Home Blog Page 1368

 મંત્રી પાર્થ ચેટર્જીએ 2 મહિલાઓના ઘરને બનાવી દીધા હતા ‘મિની બેંક’

0

Minister Partha Chatterjee

  • એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

પશ્ચિમ બંગાળના (West Bengal) મંત્રી પાર્થ ચેટર્જીની (Partha Chatterjee) શિક્ષકોની ભરતીના કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. ઈડીના દરોડામાં પાર્થ ચેટરજીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee) ફ્લેટ પરથી કથિતરૂપે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. ત્યારે શિક્ષક ભરતી કૌભાંડ મામલે ચર્ચામાં આવેલી અર્પિતા મુખર્જીએ પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

અર્પિતાના કહેવા પ્રમાણે તમામ રોકડ પેક કરીને એક જ રૂમમાં રાખવામાં આવતી હતી. પાર્થ ચેટર્જી અને તેમના માણસો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. પાર્થ ચેટર્જી દર અઠવાડિયે અથવા તો 10 દિવસે એક વખત ત્યાં આવતા હતા.

પાર્થે મારા ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કર્યો : અર્પિતા

અર્પિતાના કહેવા પ્રમાણે પાર્થ ચેટર્જી તેના અને અન્ય એક મહિલાના ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કરતા હતા. તે મહિલા પણ પાર્થની સારી મિત્ર છે. જોકે પાર્થે આજ સુધી કેટલા રૂપિયા છે તે અંગે કશું પણ નહોતું કહ્યું.

કઈ રીતે થઈ પાર્થ સાથે મુલાકાત :

પશ્ચિમ બંગાળની એક અભિનેત્રીએ જ અર્પિતાની પાર્થ સાથે મુલાકાત કરાવી હતી. તેણી 2016થી પાર્થની મિત્ર હતી પરંતુ આ પ્રકારની ખોટી ગતિવિધિઓની શરૂઆત 2 વર્ષ પહેલા જ થઈ હતી. એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

હંમેશા પાર્થના માણસો પૈસા લાવતા :

અર્પિતાએ જણાવ્યું કે, પૈસા હંમેશા પાર્થના માણસો જ લઈને આવતા હતા, પાર્થ નહોતો લાવતો. આ તરફ ઈડીને પાર્થના ઘરેથી 2012ની ટીઈટી પરીક્ષાના પણ દસ્તાવેજો મળ્યા છે. અર્પિતાએ પણ અનેક સંપત્તિઓ અંગે ખુલાસો કર્યો છે. તેણીએ એક બ્રોકર તથા એક દિગ્ગજ કારોબારીનો ઉલ્લેખ કર્યો છે અને ઈડીએ તેમના ત્યાં પણ દરોડો પાડ્યો છે.

જાણો અર્પિતા મુખર્જી વિશે :

વર્ષ 2008થી 2014 દરમિયાન બંગાળી તથા ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહેલી અર્પિતા મુખર્જીએ મોડેલિંગ પણ કરેલું છે. મનોરંજન ઉદ્યોગમાં સીમિત સફળતા છતાં પણ તેણી પાસે દક્ષિણ કોલકાતાના જોકા વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ છે. ઈડીના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે તેણી નિયમિતરૂપે શહેરના હુક્કાબારમાં જતી હતી તથા બેંગકોક અને સિંગાપુર વગેરેની મુસાફરી કરતી હતી.

આ પણ વાંચો :-

 

 

 

કેમિકલ કાંડમાં ભાજપ ચૂપ, પીડિત પરિવારોને મળવા છેવટે અલ્પેશ ઠાકોરને મોકલ્યા 

0

BJP kept silent on chemical scandal

  • અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે.

ગુજરાતમાં કેમિકલ કાંડ (Chemical stain) સર્જાઈ ગયો, 31 લોકો મોતને ભેટ્યા, પરંતુ હજી સુધી ભાજપ ચૂપ છે. એક પણ નેતાઓ પ્રજાની સામે આવ્યા નથી. તો આરોગ્ય મંત્રી (Minister of Health) અને શિક્ષણ મંત્રીએ ભાવનગરમાં દર્દીઓની મુલાકાત કરીને પીંડલુ વાળી દીધું. ત્યારે અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) જ્યાં કરુણાંતિકાનું મૂળ હતું એ રોજીદમાં ભાજપે સૌથી પહેલા પોતાના નેતા અલ્પેશ ઠાકોરને મોકલ્યા છે. અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં (Gandhinagar) બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે.

અલ્પેશ ઠાકોરે રોજીદ ગામે પહોંચીને કેમિકલ કાંડના પીડિત પરિવારોને સાંત્વના આપી. તો તેમની સાથે વાતચીત કરી હતી. સાથે પોતાના જ પક્ષના ધારાસભ્યો વિશે તેમણે કહ્યુ કે, ધારાસભ્યોએ જનતા રેડ કરવાની જરૂર હતી. કેમ ચૂપ બેઠા, થોડી તો હિંમત બતાવો.

અલ્પેશ ઠાકોર આજે રોજીદ ગામમાં કેમિકલ કાંડના પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. કેમિકલ કાંડના ઘણા પીડિત પરિવારોએ તેમનો મોભી ગુમાવ્યો છે. તો કેટલાક પરિવારોના 2 થી 7 વર્ષના બાળકોએ પિતાનો છાયો ગુમાવ્યો. ઘરની મહિલાઓ ધણી વિહોણી બની છે. આવામાં ત્યારે અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિવારજનો સાથે વાત કરી હતી. રોજીદના મનીષાબેનના પતિનું કેમિકલ કાંડના કારણે મૃત્યુ થયું. તેમની બે બાળકીઓ કુમળી વયે પિતાના પ્રેમથી વંચિત થઇ ગઈ છે. ત્યારે મનીષાબેનના પરિવાર સાથે અલ્પેશ ઠાકોરે મળીને સાંત્વના પાઠવી.

રોજીદ પહોંચેલા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે, કયા શબ્દોમાં વેદના ઠાલવું તે સમજાતું નથી. એક બાળકીને ખબર નથી કે તેના પિતા ગુજરી ગયા છે. અહીં એક બે પરિવાર નશાનો ધંધો કરે છે અને ઘણા પરિવારોએ પોતાના સભ્યો ગુમાવવા પડ્યા છે. જોવું છું ત્યારે પરિવાર ખૂબ નિરાધાર છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી થાય તેવી મારી સરકાર પાસે માંગણી છે. આ પરિવારોને સરકારની સહાયની જરૂર છે.

સિસ્ટમમાં જેમ ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમ સારા અધિકારીઓ પણ છે. દારૂ વેચી નેતાઓ ક્યારેય દારૂબંધી નહિ કરાવી શકે. જો અધિકારીઓ પાસે પ્રમાણિકતાની અપેક્ષા હોય તો નેતાઓએ પણ પ્રામાણિક થવું પડશે. ધારાસભ્યોએ જનતા રેડ કરવાની જરૂર હતી. કેમ ચૂપ બેઠા, થોડી તો હિંમત બતાવો.

તો આજે આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ રોજીદ ગામે પીડિત પરિવારોની મુલાકાત કરશે. તો બીજી તરફ, આજે ધરપકડ કરાયેલા 13 જેટલા આરોપીઓને આજે બપોરે બાદ નામદાર કોર્ટમાં બરવાળા પોલીસ રજૂ કરી શકે છે. હજી આ કેસમાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલાં છે તેમની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.

કેમિકલ કાંડનો વધુ એક આરોપી પકડાયો :

કેમિકલ કાંડમાં અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે નાસતાફરતા વધુ એક આરોપીને સાવલી પોલીસે ઝડપી પાડ્યો છે. રાણપરી ગામનો બુટલેગર જટુભા રાઠોડ સાવલીના પરથમપુરા ગામેથી પકડાયો છે.  ઘટના બાદ તે રાણપરીથી ફરાર થઈ ગયો હતો અને ભાગીને તેના સંબંધીના ઘરે રોકાયો હતો. આરોપી પાસેથી રોકડા 18480 સહિત 21980 સહિતનો મુદ્દામાલ પકડાયો છે. વડોદરા પોલીસે આરોપીને બોટાદ પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો :-

 

ઓગસ્ટથી બદલાઈ જશે બેંકને લગતા કેટલાક નિયમો, સીધી જ અસર આપનાં ખિસ્સા પર પડશે 

0

Some rules related to

  • દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે.

