અન્ય કોઇ પણ પક્ષના નેતા હોય પરંતુ આવી ઘટનામાં પોલીસની એ જવાબદારી બને છે કે, આરોપીને સજા કરવાની. એક દીકરી જ્યારે સુસાઇડ નોટમાં નામ લખીને જાય છે છતાં તંત્ર ધ્યાન નથી આપતું. દીકરી એટલે સુધી સુસાઇડ નોટમાં જણાવે છે કે, જો તમે પગલાં નહીં લો તો હું સુસાઇડ કરી લઇશ. અંતે આ દીકરી સુસાઇડ પણ કરી લે છે.  ત્યારે અહીં કેટલાંક સળગતા સવાલો ઊભા થાય છે.

જુઓ દીકરીએ સુસાઇડ નોટમાં શું લખ્યું હતું ?

દીકરીએ સુસાઇડ નોટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘રાધે માં મુ ભણવા જતી ગતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી મું ડરતી હતી…..’

સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘૂસે એ પહેલા જ પોલીસે પકડી પડ્યો માસ્તર માઈન્ડ ટોળકીનો ખેલ

0

Millions of rupees worth

અમદાવાદ (Ahmedabad)ની NCB અને સચિન (Sachin) પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઓરિસ્સા (Orissa)ના ગંજમ જિલ્લામાંથી 33 કલાકમાં 1616 કિમીનું અંતર કાપીને સુરત (Surat)માં ગાંજા સપ્લાય કરતી ટ્રકના ડ્રાઈવર સહિત છ લોકોની ધરપકડ કરી છે. ઓરિસ્સાના (Orissa) ડ્રગ ડીલર રાકેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. રાકેશ (Rakesh)ના કહેવા મુજબ ડ્રાઈવર સુરતમાં અન્ય વેપારીઓને ગાંજો સપ્લાય કરવાનો હતો. મહારાષ્ટ્ર (Maharashtra)માંથી પસાર થતી ટ્રકમાં ડ્રાઇવરની કેબિન પાછળ એક ચોરખાનું (Thieves) મળી આવ્યું હતું. જેમાંથી 724 કિલો ગાંજાના 243 પેકેટ મળી આવ્યા હતા.

શંકા ન જાય તે માટે ટ્રકનો પાછળનો ભાગ ખાલી હતો. પોલીસ દ્વારા રૂ.72.40 લાખની કિંમતનો ગાંજો અને રૂ.15 લાખની ટ્રક તેમજ 3 લાખની કિંમતના ફોર વ્હીલર મળીને કુલ 90.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાસિકનો હેમરાજ ઠાકરે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ટ્રકમાં ગાંજા લાવ્યો હતો અને તેની સાથે ફરહાન પઠાણ ટ્રકમાં બેઠો હતો.

1 38 - Trishul News Gujarati gujarat, Surat, trishul news, ગુજરાત, સુરત

આ ઉપરાંત અરુણ ગૌડા અને ફારૂક શેખ અને તેનો પુત્ર સાબીર શેખ અને ફારૂકની સાળીનો છોકરો શકીલ શેખ ડસ્ટર કારમાં ગાંજો લેવા આવ્યા હતા. સચિન પોલીસ દ્વારા બુધવારે સવારે અમદાવાદ NCB સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર ફારુક શેખના જમાઈની હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા લોકોમાં ગાંજાના પાંચ સપ્લાયર અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

હેમરાજ ભીખન ઠાકરે ટ્રકનો ચાલક, ફરહાન નાસીર પઠાણ(સપ્લાયર), અરૂણ ગૌડા તીનાસ ગૌડાં(સપ્લાયર), ફારુક ચાંદ શેખ(સપ્લાયર), સાબિર ફારૂક શેખ(સપ્લાયર), શકીલ મહંમદ શેખ(સપ્લાયર)ની અટકાયત કરવામાં આવી છે.

