એક ચોર હો તો ઐસા ભી ! આખા સુરતને માથે લેનાર શખ્સ પાસેથી કેવી રીતે 18 ગુનાનો ભેદ ખૂલ્યો ?

Share this story

If you are a thief, so is Aisa

  • સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો.

દેશ -વિદેશમાં ફરવા જવાની ઈચ્છાઓ અને મોજશોખ (fun) પુરા કરવા માટે અનેક લોકો શોર્ટકટ તરકીબો આપનાવી  ગુનાખોરીના રવાડે ચઢતાં હોય છે. ત્યારે સુરત પોલીસે એક એવા વાહનચોરને (Car thief) પકડી પાડ્યો છે. જેની પાસેથી 19 બાઇક કબજે કરી 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

મદદનીશ પોલીસ કમિશ્નર ઝેડ આર દેસાઇએ જણાવ્યું હતું કે વાહનચોરી, મોબાઇલ ચોરી, ધરફોડ ચોરી, જુગાર પ્રોહીબિશન તથા શરીર સંબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઈ હતી. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી એક આરોપી જે વાહન ચોરીના કેસમાં ફરી રહ્યો છે તે સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ પસાર થવાનો છે. તેની પાસે આધાર પુરાવા વગરની સફેદ કલરની મોપેડ છે. જેને તે વેચાણ કરવા માટે સુરત રાંદેર ઉગત બોટનિકલ ગાર્ડનની સામેથી નીકળશે.

બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેને 18 અનડીટેકટ ગુનાઓની કબૂલાત કરી હતી. સાથે જ અલગ અલગ કુલ્લે 19 મોટરસાયકલ અને મોપેડ મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ સુરતના મોમનાવાડ ખાડી, ગોપીપુરાનો અને મૂળ નિઝામપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે.

સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો. વાહન ચોરી કરી તેને વેચી મોટા પ્રમાણમાં રૂપિયા મેળવી દેશ-વિદેશમાં ફરવાની ઈચ્છા રાખતો હતો.

આ પણ વાંચો –