સુરતના વેડરોડ ખાતે હીરા દલાલના મકાનમાં ધોળાદિવસે લાખોનો મુદામાલ લઈને તસ્કારો રફુચકર

Share this story

Smugglers raked in lakhs of rupees from a diamond broker’s house at Wedroad in Surat.

  • વેડરોડ ખાતે હિરા દલાલના મકાનમાં ધોળાદિવસે 6.18 લાખની ચોરી કરી તસ્કારો ફરાર. હિરા દલાલ પરિવાર સાથે સંબંધીના ઘરે જમનવાર માટે ગયા હતા

સુરત (Surat) વેડરોડ ખાતે રહેતા હિરા દલાલ (Diamond broker) તેમના પરિવાર સાથે બપોરે સંબંધીના ઘરે જમવા ગયા ત્યારે ધોળાદિવસે તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ કરી 4 લાખ રોકડ અને દાગીના મળીને 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા. પરિવાર સાંજે ઘરે આવ્યો ત્યારે ચોરીની જાણ થતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

વેડરોડ ખાતે જાનકી એપાર્ટમેન્ટ કુબેરપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય રાહુલભાઇ લક્ષ્મણભાઇ ડાંગર હીરા દલાલ છે. તેઓ મુળ રાજકોટ જિલ્લાના વતની છે. ગઈકાલે રાહુલભાઈના સાસુ, મોટી સાસુ, કાકી અને સાળો ઘરે આવ્યા હતા. રાહુલ અને મહેમાનોનું બપોરનું જમવાનું સિંગણપોર ખાતે ગીતાનગરમાં રહેતા એક સંબંધીના ઘરે રાખ્યું હતું. જેથી તે પરિવાર સાથે સવારથી સિંગણપોર સંબંધીના ઘરે ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં આવીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. અને કબાટમાં રહેલા રોકડા 4 લાખ રૂપિયા અને 2.18 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા.

સાંજે રાહુલભાઈ કામ માટે બહાર હોવાથી તેમનો પરિવાર ઘરે આવ્યો ત્યારે મુખ્ય દરવાજાનું લોક તુટેલું હતું. તેમને અંદર આવીને જોતા સામાન વેરવિખેર હતો. જેથી પરિવારે રાહુલભાઈને જાણ કરતા તે ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં કબાટમાં ચેક કરતા રોકડ અને દાગીના ગાયબ હતાં. જેથી તેમને ચોકબજાર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –