Five amazing places
- ચાલો જાણીએ કે ભારતના ક્યા ખૂણે કઈ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.
ટ્રીપ પ્લાન (Trip Plan) કરતા સમયે લોકોને હંમેશા મોટી ટેન્શન હોય છે કે ખર્ચો કેટલો થશે. જે લોકો બજેટ ટ્રાવેલિંગ કરે છે એ લોકો આવી સમસ્યાઓનો સામનો વધુ કરે છે. બજેટ ટ્રાવેલિંગ (Budget Traveling) કરતા લોકોને ખ્યાલ હશે કે સૌથી વધુ ખર્ચો એમને રહેવા માટે થાય છે. એટલા માટે ઘણા લોકો લાંબી ટ્રીપ કરવામાં થોડો સમય લગાવી પૈસા જોડીને ફરવા જાય છે. પણ આજે અમે તમને થોડી એવી જગ્યા જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફરવા જાઓ તો રહેવા ના ખર્ચની ચિંતા નથી. આજે અમે તમને ભારતની એ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફ્રી માં રહી શકો છો.
ભારતમાં ઘણી એવી ધર્મશાળા અને આશ્રમ છે જ્યાં તમારે રોકવવા માટે પૈસા નથી ચુકવવા પડતા. ચાલો જાણીએ કે ભારતના ક્યા ખૂણે કઈ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.
ઈશા ફાઉન્ડેશન – સદ્દગુરુ :
ઈશા ફાઉન્ડેશન કોયંબટુર થી લગભગ ૪૦ કિલોમીટર દુર આવેલ છે. તે સદ્દગુરુનું એક ધાર્મિક કેન્દ્ર છે જ્યાં આદિયોગી શિવની ખુબ જ સુંદર અને મોટી પ્રતિમા આવેલ છે. ત્યાં યોગ સેન્ટર, પર્યાવરણ અને સામાજિક કાર્યોના ક્ષેત્રમાં કામ કરે છે. હો તમે પણ ઈચ્છો ત્યાં તમારો સહોગ આપી શકો છો. આ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.
મણીકરણ સાહિબ ગુરુદ્વારા – હિમાચલ પ્રદેશ :
જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો મણીકરણ સાહિબ ગુરુદ્વારામાં તમે ફ્રી માં રહી શકો છો. ત્યાં તમને પાર્કિંગ અને ખાવાની સુવિધા પણ મળે છે. મણીકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદી પાસે સ્થિત છે.
આનંદાશ્રમ – કેરળ :
કેરળના સુંદર પહાડો અને હરિયાળી વચ્ચે આનંદાશ્રમમાં રહેવું એક અલગ જ અનુભૂતિ કરાવે છે. તમે એ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. ત્યાં તમને ત્રણ વખત ખાવાનું પણ મળે છે જેને સાત્વિક રીતે તૈયાર કરવામાં આવે છે.
ગીતા ભવન ઋષિકેશ :
પવિત્ર ગંગા નદીના તટ પાસે સ્થિત ગીતા ભવનમાં યાત્રીઓ ફ્રી માં રહી શકે છે. સાથે જ ત્યાં ફ્રી માં ખાવાનું પણ મળે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે.
ગોવિંદ ઘાટ ગુરુદ્વારા – ઉતરાખંડ :
ગોવિંદઘાટ ગુરુદ્વારા ઉતરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદા નદી પાસે સ્થિત છે. ત્યાં આવનાર ટુરિસ્ટ, ટ્રેકર્સ અને શ્રધ્ધાળુઓ ત્યાં ફ્રીમાં રહી શકે છે.
ન્યિંગમાપા મઠ – હિમાચલ પ્રદેશ :
ન્યિંગમાપા મઠ હિમાચલ શહેરના રેવલ્સર ગામ પાસે સ્થિત છે. ત્યાં એ માથમાં રહેવાનું ભાડું લગભગ 200-300 રૂપિયા છે.
તિબ્બતી બોદ્ધિસ્ટ મઠ – સારનાથ :
ઉતર પ્રદેશ સ્થિત એક ઐતિહાસિક મઠમાં એક રાત રોકાવવાનું ભાડું ફક્ત ૫૦ રૂપિયા છે. ત્યાં બુદ્ધ ભગવાનની એક મોતીબ પ્રતિમા આવેલ છે.
આ પણ વાંચો –