ગુજરાતી દંપતીના ઝઘડાનો વીડિયો વાયરલ : ‘ચાલ સાથે મરીએ…’ કહીને પતિ-પત્ની જાહેરમાં બાખડ્યા 

Share this story

Video of Gujarati couple

  • આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો

પતિ પત્નીના (husband wife) ઝઘડા રસ્તા પર આવી જતા આપણે અનેકવાર જોયા છે. તેના વીડિયો પણ ઝડપભેર વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો જામનગર (Jamnagar) શહેરથી સામે આવ્યો છે. જેમાં જાહેરમાં પતિ પત્ની બાખડી પડ્યા હતા. આ ઝઘડાએ અંતે એવુ સ્વરૂપ લીધુ કે, પત્નીએ છેલ્લાં કહ્યુ કે, આલ આપણે બંને સાથે આત્મહત્યા કરીએ…

જામનગર શહેરામં વિભાજી સ્કૂલ અપના બજાર પાસે એક પતિ પત્ની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. ધીરે ધીરે આ ઝઘડાએ એવુ મોટુ સ્વરૂપ લીધું કે, ટોળા ભેગા થઈ ગયા હતા. લોકો રીતસરના પતિ પત્નીના ઝઘડાને નિહાળવા ઉભા રહી ગયા હતા. પતિ ત્યાં હોવાથી અચાનક વિફરેલી પત્ની ત્યાં આવી ચઢી હતી. જેના બાદ પત્નીએ પતિનો કાઠલો પકડીને તેને સંભળાવ્યુ હતું કે, તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ .

આમ આત્મહત્યાની વાત સાંભળતા જ ટોળામાં ગણગણાટ શરૂ થયો હતો. જોકે, આ મામલે પતિ ચૂપ રહ્યો હતો. અંતે સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી, અને પોલીસે આવીને પતિ પત્ની બંનેને સમજાવ્યા હતા. આખરે ચર્ચા બાદ પતિ પત્નીને ત્યાંથી રવાના કરાયા હતા. જોકે, આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો –