નવી દિલ્હીમાં અડધી રાતે 30 વર્ષની મહિલા ઉપર રેલ્વેના કર્મચારીઓ દ્વારા ગેંગરેપ

Share this story
  •  આરોપીએ પીડિતાને પાર્ટી આપવાના બહાને બોલાવીને તેની સાથે અધમ કૃત્ય આચર્યું હતું.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (New Delhi Railway Station) ઉપર બનેલા ફૂટઓવર બ્રિજની નીચે ગેંગરેપનો કેસ (A case of gangrape) સામે આવ્યો છે. આ ઘટના ગત તા. 21 જુલાઈના રોજ રાતની જણાવવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. રેલ્વેના DCP હરેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે રાત્રે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 ઉપર ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સ સ્ટાફે (Electrical maintenance staff) 30 વર્ષની પીડિતા ઉપર બલાત્કાર ગુજાર્યો હતો. આ તમામ આરોપીઓ રેલ્વેમાં ઈલેક્ટ્રિક વિભાગના (ELECTRIC DEPARTMENT) કર્મચારી છે.

ફોન ઉપર ઘટનાની જાણકારી આપી :

આ ઘટના ગત તા. 21 જુલાઈના રોજ 12.30 વાગ્યે ટ્રેન લાઈટિંગ હટમાં બની હતી. ફોન કરનારી પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનના એક રૂમમાં 2 લોકોએ તેનો રેપ કર્યો છે. આ ફોન પહેલા PS ODRS ઉપર લગભગ 2.27 વાગ્યે આવ્યો હતો. ત્યાંના કર્મચારીઓએ ફોન કરનારી મહિલાને શોધખોળ આદરી હતી પરંતુ તે મળી નહી. ત્યારબાદ મહિલાએ આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા ખબર પડી કે તે નવી દિલ્હીના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 ઉપર ઉભી છે.

પીડિતા પતિથી અલગ રહે છે :

ઘટનાની માહિતી મળ્યા બાદ SHO, NDRS સ્ટાફ સાથે પ્લેટફોર્મ નંબર 8-9 ઉપર પહોંચ્યા હતા. ત્યાં ફોન કરનારી મહિલા હાજર હતી. ફરીદાબાદની રહેવાસી પીડિતાએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે અને ડિવોર્સ માટે કોર્ટમાં કેસ લડી રહી છે.

કોમન ફ્રેન્ડના દ્વારા મિત્રતા થઈ હતી :

પીડિતાએ જણાવ્યું હતું કે, આશરે 2 વર્ષ પહેલા તે પોતાના એક કોમન ફ્રેન્ડ દ્વારા એક છોકરાના સંપર્કમાં આવી હતી. છોકરાએ તેને કહ્યું હતું કે તે એક રેલ્વે કર્મચારી છે અને તેના માટે નોકરીની વ્યવસ્થા કરી આપશે. ત્યારબાદ તેમની વચ્ચે ફોન ઉપર વાતચીત થતી હતી. આરોપી છોકરાએ 21 જુલાઈની રાતે પીડિતાને ફોન કરીને બોલાવી હતી. તેણે કહ્યું હતું કે તેના છોકરાનો જન્મદિવસ છે અને તેણે નવું ઘર પણ ખરીદ્યુ છે તેની પાર્ટી આપવી છે.

પાર્ટી આપવાના બહાને બોલાવી :

પીડિતા રાત્રે આશરે 10.30 વાગ્યે કિર્તી નગર આવી હતી. આરોપી તેને ત્યાંથી પ્લેટફોર્મ નંબર 8-9 ઉપર  લઈ ગયો હતો. આરોપીએ તેને ઈલેક્ટ્રિકલ મેન્ટેનેન્સ કર્મચારીઓ સાથે એક નાનકડા રૂમમાં બેસવાનું કહ્યું હતું. થોડીવાર પછી આરોપી અને તેનો મિત્ર રૂમમાં આવ્યા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ બન્નેએ તેની સાથે રેપ કર્યો હતો. પીડિતા સાથે મારામારી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેના બે મિત્રો રૂમની બહાર પહેરો આપી રહ્યા હતા.

તમામ આરોપી રેલ્વે કર્મચારી છે :

આરોપીઓ ઉપર IPCની કલમ 376D/342ની અંતર્ગત FIR નોંધવામા આવી છે. આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમામ આરોપીઓ રેલ્વેમાં ઈલેક્ટ્રિક વિભાગના કર્મચારી છે.

આ પણ વાંચો –