ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ‘કોમનવેલ્થ ગેમ્સ 2022’ માટે બર્મિંગહામ જવા રવાના, BCCIએ વીડિયો શેર કર્યો

Share this story

Indian women’s cricket team

  •   સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે.

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માટે રવિવારે (24 જુલાઈ) બર્મિંગહામ જવા રવાના થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીમ બેંગ્લોરથી રવાના થઈ છે. કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ઉત્સાહમાં જોવા મળી રહ્યી છે અને ટીમ ગોલ્ડ (Team Gold) કબજે કરવાનો વિશ્વાસ ધરાવે છે.

ભારતીય બોર્ડે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, આજે સવારે બેંગ્લોરથી બર્મિંગહામ જવા રવાના થયેલી ‘ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન’. સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઈના રોજ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય પાકિસ્તાન અને બાર્બાડોસની ટીમો છે.

ફાઈનલ મેચ 7 ઓગસ્ટે રમાશે :

ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો છે. ટૂર્નામેન્ટની તમામ 16 મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મલ્ટી-સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ 29 જુલાઈથી શરૂ થશે જ્યારે ફાઈનલ અને ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ 7 ઓગસ્ટે રમાશે. એક દિવસમાં બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે રમાશે જ્યારે બીજી મેચ રાત્રે 10:30 કલાકે રમાશે.

CWG 2022 માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમ :

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા ભાટિયા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાધા.

આ પણ વાંચો –