T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમના નામ નક્કી

Share this story

T20 World Cup 2022

  •  ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. તે પહેલા ટી-20 વર્લ્ડ કપમાં રમનારી તમામ 16 ટીમના નામ નક્કી થઈ ગયા છે.

વર્લ્ડ કપ ક્વોલિફાયર-બી (World Cup Qualifiers) ના સેમિફાઈનલ મેચમાં (Semifinal match) ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યુ ગિનીને હરાવ્યા તો બીજી તરફ નેધરલેન્ડે (Netherlands) યુએસએને હરાવીને આ મોટા ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી લીધું છે.

બીજી તરફ અમેરિકાની ટીમનુ સપનુ તૂટી ગયુ છે. ક્વોલિફાયરના બીજા સેમિફાઈનલમાં નેધરલેન્ડે અમેરિકાને 7 વિકેટથી હરાવી દીધા જેના કારણે યુએસએ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાથી ચૂકી ગયુ. આઈસીસીએ આ વાતની જાણકારી શેર કરી છે.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમને બે ગ્રૂપમાં રાખવામાં આવી છે :

ગ્રૂપ 1 જેમાં ઈગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમ છે.

ગ્રૂપ 2 માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમને રાખવામાં આવી છે.

રેન્કિંગના આધારે સીધુ ક્વોલિફાય કરનારી ટીમ :

ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝ

T20 વર્લ્ડ કપની મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે :

T20 વર્લ્ડ કપની મેચ 16 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં સુપર-12 સ્ટેજ પહેલા રાઉન્ડ – 1 ની મેચ થશે. રાઉન્ડ – 1 માં કુલ આઠ ટીમ સામેલ થઈ રહી છે. આ આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

રાઉન્ડ-1 માં કુલ આઠ ટીમ સામેલ :

ગ્રૂપ એ- નામીબિયા, શ્રીલંકા, યુએઈ, નેધરલેન્ડ

ગ્રૂપ બી- આયરલેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટઈન્ડીઝ, ઝિમ્બાબ્વે

ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

આ પણ વાંચો –