ગુજરાતનાં આ 3 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ-ગાંધીનગરને પણ ઘમરોળશે મેઘરાજા 

Share this story

Red alert of heavy rain

  • રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 27મી જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગહી કરવામાં આવી છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાના વધુ એક રાઉન્ડનો આજથી પ્રારંભ થઇ શકે છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ (Orange as well as Red Alert) જાહેર કરવામાં આવી છે. જ્યારે શનિવાર-રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

અમદાવાદમાં આજે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના :

અમદાવાદમાં આજે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં રવિવારે વરસાદની સંભાવના વધીને 90 ટકા દર્શાવવામાં આવી છે.રાજ્યમાં હજુ સુધી 20 ઈંચ સાથે મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે :

જ્યારે રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. આ બાજુ કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ,જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ 50 જળાશયો હાઇ એલર્ટ પર રખાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ :

સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદ નોધાયો હતો.

દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય :

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં  અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો –