Controversy grew over Ranveer
- ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGOએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બોલીવૂડ એક્ટર (Bollywood actor) રણવીર સિંહે (Ranveer Singh) થોડા સમય પહેલાં જ એક ફોટોશૂટ કરાવ્યો છે. જેને સોશિયલ મીડિયામાં (Social media) પોસ્ટ કરતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે. પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં (Mumbai) ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈ પોલીસમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેની ન્યુડ ફોટો દ્વારા “મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા” માટે FIR નોંધવા માટે અરજી કરવામાં આવી હતી.
આ માહિતી અનુસાર, ફરિયાદી વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા અને એડવોકેટ અખિલેશ ચૌબે છે. તેઓ એક બિન-સરકારી સંસ્થા (NGO)ના પદાધિકારી પણ છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, “અભિનેતાએ પોતાના આ ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેમની નમ્રતાનું અપમાન કર્યું છે. ફરિયાદીએ અભિનેતા વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.
અધિકારીએ કહ્યું, “અમને સોમવારે એક NGO સાથે સંકળાયેલ વ્યક્તિ તરફથી અરજી મળી છે, જોકે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. અમે પૂછપરછ કરી રહ્યા છીએ,”
આ પણ વાંચો :-