અગ્નિપથના વિરોધમાં દેશભરમાં હિંસા બાદ કેન્દ્ર એક્શનમાં, રાજનાથ સિંહ કરશે ઈમરજન્સી મીટિંગ

0

Opposition to Agneepath

  • અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે.

અગ્નિપથ (Agneepath) યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે આજે  બેઠક માં અગ્નિપથ યોજનાને લઈને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ (Agneepath Military Recruitment) યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા ‘ફોર્મેટ’ હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.

બિહારમાં સતત ચોથા દિવસે પરિસ્થિતિ અતિ ભયાનક  :

ઉલ્લેખનીય છે કે,  કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે, અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે.  શનિવારે જહાનાબાદ માં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્યાઑ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પણ ભીડની સામે બેબસ દેખાઈ રહી હતી.

ભભૂકી રહ્યું છે બિહાર :

બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી.

15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ  :

સતત બગડતી પરિસ્થિતિને જોતાં બિહારમાં 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે, આ આદેશ 19 જૂન સુધી લાગુ રહેશે.

ઐતિહાસિક ક્ષણ ગુજરાતીઓ માટે પાવાગઢમાં 500 વર્ષે મંદિર પર લહેરાઈ ધજા, વડાપ્રધાન મોદીના હસ્તે થયું ધજારોહણ

0

Historical moment Gujaratis

  • તું કાળીને કલ્યાણી રે મા… પાવાગઢમાં 500 વર્ષે લહેરાઈ ધજા, PM મોદીના હસ્તે થયું ધજારોહણ

આજે પાવાગઢ (Pavagadh) અને ગુજરાત (Gujarat) માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે 500 વર્ષ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાઈ રહી છે. PM મોદીના (PM Modi) હસ્તે ધજારોહણ (Flag hoisting) કરવામાં આવ્યું છે ત્યારે માતાજીના ભક્તોને આજે અનેરો આનંદની લાગણી અનુભવાઈ રહી છે.

નોંધનીય છે કે મહોમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવાયું છે.

સોનાનો કળશ અને ધજાદંડ :

નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે.

મંદિર પર કેમ ન હતી ધજા ? 

નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે.

દરગાહ વિવાદનો સુખદ અંત :

પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.

PM Modi વડોદરાથી Live :પ્રધાનમંત્રીએ પાવાગઢમાં ધજા ફરકાવી, હજારો વર્ષો બાદ મંદિરમાં ધજા ફરકી

મહત્વનું છે કે પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે.

પાવાગઢમાં હજુ પણ કરાશે કરોડોના કામો  :

ટીમ ઈન્ડિયા : T20 વર્લ્ડ કપમાં રોહિત સાથે ઓપનિંગ કરશે આ ઘાતક બેટ્સમેન, કપાશે રાહુલનું પત્તું

0

Open with Rohit in T20 World Cup

  • આગામી ટી-20 વર્લ્ડ કપના પરિપ્રેક્ષ્યમાં પણ દક્ષિણ આફ્રિકા શ્રેણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં તમામની નજર કેટલાક યુવા ખેલાડીઓ પર છે.

ભારતીય ટીમે (Indian team) 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને (South Africa) 48 રને હરાવ્યું. જોકે ટીમ ઈન્ડિયા હજુ પણ શ્રેણીમાં 1-2થી પાછળ છે. આગામી T20 વર્લ્ડ કપના પરિપ્રેક્ષ્યમાં પણ આ શ્રેણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સિનિયર ખેલાડીઓની (Senior players) ગેરહાજરીમાં તમામની નજર કેટલાક યુવા ખેલાડીઓ પર છે. આ સિરીઝમાં એક એવો ઓપનર સામે આવ્યો છે જે વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.

