Couple box was thriving
- સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ક્રાઇમ બ્રાંચે ડિંડોલી વિસ્તારમાં કાફેની આડમાં સરાજાહેર ચાલી રહેલા આ કપલ બોક્સ પર દરોડા પાડયા.
સુરતમાં (Surat) ફરી એક વાર કાફેમાં પ્રેમી પંખીડાઓને (love birds) પ્રાઈવસી આપવામાં આવતી હોવાની આંશકાને લઈને પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં (Dindoli area) કોફી કાફેના આડમાં ગેરકાયદે ચાલી રહેલા કપલ બોક્સ પર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) દરોડા પાડયા છે. ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરત CPએ પોલીસને કપલ બોકસ પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તો પણ ડિંડોલી પોલીસની નાક નીચે કપલ બોક્સ ધમધમી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ક્રાઇમ બ્રાંચે દરોડા પાડયા છે.
મહત્વનું છે કે સુરતમાં ધમધમતા કપલ બોક્સ પોલીસ માટે મોટો પડકાર છે. અરિહંત પ્લાઝામાં કોફી કાફેનું બોર્ડ મારી કપલ બોક્સ ચલાવવામાં આવતું હતું. અહી કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપી બોકસનો ગોરખધંધા માટે ઉપયોગ કરતાં હતા. આ ફૂલિફાલેલા કપલબોક્સમાં સોફા, ગાદલા, તકિયા, ફેનની વ્યવસ્થા આપવામાં આવે છે તેમજ સુવિધા અનુસાર લગભગ 1 કલાકનું 150 થી 600 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી કપલ બોક્સને શીલ મારી દીધું છે. કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. મુખ્ય સંચાલક હાલ ફરાર હોવાની માહિતી મળી રહી છે.
સ્થાનિક લોકો પણ શહેર વચ્ચે ચાલી રહેલા આ કપલ બોક્સની પરેશાન હતા પણ ડીંડોલી પોલીસ તેના પર કોઈ એક્શન લેતી ન હતી. આથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કપલબોક્ષના કારણે યૌનશોષણની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ પણ કપલબોક્ષ ચલાવતો હતો.
આ પણ વાંચો –