દારૂ નહિ મોતનો સામાન હતો, લઠ્ઠાકાંડમાં મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું

Share this story

Alcohol was not the substance

  • ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ હતું.

બરવાળાના લઠ્ઠાકાંડ (Lathtakand of Barwala) મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જે મિથેનોલ કેમિકલ (Methanol Chemical) 24 લોકોના મોતનો સામાન બન્યો તે ખરીદવામાં નહિ, પણ ચોરવામાં આવ્યુ હતું. ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) કસ્ટડીમાં આવેલા આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ 200 લીટર કેમિકલના 60,000 આપ્યા હતા.

તો બીજી તરફ, લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસર ગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.

મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું :

ગુજરાત પોલીસનો દાવો કે માર્યા ગયેલા લોકોએ દારૂ નહિ પરંતુ સીધું જ કેમિકલ પીધું હતું. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓના બદલામાં સીધું જ કેમિકલ લોકોને વેચી દીધુ હોવાનું સામે આવ્યુ છે. જે તેમના મોતનું કારણ બન્યુ હતું. આમ, મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. દારૂની કોથળીના બદલામાં આરોપીઓ કેમિકલ વેચતા હતા. સંજય, પિન્ટુ અને તેના સાગરીતોએ લોકોને દારૂના બદલામાં કેમિકલ વેંચ્યુ હતું. આ સાથે જ મુખ્ય આરોપી જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો છે.

જયેશે મિથનોલ કન્ટેનરમાંથી ચોર્યું હતું :

અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા કુલ 600 લીટર સપ્લાય કરવામાં આવ્યું છે, જેમાંથી SIT ની ટીમે 450 લીટર મિથેનોલ કેમિકલ કબ્જે કરી લીધું છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા અને મિથેનોલ સપ્લાય કરનાર આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનું જણાવ્યુ છે. જયેશે 200 લીટર કેમિકલના રૂપિયા 60,000 આપ્યા હતા.

દારૂ વેચવામાં મહિલા પણ સામેલ :

બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. આ ઝોરી દારૂ વેચવામાં પુરુષો સાથે મહિલાઓ પર સામેલ છે. ધરપકડ કરાયેલ તમામ બુટલેગરો પર 302 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે બોટાદ એસપી પત્રકાર પરિષદ કરશે.

ઝેરી દારૂ પીનારી એક મહિલા પણ સારવારમાં :

અમદાવાદ-બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 24 લોકોનાં મોત થયા છે. ઝેરી દારૂ પીવાને લીધે કુલ 24 મૃત્યુ અને 37 હોસ્પિટલમાં હજી સારવાર હેઠળ છે. આ તમામ અલગ અલગ ગામના છે. રોજીદના 6 લોકોનાં અને અણિયાળીના 3 લોકોનાં મૃત્યુ થયા. આકરુના 3 અને ચંદરવા ગામના 2 લોકોનાં ઝેરી દારૂથી મૃત્યુ થયા. ઉંચડી ગામના 2 લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાં. તો ભાવનગરની હોસ્પિટલમાં 1 મહિલા પણ ગંભીર હાલતમાં દાખલ છે. આમ, કુલ 37 દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ લાવવામાં આવ્યા દર્દી :

બરવાળા લઠ્ઠાકાંડના કેટલાક દર્દીઓને હવે સારવાર માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ 12 જેટલા દર્દીઓને દાખલ કરાયા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગઈકાલ રાતથી દર્દીઓ એક બાદ એક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.

આ પણ વાંચો :-