આ ખેલાડી રાહુલ માટે ખતરો બની ગયો :

ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલ ત્રણેય ફોર્મેટમાં લાંબા સમયથી ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. પરંતુ હવે બીજા ઘણા યુવા ખેલાડીઓનું પ્રદર્શન જોવા જેવું છે.ખાસ કરીને યુવા ઈશાન કિશને પોતાની કિલર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ બેટ્સમેન જે પ્રકારના ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે, તે નક્કી છે કે ઇશાન પણ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળી શકે છે. તે જ સમયે, રાહુલ ખરાબ ફિટનેસના કારણે લાંબા સમયથી ટીમની બહાર છે.

ઈશાન પોતાનાં ફોર્મમાં આવી ગયો છે :

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી20 સિરીઝમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેની ઘાતક બેટિંગે બધાને તેના દિવાના બનાવી દીધા છે. દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે આ બેટ્સમેને માત્ર 3 મેચમાં 164 રન બનાવ્યા છે, જેમાં બે શાનદાર અર્ધસદી સામેલ છે. ત્રીજી ટી20માં પણ ઈશાન કિશને 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાનનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ રહ્યો છે.

રાહુલ નીચલા ક્રમમાં આવી શકે છે :

કેએલ રાહુલ પણ ઓપનિંગને બદલે નીચલા ક્રમમાં આવી શકે છે. તેને કેપ્ટન રોહિત 4, 5 કે 6 નંબર પર પણ મેદાનમાં ઉતારી શકે છે. ટીમ ઈન્ડિયા માટે જ્યારે શિખર ધવન રોહિત સાથે ઓપનિંગ કરતો ત્યારે પણ રાહુલ નીચે આવીને બેટિંગ કરતો હતો. ઈશાન આઈપીએલમાં પણ લાંબા સમયથી રોહિત સાથે ઈનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે. આ ખેલાડી ખૂબ જ યુવા છે અને આવનારા સમયમાં ટીમ ઈન્ડિયા માટે અજાયબી કરી શકે છે.

T20 વર્લ્ડ કપ પર નજર :

ભારતીય ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ જીતવા માંગે છે. ગત વર્ષે જ્યારે BCCIની યજમાનીમાં વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે ટીમ ઈન્ડિયા પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. રોહિત અને રાહુલની ઓપનિંગ જોડી ગયા વર્ષે વર્લ્ડ કપની મોટી મેચોમાં સંપૂર્ણ ફ્લોપ રહી હતી. હવે આ વર્ષે સમગ્ર વિશ્વની નજર ફરી એકવાર ભારતીય ટીમ પર રહેશે.

 

Mahindra Scorpio-N : નવી સ્કોર્પિયોની સંપૂર્ણ વિગતો આવી સામે, જુઓ તસવીરોમાં તમામ ફીચર્સ

Mahindra Scorpio-N: Full details of the new Scorpio come out, see all

  • નવી મહિન્દ્રા સ્કોર્પિયો-એન (Mahindra Scorpio-N) 27મી જૂને લોન્ચ થવા જઈ રહી છે. આ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. તેના વર્લ્ડ પ્રીમિયર પહેલા, મહિન્દ્રાએ હવે સત્તાવાર રીતે સ્કોર્પિયો-એનના આંતરિક (Interior) ભાગો જાહેર કર્યા છે. ચાલો SUVની કેટલીક મુખ્ય વિશેષતાઓ જોઈએ.

મહિન્દ્રા (Mahindra)ની નવી એસયુવી ખૂબ જ વિશેષતાઓથી ભરપૂર છે અને તે જ નવી સ્કોર્પિયો-એન માટે પણ લાગુ પડે છે. એસયુવીનો સત્તાવાર વિડિયો દર્શાવે છે કે તે મધ્યમ સીટના મુસાફરો માટે વિકલ્પ કેપ્ટન સીટ સાથે પ્રીમિયમ ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ મેળવશે.

તે Android Auto અને Apple CarPlay કનેક્ટિવિટી સાથે Adrenox-સંચાલિત મોટી 8.0-inch ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ, સોનીની પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને વધુ મેળવશે. સંપૂર્ણપણે નવી Mahindra Scorpio-N તેની પાવરટ્રેન XUV700 સાથે શેર કરશે. તેમાં 2.0-લિટર mStallion ટર્બોચાર્જ્ડ પેટ્રોલ મોટર અને 2.2-litre mHawk ડીઝલ એન્જિન મળશે.

