બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ, વધુ આઠ લોકોના મોત નીપજતાં મૃત્યુઆંક 24 પર પહોંચ્યો, અનેક પરિવારોમાં માતમ

Share this story

6 people died in Ahmedabad-Botad

  • બોટાદના રોજિદ ગામમાં ગત રોજ બનેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ નીપજ્યું છે.

બોટાદ અને અમદાવાદ (Botad and Ahmedabad) જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડનો (Alleged racketeering) કિસ્સો સામે આવ્યો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો હજુ સારવાર માટે હોસ્પિટલમાં છે. જોકે, આ ઝેરી લઠ્ઠાથી (Poisonous sticks) મૃત્યુઆંકમાં હજુ વધારો થઈ શકે છે. ત્યારે બોટાદથી 9 લોકોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે 3 દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. હાલ બોટાદમાં 6 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 24 લોકોના મોત થયા છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીએ DySPની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. બુટલેગરોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ પણ તૈયાર કરી છે. સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી. રોજીદ ગામની લઠ્ઠાકાંડની ઘટના એ પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને સરકારની સરેઆમ નિષ્ફળતા છે. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમાં અનેક વખત મૌખીક રજૂઆત અને અરજી કરી હતી. તેમણે સ્થાનિક બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઈપણ પગલાં લેવામાં આવતા ન હતા અને પોલીસની નિષ્ક્રીયતા અને ઉપરી અધિકારીઓની પણ નિષ્ફળતા હતી. જેથી એમણે આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરવામાં આવે અને ત્વરિત પગલાં ભરવાની માંગણી કરી હતી.

ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી મારા દ્વારા બોટાદ જીલ્લા પોલીસ વડાને તા. ૨૦.૦૩.૨૦૨૨ ના રોજ ઇ-મઈલથી સરપંચની રજુઆતને જોડીને જાણ કરી હતી અને આ વિસ્તારમા થતી ગુનાહિત પ્રવૃતિને ડામવા સખત કાયવાહી કરવા રજુઆત કરી હતી, પરંતુ રાજય સરકાર અને પોલીસ વિભાગની આ બેદરકારીને કારણે રોજીદ ગામની આ કરુણ ઘટના બનવા પામી છે, માટે જવાબદાર અધિકારીઓ ઉપર માનવ વધના ગુના સાથે તેમના કાયવાહી કરવામા આવે.

સરકારી તંત્રની ફરજ નિષ્ઠાના અભાવે ભોગ બનેલ પરિવારને મારી સંવેદના છે અને જવાબદાર તંત્રના અધિકારીઓ ઉપર કડક કાયવાહી સાથે શિક્ષાત્નક પગલા ભરવામા આવે તેવી માંગ છે.

બોટાદના લઠ્ઠાકાડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે કેજરીવાલે પોરબંદરથી સોમનાથ રવાના થયા ત્યારે તેમણે લઠ્ઠાકાંડ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યો છે. ‘ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ’ મળે છે. દારૂ વેચનારા લોકોને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. ‘ગેરકાયદે દારૂના રૂપિયા ક્યાં જાય છે તેની તપાસ થાય’.

આ પણ વાંચો –