HomeSportsએશિયન ગેમ્સ 2026: વિનેશ ફોગાટને હરાવનાર મીનાક્ષી ગોયત કોણ? સેમિફાઇનલમાં કર્યો મોટો...

એશિયન ગેમ્સ 2026: વિનેશ ફોગાટને હરાવનાર મીનાક્ષી ગોયત કોણ? સેમિફાઇનલમાં કર્યો મોટો ઉલટફેર

Date:

Related stories

દાનચોરી વિવાદ બાદ રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, 3 નવા સભ્યો અંગે મોટો નિર્ણય

અયોધ્યાના રામ મંદિરના સંચાલનમાં હવે મોટો વહીવટી ફેરફાર કરતાં...

VIDEO: ચંદ્ર પર જમીન પછી હવે ઘર બનાવવાની તૈયારી! જાણો પ્લાન

પૃથ્વીથી કરોડો કિલોમીટર દૂર જો ક્યારેક માણસ ચંદ્ર કે...

આઠમે જુગાર રમવો હોય તો કોર્ટ શું કહે છે તે જાણી લો!

ઘરમાં મિત્રો સાથે પત્તા રમતા હો અને અચાનક પોલીસ...
spot_img

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવાનું સપનું શનિવારે અધૂરું રહી ગયું. નવી દિલ્હીના આઈજીઆઈ સ્ટેડિયમમાં યોજાયેલા એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સ દરમિયાન સેમિફાઇનલ મુકાબલામાં તેમને નિરાશાજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

53 કિલોગ્રામ વજન વર્ગની સેમિફાઇનલ મેચમાં મીનાક્ષી ગોયતે વિનેશ ફોગાટને 6-4ના સ્કોરથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ હાર સાથે વિનેશ ફોગાટની એશિયન ગેમ્સ 2026માં રમવાની આશાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

મહત્વનું છે કે વિનેશ ફોગાટ ભારતની સૌથી સફળ મહિલા કુસ્તીબાજોમાંની એક માનવામાં આવે છે, પરંતુ આ મહત્વપૂર્ણ ટ્રાયલ્સમાં સેમિફાઇનલ સુધીનો જ તેમનો સફર રહ્યો હતો. મીનાક્ષી ગોયતના શાનદાર પ્રદર્શનના કારણે વિનેશને બહારનો રસ્તો જોવો પડ્યો હતો.

Subscribe

Latest stories

spot_img