Children are also in the grip of monkeypox
- વિશ્વમાં કોરોના મહામારી બાદ નવી નવી બિમારીઓ જન્મ લઈ રહી છે. ત્યારે હવે વધુ એક વાયરસે હડકંપ મચાવ્યો છે. જેના વિશ્વભરમાં 13 હજારથી વધારે કેસો આવી ચુક્યા છે.
ભારત (India) બાદ હવે અમેરિકામાં (America) પણ મંકીપોક્સના (Monkeypox) પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. અહીં બે બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે કેલિફોર્નિયામાં (California) એક બાળક તથા શિશુ મંકીપોક્સની ઓળખાણ થઈ છે. બંને અમેરિકાના નિવાસી નથી.
ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ આવ્યા :
કેરલમાં મંકીપોક્સથી ત્રીજો કેસ સામે આવ્યો છે. આ શખ્સ પણ પૂર્વમાં મળેલા સંક્રમિતની માફક યુએઈથી પરત ફર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કેસોની પુષ્ટિ કેરલમાં થઈ છે. 35 વર્ષિય આ શખ્સ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત અરબ અમીરાતથી કેરલ આવ્યો હતો. તેના સેમ્પલની તપાસમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું હતું કે, મલપ્પુરમનો રહેવાસી આ યુવક છ જૂલાઈના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો.
તિરુવનંતપુરમના મંજેરી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. જોર્જના જણાવ્યા અનુસાર યુવતીની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યુ છે કે, સંક્રમિતના સંપર્કમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ અગાઉ 14 જૂલાઈએ પણ કેરલમાં મંકીપોક્સનો દર્દી મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ બીજો કેસ પણ સામે આવ્યો હતો.
65 દેશોમાં 13 હજાર કેસ :
છેલ્લા 11 અઠવાડીયામાં મંકીપોક્સના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેમાં લગભગ 13,000 દર્દી 65 જેટલા દેશોમાંથી મળી આવ્યા છે. કોવિડ મહામારીના અનુભવના કારમણે લોકો ચિંતિત છે કે ક્યાંક મંકીપોક્સ પણ એક મોટી મહામારી બનીને સામે ન આવે. પણ વૈજ્ઞાનિક કારણો પર ધ્યાન આપી તો આવી થવાની શક્યતા બહુ ઓછી છે. આશ્વસ્તિના મુખ્ય કારણ એ છે કે કોવિડ શ્વાસ સાથે જોડાયેલ વાયરસ છે અને છીંકવા અથવા ખાંસવાના કારણે ફેલાય છે. તો વળી મંકીપોક્સના પ્રસાર માટે પ્રભાવિત વ્યક્તિ સાથે સીધી સંપર્કમાં આવવાથી થાય છે.
આ પણ વાંચો –