વસતી ગણતરી બંધ રાખવાનો કેન્દ્રનો નિર્ણય, જાતિ આધારિત ડેટા પણ બહાર નહીં પડે, જાણો કારણ

Share this story

Center’s decision to stop census

  • કેન્દ્ર સરકારે 2021ની વસતી ગણતરીને હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં લોકસભાને જાણ કરાઈ છે.

2021ની વસતી ગણતરી (Census) અને તે સંબંધિત તમામ કામ સરકારે મોકૂફ કરી દીધા છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Minister of State for Home Nithyananda Raye) લોકસભામાં જવાબ આપ્યો હતો. નિત્યાનંદ રાવે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે 2021ની વસતી ગણતરી અને તે સંબંધિત તમામ કામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે વસતી ગણતરી માટે ફરી વાર નિર્ણય લેવામાં આવશે.

વસતી ગણતરી બંધ કરવાનો નિર્ણય લેવાયો :

સરકારે કોરોના મહામારીને કારણે વસતી ગણતરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જાતિ આધારિત ડેટા રિલિઝ નહીં થાય :

કેન્દ્રીય મંત્રી રાયે લોકસભામાં જણાવ્યું કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની સરકારની કોઈ ઈચ્છા નથી. મંત્રીએ કહ્યું કે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે હાલના તબક્કે જાતિ આધારિત ડેટા બહાર પાડવાની કોઈ દરખાસ્ત નથી.

અગાઉ પણ વસ્તી ગણતરી અભિયાન મોકૂફ રખાયું હતું :

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અગાઉ પણ વસતી ગણતરી બંધ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગયા વર્ષે 7 ડિસેમ્બરે સંસદમાં માહિતી આપી હતી કે કોવિડ -19 રોગચાળાને કારણે વસ્તી ગણતરી 2021 અને વસ્તી ગણતરી સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખવામાં આવી છે. ત્યારે સરકારે કહ્યું હતું કે આગામી વસ્તી ગણતરી, જેમાં વસ્તીવિષયક અને વિવિધ સામાજિક-આર્થિક માપદંડો જેવા કે શિક્ષણ, એસસી/એસટી, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર પર ડેટા એકત્રિત કરવામાં આવે છે, તે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.

આ પણ વાંચો :-