વિદેશની ધરતી પર પડ્યો ગુજરાતીનો વટ ! પોતની કાર પર લખાવ્યું પોતાનાં ગામનું નામ 

3 Min Read

Gujarati’s Vat fell on foreign soil

  • બનાસકાંઠાના ગુજરાતીએ વિદેશી ધરતી પર રહીને વતન પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં રહેતા ડીસાના વતની એક ગુજરાતીએ પોતાની કાર પર DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. આમ, એક ગુજરાતીએ વિદેશમાં રહીને વટ પાડ્યો છે. સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું કર્યું છે.

બનાસકાંઠાના (Banaskantha) ગુજરાતીએ વિદેશી ધરતી પર રહીને વતન પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં (California) રહેતા ડીસાના (Deesa) વતની એક ગુજરાતીએ પોતાની કાર પર DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. આમ, એક ગુજરાતીએ વિદેશમાં રહીને વટ પાડ્યો છે. સુશીલ ઓઝાએ (Sushil Ojha) કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું કર્યું છે.

કેલિફોર્નિયામાં રહેતા મૂળ બનાસકાંઠાના વતની સુશીલ બકુલભાઈ ઓઝા પોતાના ટેસ્લા કંપનીની કારમાં DEESA નામની નંબર પ્લેટ લગાવી છે. વતન પ્રેમી સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસાનુ નામ ગુંજતું કર્યું છે. ભારતમાં જેમ નંબરની પસંદગી કરવાનો નાગરિકોને ઓપ્શન મળે છે, તેવી જ રીતે અમેરિકામાં એક શબ્દ લખવાની છૂટ મળે છે. આ માટે અક્ષરની મર્યાદા 6 થી 7 અક્ષર હોય છે. જેથી મૂળ ડીસાના સુશીલ ઓઝાને પોતાની નવી કાર પર ડીસા શબ્દ લખાવવાની ઈચ્છા થઈ, જેથી તેઓ પોતાના વતનથી અળગા ન રહે.

આ વતન પ્રેમ વિશે સુશીલ ઓઝા જણાવે છે કે, મારું એક સપનું હતું કે હું એક દિવસ મારી કાર પર આ નામ લખાવું. તમે વતનથી દૂર જઈને ગમે તે કામ કરો છો, પરંતુ પોતાના વતન માટે હંમેશા વિચારતા રહો અને વતન ગર્વ અનુભવે તેવું કામ કરતા રહો.

આમ, ગુજરાતીઓ ગમે ત્યાં રહે, તેઓ ન તો પોતાના મુલ્કને ભૂલે છે, અને જ્યાં વસે છે ત્યા પોતાના મુલ્કની યાદ જાળવી રાખે છે. જોકે, અગાઉ પણ વતન પ્રેમના અનેક ગાડીના નંબર પ્લેટના કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ પણ મુળ પાલનપુરના અને કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ડોક્ટર જુબેર સિંધી પણ પોતાની કાર પર પોતાના ગામનું નામ ‘CHITRSN’ લખાવ્યું હતું. તો સિક્સ સેન્સ ટેકનોલોજીથી ફેમસ થયેલા મૂળ પાલનપુરના પ્રવણ મિસ્ત્રીએ પણ પોતાની કારની નેમ પ્લેટ પર પાલનપુર લખાવ્યુ છે.

Share This Article