આગામી સોમવારથી ઓગસ્ટ મહિનો (August Month) શરૂ થવા જઈ રહ્યો છે. આઠમો મહિનો શરૂ થવાની સાથે જ બેંકિંગ સિસ્ટમ (Indian banking system) સાથે જોડાયેલા અને બેંક-એટીએમ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર (Bank rules changing in August) થવા જઈ રહ્યો છે. આ ફેરફારના કારણે તમને કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે અને તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકોને આ નિયમથી થશે અસર :

ચેકના ક્લિયરન્સને લઈને કેન્દ્રીય બેંક RBIની ગાઈડલાઈનનું પાલન કરવા બેંક ઓફ બરોડા (BOB)એ પોતાના ચેક પેમેન્ટ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે 1 ઓગસ્ટથી 5 લાખ રૂપિયા કે તેથી વધુ રકમવાળા ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ફરજિયાત રહેશે. નહિતર ચેકનું પેમેન્ટ અટકાઈ જશે.

પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે. આ સિસ્ટમ દ્વારા મેસેજ, મોબાઈલ એપ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ કે એટીએમ દ્વારા ચેકની માહિતી આપી શકાય છે. ચેકની ચુકવણી પહેલા આ માહિતી ચકાસવામાં આવે છે.

અહી ઉલ્લેખનીય છે કે, ચેકની ચુકવણી પહેલા માહિતીને ક્રોસ-ચેક કરવામાં આવશે. જેમાં જો કોઇ ભૂલ જણાશે તો બેંક ચેક રિજેક્ટ કરી દેશે. અહીં જો 2 બેંકો એટલે કે જે બેંકનો ચેક કપાયો હોય અને જે બેંકમાં ચેક મુકવા હોય તેવો કેસ હશે તો તે અંગે બન્નેને જાણ કરવામાં આવશે.

ઓગસ્ટમાં 13 દિવસ બેંકો રહેશે બંધ :

ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારો આવે છે. તેમજ રજાઓના કારણે બેંકો 13 દિવસ સુધી બંધ રહેવાની છે. આ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો ઉજવાશે. જેના કારણે 13 દિવસ બેંકોમાં રજા રહેશે.

અહીં નોંધનીય છે કે, આગમી ઓગસ્ટ મહિનાના પ્રારંભે રાંધણગેસના ભાવ પણ નક્કી કરવામાં આવશે. ગેસની કિંમત પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરશે અને કંપનીઓ ગેસના ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

ગુજરાત પોલીસની વર્દી પર લાગ્યો વધુ એક ડાઘ, વલસાડમાં દારૂની મહેફિલમાં PSI-3 પોલીસકર્મીઓ સહિત કુલ 20 ઝડપાયા

Another stain on Gujarat Police uniform

  • ગુજરાતમાં એકતરફ બોટાદના લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે એવામાં રાજ્યમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની (Botad Lattakand) ઘટના વચ્ચે ગુજરાત પોલીસની વરદી પર ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે, બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ગુજરાત પોલીસ એક્શનમાં (Police action) આવી ગઇ છે.

આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી :

હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આ મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસે દરોડા પાડ્યા હતા.

રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે :

નોંધનીય છે કે, એકતરફ લઠ્ઠાકાંડને લઇને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગુજરાતમાં બરવાળા લઠ્ઠાકાંડમાં સતત મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર તરફથી એક્શન લેવાના આદેશ અપાયા છે. જેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી જતા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસને દરોડા પાડતી વેળાએ ક્યાંક-ક્યાંક દારૂનો જથ્થો મળી આવ્યો છે. સાથે પોલીસ આરોપીઓની પણ ધરપકડ કરી રહી છે તેમજ ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ જપ્ત કરી રહી છે.

ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી :

આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વલસાડના અતુલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા જેના લીધે ખુદ SP પણ ચોંકી ઉઠ્યા. આથી SPએ તુરંત ઘટનાસ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. બાદમાં જે કાયદેસરની કાર્યવાહી હોય તે શરૂ કરી દેવાઇ.

સમગ્ર ઘટનામાં કુલ 12 વાહનો પણ કબજે કરાયા :

આ મામલે વધુમાં જણાવીએ તો મળતી પ્રાથમિક માહિતી મુજબ રેડ દરમ્યાન જે દારૂનો જથ્થો મળી આવ્યો તે ક્વોલિટી કેસ તરીકે ગણાય એટલો જથ્થો હતો. ત્યારે લગભગ 2 કાર સહિત મોટરસાઇકલ મળીને કુલ 12 વાહનો કબજે કરાયા છે. કુલ 19થી 20 જેટલાં લોકો આ પાર્ટીમાં દારૂની મજા માણી રહ્યાં હતા. ઘટનામાં એવું કહેવાય છે કે આ જે પાર્ટી હતી તે કોઇ એક વ્યક્તિના બર્થ-ડેના સેલિબ્રેશનને લગતી પાર્ટી હતી. હાલમાં આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

અરવલ્લીના મામલતદારનું તઘલખી ફરમાન, ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા તલાટીઓને સોંપી જવાબદારી

0

Aravalli Mamlatdar’s Taghalkhi Order

  • એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે.

ગુજરાતમાં ઝેરી કેમિકલ કાંડથી (Toxic chemical spills) 37 લોકોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે અને 17 ગામડાંઓમાં મરસિયા સંભળાઈ રહ્યા છે. ત્યારે આ માહોલમાં માલપુરના મામલતદારને (Mamlatdar) ટ્વિટર પર પોતાના ફોલોવર વધારવાની ચિંતા કોરી ખાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મામલતદારે બકાયદા પરિપત્ર (Circular) જાહેર કરીને ગામના તલાટીઓને રોજના 10 ફોલોઅર્સ વધારવાનો તઘલખી ફરમાન કર્યું છે.

તો રેવન્યૂ તલાટીઓ અત્યાર સુધી તો સ્ટાફની અછતના કારણે એક સાથે પાંચ પાંચ ગામની જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે તેમને પોતાના મામલતદાર માટે ટ્વિટર પર રોજના 10 ફોલોઅર્સ વધારવાની જવાબદારી પણ વહન કરવી પડશે.

એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે. તો આ છે ડિજિટલ ગુજરાતની ચિંતા કરતા અસલી મામલતદાર અને તેમના સુશાસનનો નમુનો. શું ગામના તલાટીઓ હવે ગામલોકોનાં કામ પડતાં મૂકીને મામલતદારના ફોલોઅર્સ વધારવાનું કામ કરશે..?

શું રાજ્ય સરકાર આ મામલતદારને આવા ફતવા કાઢવા માટેનો પગાર આપે છે કે તાલુકાનાં ગામોના વિકાસ માટેની જવાબદારીનું વહન કરવા માટે પગાર આપે છે? ગુજરાતમાં કેમિકલકાંડથી મોતના માતમ વચ્ચે માલપુરના મામલતદારને કેમ ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ વધારવાની ચિંતા સતાવી રહી છે અને આ ચિંતા કેમ તેઓ તલાટીઓના માથા પર નાખી રહ્યા છે? પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ જરા જુઓ આ મામલતદારે કાઢેલા તઘલખી ફરમાનને…

મામલપુરના મામલતદાર ડી. વી. મદાતે પોતાના ફોલોઅર્સ વધારીને કયું લક્ષ્ય હાંસલ કરવું છે જેના કારણે તેમણે આટલી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી ગામમાં કામ કરતા રેવન્યૂ તલાટીઓ પર નાખી છે અને એ પણ કાયદેસરનો પરિપત્ર કરીને…. શું રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિભાગના મંત્રીઓ આ ઘટના પર ધ્યાન આપશે કે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે તલાટીઓને રોકવા એ પણ સુશાસનનો ભાગ છે?

આ પણ વાંચો :-

સોળે કળાએ ખીલ્યો નર્મદા જિલ્લો, ક્યારેય નહીં જોયો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો નજારો

0

Narmada district flourished

  •  નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે વળી અહીં પ્રાકૃતિક સૌંદર્યની પણ હાળમાળા છે.

