Unemployment makes the youth
- દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો, 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી.
ભારતમાં બેરોજગારોની (the unemployed) સંખ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો છે. જેમાં ઝારખંડમાં (Jharkhand) સૌથી વધુ બેરોજગાર નોંધાયા છે. વર્ષ 2020-21માં 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી તો 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ (National Career Services Portal) પર નોંધણી કરાવી છે. આ સાથે એક ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, 2021-22માં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલુ કુલ બજેટ પણ વપરાયું નથી.
ભારતમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો :
દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં 28 લાખની સરખામણીએ વર્ષ 2021-22માં 65 લાખથી વધુ બેરોજગાર લોકોએ નોંધણી કરાવી છે. તાજેતરમાં લોકસભામાં સરકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2020-21માં, રોજગાર મેળવવા માંગતા કુલ 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી. તે જ સમયે, આગામી વર્ષ 2021-22માં, રોજગાર શોધનારાઓની નોંધણીની સંખ્યા વધીને 65.41 લાખ થઈ ગઈ છે. તેમાંથી ઝારખંડમાં વર્ષ 2021-22માં સૌથી વધુ નોંધણી થઈ છે.
બજેટ ફાળવણી કરતા ઓછો ખર્ચ કર્યો :
નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને વધુ સારી રોજગારીની તકો અને કારકિર્દી વિકાસ સહાયક સુવિધાઓ પ્રદાન કરવાનો છે. જોકે આ માટે બજેટમાં ફાળવવામાં આવેલી સમગ્ર રકમ ખર્ચવામાં આવતી નથી. નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2019-20નું બજેટ 50 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પરંતુ ખર્ચ 63.93 કરોડ રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં બજેટ અંદાજ 79.39 કરોડ રૂપિયા હતો, પરંતુ ખર્ચ માત્ર 43.80 કરોડ રૂપિયા હતો. પછીના વર્ષે, નાણાકીય વર્ષ 2021-22માં, બજેટ અંદાજ ઘટાડીને 57 કરોડ રૂપિયા કરવામાં આવ્યો અને તેમાંથી માત્ર 24.30 કરોડ રૂપિયા જ ખર્ચી શકાયા.
આ પણ વાંચો –