 મહિન્દ્રા (Mahindra)ની નવી એસયુવી ખૂબ જ વિશેષતાઓથી ભરપૂર છે અને તે જ નવી સ્કોર્પિયો-એન માટે પણ લાગુ પડે છે. એસયુવીનો સત્તાવાર વિડિયો દર્શાવે છે કે તે મધ્યમ સીટના મુસાફરો માટે વિકલ્પ કેપ્ટન સીટ સાથે પ્રીમિયમ ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ મેળવશે.

ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ MT અને 6-સ્પીડ ટોર્ક-કન્વર્ટર એટીનો સમાવેશ થશે. તેમાં મહિન્દ્રાની નવી 4 XPLOR અત્યાધુનિક 4WD સિસ્ટમ પણ મળશે. નવી સ્કોર્પિયો કંપનીના નવા લોગો સાથે આવશે. આ લોગો ખાસ કંપનીની SUV માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય આ વાહન ડીઝલ અને પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે આવશે. મહિન્દ્રા સ્કોર્પિયો એનની કિંમત રૂ. 10 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોવાની અપેક્ષા છે. આ સેગમેન્ટમાં કંપનીએ Skoda Kushak, Volkswagen Taigun, Hyundai Creta અને Kia Seltos સાથે સ્પર્ધા કરવી પડશે.

 સંપૂર્ણપણે નવી Mahindra Scorpio-N તેની પાવરટ્રેન XUV700 સાથે શેર કરશે. તેમાં 2.0-લિટર mStallion ટર્બોચાર્જ્ડ પેટ્રોલ મોટર અને 2.2-litre mHawk ડીઝલ એન્જિન મળશે.

Scorpio-N લંબાઈમાં 4,662 mm, પહોળાઈ 1,917 mm અને ઊંચાઈ 1,870 mm માપી શકે છે. તેનું વ્હીલબેઝ 2,750 mm જોવા મળશે. આનો અર્થ એ છે કે Scorpio-N વર્તમાન સ્કોર્પિયો કરતા લગભગ 206 mm લાંબી અને 100 mm પહોળી હશે. તે 6 અને 7 સીટર વિકલ્પો સાથે આવશે.

18 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર રામદેવપીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી

June 18, 2022, horoscope Gujarat Guardian

મેષ :
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ :
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુન :
દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાનાં રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક :
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આનંદની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહ :
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઊભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા :
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા :
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક :
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબમાં શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધન :
આવક વધતાં માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર :
ગુરૂ-ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ :
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન :
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને શ્વાસનળી ઈન્ફેક્શન, કોરોના પછી નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું 

0

Congress president Sonia Gandhi

  • સોનિયા ગાંધી હજુ પણ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તે શ્વસન માર્ગના ચેપ અને કોવિડ-19 પછીની ગૂંચવણો માટે સારવાર હેઠળ છે. તે ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress President Sonia Gandhi) શ્વસન માર્ગમાં ગંભીર ચેપ સામે ઝઝૂમી રહ્યા છે. કોવિડ બાદ તાજેતરમાં તેના નાકમાંથી લોહી (Blood) નીકળ્યું હતું. શુક્રવારે કોંગ્રેસે તેમના સ્વાસ્થ્યને (Health) લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધી હજુ પણ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં (Sir Gangaram Hospital) દાખલ છે. તે શ્વસન માર્ગના ચેપ અને કોવિડ-19 પછીની ગૂંચવણો માટે સારવાર હેઠળ છે. તે ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના નીચલા શ્વસન માર્ગમાં ‘ફંગલ ઇન્ફેક્શન’ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-19 સંક્રમણ પછી આ ચેપ અને ગૂંચવણોને ધ્યાનમાં રાખીને તેમની સારવાર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડનું નિદાન થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણી 2 જૂને કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી.