આ વર્ષે ચોમાસાની સીઝનમાં (monsoon season) સારો વરસાદ પડ્યો અને જેને કારણે જંગલ વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે એટલેજ નર્મદાને મિનિકાશ્મીર (Mini Kashmir) તરીકે ઓળખવામાં આવે છે.

ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડા અને પહાડો અને એની વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય જોવું એક અદ્ભુભૂત લહાવો છે.

તેમાંય જો ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે વાત જ અલગ હોય છે. હાલ ત્યારે ભરપૂર વરસાદનાની સિઝન ચાલી રહી છે જેના કારણે અહીંયાના ડુંગરો લીલાછમ બની ગયા છે. જંગલમાં વહેતાં ઝરણાં પણ પાણીથી ભરપૂર રહ્યા છે. ત્યારે આ સિઝનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તેમજ આ વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ ભારતભરમાંથી આવી રહ્યા છે.

પ્રવાસીઓ કહી રહયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સાથે અન્ય કોઈ ને સરખાવાય નહિ એવી અનુભૂતિ. અહીંયા આવનાર પ્રવાસીઓ કરી રહ્યા છે નર્મદા જિલ્લો વન આચ્છાદિત જિલ્લો છે. અહીંયા સાતપુડા અને વીંદ્યાચાલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે. ચોમાસામાં આ ગિરિકંદરાઓએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો કેવડિયા એકતા નગરમાં જોવા મળે છે. વરસતા વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય અદભુત મીની કાશ્મીરની યાદ અપાવે છે. ત્યારે આવા સુંદર વતાવરણને માણવા પ્રવાસીઓ અહીંયા આવે છે.

આ પણ વાંચો :-

૨૭ જુલાઈ બુધવારના રોજ ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

On Wednesday, July 27 Gujarat Guardian

મેષ :
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભ :
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

‌મિથુન :
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય.જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્ક :
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ , પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

‌સિંહ :
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહ નો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યા :
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. ‌પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલા :
શરીરમાં આળસ વધે. ‌પરિવારમાં લાગણીશીલતાનંુ પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસ ના યોગ બને છે.

વૃશ્ચિક :
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાનાભાઇ-બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધન :
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજી‍ંગ, કોમ્પ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકર :
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભ :
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીન :
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણો થી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ, તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

 રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને લઈને વિવાદ વધ્યો, આ NGOએ નોંધાવી પોલીસમાં ફરીયાદ

Controversy grew over Ranveer

  • ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGOએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બોલીવૂડ એક્ટર (Bollywood actor) રણવીર સિંહે (Ranveer Singh) થોડા સમય પહેલાં જ એક ફોટોશૂટ કરાવ્યો છે. જેને સોશિયલ મીડિયામાં (Social media) પોસ્ટ કરતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે. પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં (Mumbai) ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈ પોલીસમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેની ન્યુડ ફોટો દ્વારા “મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા” માટે FIR  નોંધવા માટે અરજી કરવામાં આવી હતી.

આ માહિતી અનુસાર, ફરિયાદી વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા અને એડવોકેટ અખિલેશ ચૌબે છે. તેઓ એક બિન-સરકારી સંસ્થા (NGO)ના પદાધિકારી પણ છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, “અભિનેતાએ પોતાના આ ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેમની નમ્રતાનું અપમાન કર્યું છે. ફરિયાદીએ અભિનેતા વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

અધિકારીએ કહ્યું, “અમને સોમવારે એક NGO સાથે સંકળાયેલ વ્યક્તિ તરફથી અરજી મળી છે, જોકે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. અમે પૂછપરછ કરી રહ્યા છીએ,”

આ પણ વાંચો :-

ઉંચું સેટિંગ લાગે છે ! ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે એલન મસ્કના અફેર અંગે જાણો અંદરની વાત

Looks like a high setting

  • એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન ખૂબ જ નજીકના મિત્રો હતા. સિલિકોન વેલીમાં આવેલા બ્રિનનાં ઘરે મસ્કની અવરજવર વધુ હતી. આ દરમિયાન મસ્ક અને નિકોલ શનહાન એકબીજાની નજીક આવ્યા. રિપોર્ટ અનુસાર મસ્ક અન નિકોલનું અફેર ત્યારે શરૂ થયું જ્યારે મસ્કનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ હતું.

