ઋષિ સુનકનું PM બનવાનું સપનું તૂટી શકે છે, જાણો કારણ…

Share this story

Rishi Sunak’s dream of becoming

  •  લિઝ ટ્રસ 24% પોઈન્ટ્સથી આગળ છે. તેઓ 2 દિવસ પહેલા 20 પોઈન્ટ્સથી આગળ હતા.

બ્રિટનના (Britain) વિદેશ પ્રધાન લિઝ ટ્રુસે (Foreign Minister Liz Truss) બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની રેસમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાન ઋષિ સુનક (Former British Minister Rishi Sunak) કરતાં 28 મતોની લીડ મેળવી છે. ડેટા એનાલિસિસ કંપની ‘YouGov’ના લેટેસ્ટ સર્વેમાંથી આ માહિતી મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ બોરિસ જોનસનને (Boris Johnson) બદલવાની રેસમાં સુનક અને ટ્રસ બંનેને પાર્ટીની નેતૃત્વ સ્પર્ધાના અંતિમ તબક્કામાં મોકલવા માટે મત આપ્યો. બ્રિટનના વડાપ્રધાન બનવા માટે ઋષિ સુનકના માર્ગમાં તેમની સંપત્તિ પણ આડે આવી રહી છે.

જેના કારણે તેમને મહામારી બાદ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકો સાથે જોડાવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુકેના મીડિયામાં તેમની સંપત્તિ અને પૃષ્ઠભૂમિની ચર્ચા થઈ રહી છે. ચેનલ 4 પર એક કાર્યક્રમમાં ઋષિ સુનકની સંપત્તિ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ, YouGov સર્વે મુજબ, 4 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ચાલનારા મતદાનમાં પાર્ટીના સભ્યો દ્વારા હવે તેમાંથી એકને આગામી વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવશે.

YouGov એક પ્રમુખ બ્રિટિશ આતંરરાષ્ટ્રીય ઈન્ટરનેટ આધારિત બાજાર અનુસંધાન અને ડેટા વિશ્લેષણ કંપની છે. આ સપ્તાહની શરૂઆતના આંકડાઓથી જાણવા મળે છે કે, 46 વર્ષીય ટ્રસના 42 વર્ષીય પૂર્વ ચાન્સલર કરતા લગભગ 19 પોઈન્ટની લીડ ધરાવે છે.

બુધવારે અને ગુરૂવારે કન્ઝર્વેટિવ પાર્ટીના 730 સભ્યોના સર્વે પ્રમાણે 62% સદસ્યોએ કહ્યું કે, તેઓ ટ્રસને મત આપશે અને 38%એ સુનકની પસંદગી કરી. તેમાં એ લોકો સામેલ નથી જેમણે કહ્યું કે, તેઓ મત નહીં આપશે અથવા તેઓ નથી જાણતા.

લિઝ ટ્રસ 24% પોઈન્ટ્સથી આગળ છે. તેઓ 2 દિવસ પહેલા 20 પોઈન્ટ્સથી આગળ હતા. બ્રેક્ઝિટ માટે મત આપનારા પુરુષો અને સ્ત્રીઓમાં દરેક વય જૂથમાં ટ્રસે સુનકને પાછળ છોડી દીધા છે.

જોકે, સુનક સંસદીય દળના પ્રિય રહ્યા છે. તેમણે ટોરી (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદોમાં ટ્રુસના 113ના મુકાબલે 137 મતોથી જીત મેળવી હતી.

આ પણ વાંચો –