ઓગસ્ટથી બદલાઈ જશે બેંકને લગતા કેટલાક નિયમો, સીધી જ અસર આપનાં ખિસ્સા પર પડશે 

Share this story

Some rules related to

  • દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે.

આગામી સોમવારથી ઓગસ્ટ મહિનો (August Month) શરૂ થવા જઈ રહ્યો છે. આઠમો મહિનો શરૂ થવાની સાથે જ બેંકિંગ સિસ્ટમ (Indian banking system) સાથે જોડાયેલા અને બેંક-એટીએમ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર (Bank rules changing in August) થવા જઈ રહ્યો છે. આ ફેરફારના કારણે તમને કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે અને તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકોને આ નિયમથી થશે અસર :

ચેકના ક્લિયરન્સને લઈને કેન્દ્રીય બેંક RBIની ગાઈડલાઈનનું પાલન કરવા બેંક ઓફ બરોડા (BOB)એ પોતાના ચેક પેમેન્ટ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે 1 ઓગસ્ટથી 5 લાખ રૂપિયા કે તેથી વધુ રકમવાળા ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ફરજિયાત રહેશે. નહિતર ચેકનું પેમેન્ટ અટકાઈ જશે.

પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે. આ સિસ્ટમ દ્વારા મેસેજ, મોબાઈલ એપ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ કે એટીએમ દ્વારા ચેકની માહિતી આપી શકાય છે. ચેકની ચુકવણી પહેલા આ માહિતી ચકાસવામાં આવે છે.

અહી ઉલ્લેખનીય છે કે, ચેકની ચુકવણી પહેલા માહિતીને ક્રોસ-ચેક કરવામાં આવશે. જેમાં જો કોઇ ભૂલ જણાશે તો બેંક ચેક રિજેક્ટ કરી દેશે. અહીં જો 2 બેંકો એટલે કે જે બેંકનો ચેક કપાયો હોય અને જે બેંકમાં ચેક મુકવા હોય તેવો કેસ હશે તો તે અંગે બન્નેને જાણ કરવામાં આવશે.

ઓગસ્ટમાં 13 દિવસ બેંકો રહેશે બંધ :

ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારો આવે છે. તેમજ રજાઓના કારણે બેંકો 13 દિવસ સુધી બંધ રહેવાની છે. આ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો ઉજવાશે. જેના કારણે 13 દિવસ બેંકોમાં રજા રહેશે.

અહીં નોંધનીય છે કે, આગમી ઓગસ્ટ મહિનાના પ્રારંભે રાંધણગેસના ભાવ પણ નક્કી કરવામાં આવશે. ગેસની કિંમત પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરશે અને કંપનીઓ ગેસના ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-