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન (Rich businessman) પોતાના કામ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એલન મસ્કના (Elon Musk) સીક્રેટ અફેરનો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે ટેસ્લાના CEO એલન મસ્ક ગૂગલના કો-ફાઉન્ડર (Co-founder of Google) સર્ગેઈ બ્રિનની (Sergey Brin) પત્ની નિકોલ શનહાન (Nicole Shanahan) સાથે રિલેશનમાં છે.

સર્ગેઈ બ્રિને નિકોલ શનહાન સાથે છૂટાછેડાની અરજી આપી :

તમને જણાવી દઈએ કે, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિને થોડા સમય પહેલા જ પત્ની નિકોલ શનહાન પાસેથી છૂટાછેડા લેવાની અરજી આપી હતી. વોલ સ્ટ્રીટના અહેવાલ પરથી જાણવા મળ્યુ છે કે, સર્ગેઈ બ્રિનને જ્યારે પત્ની નિકોલનું અફેર એલન મસ્ક સાથે ચાલતું હોવાની જાણ થઈ ત્યારબાદ છૂટાછેડા માટે અરજી આપી હતી.

આ રીતે શરૂ થયુ મસ્ક અને શનહાન વચ્ચે અફેર :

એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન ખૂબ જ નજીકના મિત્રો હતા. સિલિકોન વેલીમાં આવેલા બ્રિનનાં ઘરે મસ્કની અવરજવર વધુ હતી. આ દરમિયાન મસ્ક અને નિકોલ શનહાન એકબીજાની નજીક આવ્યા. રિપોર્ટ અનુસાર મસ્ક અન નિકોલનું અફેર ત્યારે શરૂ થયુ જ્યારે, મસ્કનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ હતું.

અફેર બાદ બ્રિને છૂટાછેડા માટે અરજી આપી :

સર્ગેઈએ આ વર્ષે જાન્યુઆરીમાં પત્ની નિકોલ શનહાન સાથે મતભેદ હોવાનો હવાલો આપીને છૂટાછેડા માટે અરજી કરી હતી. મસ્ક અને બ્રિનનાં કોમન ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યુ છે કે, બ્રિનને જ્યારે પત્નીના અફેરની જાણ થઈ ત્યારપછી છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે, બ્રિનનાં વકીલે આ વાત અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

મસ્ક તરફથી સામે આવી પ્રતિક્રિયા :

નિકોલ શનહાન સાથે અફેરની ચાલી રહેલી ચર્ચાઓ પર એલન મસ્કે આપી પ્રતિક્રિયા. તમામ પ્રકારની વાતો અફવા હોવાની કરી વાત. સાથે જ જણાવ્યું કે, ‘સર્ગેઈ બ્રિનનાં ઘરે એકાદ-બે વાર મુલાકાત થઈ છે. સર્ગેઈ અને હું સારા મિત્રો છે. ગઈકાલે જ એક પાર્ટીમાં અમારી મુલાકાત થઈ હતી. નિકોલ સાથે 3 વર્ષમાં માંડ એક-બેવાર મુલાકાત થઈ હશે.’

સર્ગેઈ બ્રિને કરી હતી એલનની મદદ :

રિપોર્ટ અનુસાર એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન વર્ષો જૂના મિત્રો હતા અને 2008માં બંને આર્થિક સંકટમાં ફસાયેલા હતા. આ દરમિયાન સર્ગેઈ બ્રિને મદદ કરીને મિત્રની ટેસ્લા કંપનીને દેવાળિયું ફૂંકતા બચાવી હતી.

આ પણ વાંચો :-

ક્યાં ખોવાઈ ગયા CID ના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજીત ? જાણો અત્યારે શું છે હાલત

Where is CID Senior Inspector

  • કેટલાક કલાકાર માત્ર એક્ટિંગ જ નથી કરતા પરંતુ પોતાની અદભૂત એક્ટિંગને કારણે લોકોના દિલો પર રાજ કરે છે. આવું જ એક કિરદાર એટલે CID સીરિયલના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજિત.