શ્વાસની સમસ્યા :

જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની સારવાર સર ગંગારામ હોસ્પિટલમાં ચાલી રહી છે. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ પછી તપાસમાં જાણવા મળ્યું કે તેને શ્વસન માર્ગમાં ફંગલ ઇન્ફેક્શન છે. તેમને અન્ય સમસ્યાઓ પણ છે. તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

EDએ 23 જૂને સમન્સ પાઠવ્યું છે :

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યું છે. અગાઉ, તેમને 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમિત હોવાના કારણે, તેમણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખની વિનંતી કરી હતી.

સાંસદો પર હુમલાને લઈને કોંગ્રેસના નેતાઓ સોમવારે રાષ્ટ્રપતિને મળશે :

દરમિયાન, પાર્ટીના નેતા, રાહુલ ગાંધીની EDની પૂછપરછ દરમિયાન વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદો અને કાર્યકરો સાથે દિલ્હી પોલીસના ગેરવર્તણૂકને લઈને સોમવાર, 20 જૂને સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળશે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા : આણંદના યુવકને પોઈન્ટ બ્લેકથી અશ્વેતોએ મારી ગોળી, જાણો શું હતું કારણ

Another Gujarati killed in America

  • અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. આણંદના યુવકની અમેરિકામાં હત્યા થતા ચકચાર મચી છે.

અમેરિકામાં (America) વધુ એક ગુજરાતી યુવકની (Gujarati youth) હત્યા નિપજાવવામા આવતા ચકચાર મચી જવા પામી છે. લૂંટના ઇરાદે ત્રાટકેલા શખ્સોએ ગુજરાતી યુવકને પોઇન્ટ બ્લેકથી (Point Black) ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. આણંદના યુવકની હત્યા કરાઈ હોવાના વવાડ વતનમાં વહેતા થતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.બીજી તરફ મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે.

લૂંટના ઇરાદે આવેલ અશ્વેતોએ ગુજરાતી યુવકની કરી હત્યા :

આ ચકચારી ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર આણંદ જિલ્લાના મુળ સોજીત્રા ગામનો વતની પ્રેયર્સ પટેલ છેલ્લાં કેટલાંય સમયથી અમેરિકામાં સ્થાઈ થયો હતો. આ દરમિયાન  અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં જ્યાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘુસાલે શખ્સોએ ગોળીઓ વરસાવી હતી હતી. જે  ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોક પર કન્વીનિયન્સ સ્ટોર પર પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યા પોલીસની તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે માણસો બંદૂકની ગોળીથી પીડાતા હતા જેને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા.જ્યા પોલીસની તપાસમાં મૃતક યુવક ન્યુયોર્ક ટાઉનના પ્રેયસ પટેલ અને લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું હતું.

હાલ મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના :

આ તપાસ દરમિયાન ગુરુવારે સવારે ઘટનાસ્થળે પોલીસ એક કામદારે પૂછતાં તેમણે મૃતક પ્રેયસ પટેલ સ્ટોરનો માલિક હોવાનું અને થોમસ સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું.આ મામલે પોલીસે સ્થાનિકોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગેસ સ્ટેશન પર પોઇન્ટ બ્લૅકથી ગોળી મારી હત્યા કરાતા વતનમાં હાડકંપ મચી ગયો છે.

છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર ! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 4 દિવસ સુધી વરસાદ ખાબકશે, જુઓ આજે ક્યાં પડશે

0

Keep an umbrella-raincoat ready

  • હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો :

અત્રે જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું :

વધુમાં જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ધોરાજી ઉપરાંત જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગઢડાના ઢસા, પાટણા અને ભંડારીયા સહિતના ગામડાઓમાં ભારે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઢસાના કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.