પાવાગઢની એવી બે જગ્યા જે Google Mapમાં પણ નહીં મળે, ચોમાસામાં જોવા મળે છે અદ્ભુત નજારો

Share this story

Two such places of Pavagadh

  • પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.

ગુજરાતમાં (Gujarat) ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને હાલ પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની (different places) અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન (Arrival of rain) થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સ્વર્ગથી ઓછી નથી દેખાતી.

એવું જ એક છે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે અને આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શન કરવા માટે આવી પંહોચે છે, એક ધાર્મિક માન્યતા અનુસાર પાવાગઢના આ મંદિરનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે. પર્વત પર આવેલા પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે જે ચોમાસામાં કોઈ સ્વર્ગથી ઓછુ નથી દેખાતું. ચાંપાનેર સુધી પંહોચવા માટે જંગલો વચ્ચે બનાવેલ રસ્તામાંથી થઈને જવું પડે છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અત્યારે ત્યાં ફરવાની મજા જ કંઇક અલગ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો પણ આપ્યો હતો. જંગલોની વચ્ચે બે એવા વૉટરફોલ આવેલા છે જ્યાં પ્રકૃતિ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આહ્લાદક નજારો જોવા મળે છે. આ જગ્યા પર ટ્રેક કરીને પહોંચવું પડે છે અને રસ્તો પણ જંગલોમાંથી પસાર થાય છે.

હાથણી માતા વોટરર્ફ્લો :

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ છે આ હાથણી માતા વૉટરફોલ.આ જગ્યાની ખાસિયત એ છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંહિયા ડુંગરો પરથી પાણીનો કુદરતી ધોધ વહે છે.  પંચમહાલ જિલ્લામાં આવેલ આ હાથણી માતાનો આ ધોધ જાંબુઘોડાથી 16 કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધ લગભગ 56 કિલોમીટર દૂર આવેલ છે.

ખુણિયા મહાદેવ :

ચોમાસાની આ ઋતુ દરમિયાન પાવાગઢના ડુંગર પરથી ઘણાં ધોધ નીકળે છે અને એમાંથી એક ખુબ જ સુંદર અને લોકોની નજરમાં ખુબ ઓછો આવેલ ધોધ ખુણિયા મહાદેવનાં મંદિર પાસે આવેલ છે. હાલોલ થી પાવાગઢ પહોંચતાનાં રસ્તા વચ્ચે ખુણિયા મહાદેવનું મંદિર આવેલ છે. જે જંગલ વિસ્તારમાં આવેલ છે અને ત્યાં ફક્ત જંગલો વચ્ચેથી ચાલીને જ પહોંચી શકાય છે. આ મંદિરની પાસે જ એક ધોધ આવેલ છે જેને ખુણિયા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. એ ધોધમાં નાહવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને મંદિરની બહાર જ એક સુચના લખવામાં આવી છે.

સાત કમાન :

પાવાગઢ ડુંગર આવેલા માંચીથી તળેટી તરફ  જતા એક કિલોમીટર દૂર આવેલા સાત કમાન આવેલ છે. આ સદ્દન શાહ અને બુધિયા દરવાજા વચ્ચે નીચલી ટેકરીના કિનારે આવેલું છે. સાત કામન એટલે સાત કમાનો. જો કે, ત્યાં માત્ર 6 કમાનો છે જે હાલમાં અસ્તિત્વમાં છે. સાત કમાનથી આસપાસના વિસ્તારનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે અને ખાસ કરીને ચોમાસામાં અહીંનાં નજારાની વાત જ કંઇક અલગ છે.

આ પણ વાંચો –