CID દેશમાં સૌથી લાંબો સમય ચાલેલા શોમાંથી એક છે. જેમાં ઈન્સ્પેક્ટર અભિજીતની (Inspector Abhijit) ભૂમિકા આદિત્ય શ્રીવાસ્તવ (Aditya Srivastava) નિભાવી રહ્યા છે. 59 વર્ષના આદિત્ય શ્રીવાસ્તવ વિશે કેટલીક વાતો તમે નહીં જાણતા હો. હાલ તેઓ શું કરે છે ? શું કામ કરે છે ?

ક્યાં ગુમ છે આદિત્ય શ્રીવાસ્તવ ?

આદિત્ય શ્રીવાસ્તવને તેમના સાચા નામથી કદાચ કોઈ ઓળખતું નહીં હોય, પરંતુ બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો ઈન્સ્પેક્ટર અભિજીત તરીકે તમને વધારે ઓળખે છે. સોની ટીવીના શો CIDમાં તેમણે માત્ર ઈન્સ્પેક્ટરની ભૂમિકા જ ભજવી ન હતી, પરંતુ લોકોના દિલો પર આ પાત્રથી રાજ પણ કર્યું છે. કદાચ આ જ કારણ છે કે લોકો આજે પણ તેમને CIDના ઇન્સ્પેક્ટર તરીકે જ યાદ કરે છે. CIDનો પહેલો એપિસોડ 1998માં અને છેલ્લો 2018માં પ્રસારિત થયો હતો.

આદિત્ય શ્રીવાસ્તવ –

આદિત્ય એટલે કે અભિજિત માત્ર ટેલિવિઝન કલાકાર જ નથી, પરંતુ તેમણે બોલિવૂડ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. યુપીના પ્રયાગરાજમાં 1968માં જન્મેલા આદિત્યએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી સફર કાપી છે. પરંતુ તેમને અસલી ઓળખ CID સીરિયલથી જ મળી હતી. CIDના પત્યા પછી, આદિત્ય 2021માં તાપસી પન્નુની ફિલ્મ હસીન દિલરૂબામાં કિશોર રાવતની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. તો  આદિત્યના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે બોલે ચૂડિયાં ફિલ્મમાં પણ જોવા મળશે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી આદિત્ય શ્રીવાસ્તવ –

આજના આધુનિક યુગમાં દરેક નાના-મોટા કલાકાર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળે છે. ત્યાં આદિત્ય શ્રીવાસ્તવે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી નથી. અને તેના કારણે તેમના લેટેસ્ટ પ્રોજેક્ટ વિશે પણ કોઈ માહિતી સામે આવતી નથી. ગયા વર્ષે જુલાઈમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે CIDની બીજી સીઝનનો ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો, પરંતુ તે પછી શો વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.

CID સ્ટારકાસ્ટ સાથે આદિત્ય શ્રીવાસ્તવ

આદિત્યએ બેન્ડિટ ક્વીન, સત્ય, દિલ સે, સાથિયા, લક્ષ્ય, બ્લેક ફ્રાઈડે, ગુલાલ અને મોહનદાસ જેવી ફિલ્મોમાં તેમની અભિનય કુશળતા બતાવી છે. CID ઉપરાંત તેમણે રાત હોને કો હૈ, અદાલત, રિશ્તે, સ્ટાર સેઇલર, 9 મલબાર હિલ, યે શાદી કેનોટ હેપન, વ્યોમકેશ બક્ષી અને કવિ કાલિદાસ જેવા શોમાં પણ કામ કર્યું છે. પરંતુ વાત ફરી ફરીને CIDમાં જે કામ કર્યું  તેના પર જ આવે છે. આ કામને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આદિત્ય જલ્દી જ ચાહકોની ઈચ્છાઓ પૂરી કરશે અને ટીવી પર કમબેક કરીને બધાને મોટું સરપ્રાઈઝ આપશે.

આ પણ વાંચો :-