Wednesday, Mar 19, 2025

ક્યાં ખોવાઈ ગયા CID ના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજીત ? જાણો અત્યારે શું છે હાલત

3 Min Read

Where is CID Senior Inspector

  • કેટલાક કલાકાર માત્ર એક્ટિંગ જ નથી કરતા પરંતુ પોતાની અદભૂત એક્ટિંગને કારણે લોકોના દિલો પર રાજ કરે છે. આવું જ એક કિરદાર એટલે CID સીરિયલના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજિત.

CID દેશમાં સૌથી લાંબો સમય ચાલેલા શોમાંથી એક છે. જેમાં ઈન્સ્પેક્ટર અભિજીતની (Inspector Abhijit) ભૂમિકા આદિત્ય શ્રીવાસ્તવ (Aditya Srivastava) નિભાવી રહ્યા છે. 59 વર્ષના આદિત્ય શ્રીવાસ્તવ વિશે કેટલીક વાતો તમે નહીં જાણતા હો. હાલ તેઓ શું કરે છે ? શું કામ કરે છે ?

ક્યાં ગુમ છે આદિત્ય શ્રીવાસ્તવ ?

આદિત્ય શ્રીવાસ્તવને તેમના સાચા નામથી કદાચ કોઈ ઓળખતું નહીં હોય, પરંતુ બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો ઈન્સ્પેક્ટર અભિજીત તરીકે તમને વધારે ઓળખે છે. સોની ટીવીના શો CIDમાં તેમણે માત્ર ઈન્સ્પેક્ટરની ભૂમિકા જ ભજવી ન હતી, પરંતુ લોકોના દિલો પર આ પાત્રથી રાજ પણ કર્યું છે. કદાચ આ જ કારણ છે કે લોકો આજે પણ તેમને CIDના ઇન્સ્પેક્ટર તરીકે જ યાદ કરે છે. CIDનો પહેલો એપિસોડ 1998માં અને છેલ્લો 2018માં પ્રસારિત થયો હતો.

આદિત્ય શ્રીવાસ્તવ –

આદિત્ય એટલે કે અભિજિત માત્ર ટેલિવિઝન કલાકાર જ નથી, પરંતુ તેમણે બોલિવૂડ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. યુપીના પ્રયાગરાજમાં 1968માં જન્મેલા આદિત્યએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી સફર કાપી છે. પરંતુ તેમને અસલી ઓળખ CID સીરિયલથી જ મળી હતી. CIDના પત્યા પછી, આદિત્ય 2021માં તાપસી પન્નુની ફિલ્મ હસીન દિલરૂબામાં કિશોર રાવતની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. તો  આદિત્યના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે બોલે ચૂડિયાં ફિલ્મમાં પણ જોવા મળશે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી આદિત્ય શ્રીવાસ્તવ –

આજના આધુનિક યુગમાં દરેક નાના-મોટા કલાકાર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળે છે. ત્યાં આદિત્ય શ્રીવાસ્તવે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી નથી. અને તેના કારણે તેમના લેટેસ્ટ પ્રોજેક્ટ વિશે પણ કોઈ માહિતી સામે આવતી નથી. ગયા વર્ષે જુલાઈમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે CIDની બીજી સીઝનનો ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો, પરંતુ તે પછી શો વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.

CID સ્ટારકાસ્ટ સાથે આદિત્ય શ્રીવાસ્તવ

આદિત્યએ બેન્ડિટ ક્વીન, સત્ય, દિલ સે, સાથિયા, લક્ષ્ય, બ્લેક ફ્રાઈડે, ગુલાલ અને મોહનદાસ જેવી ફિલ્મોમાં તેમની અભિનય કુશળતા બતાવી છે. CID ઉપરાંત તેમણે રાત હોને કો હૈ, અદાલત, રિશ્તે, સ્ટાર સેઇલર, 9 મલબાર હિલ, યે શાદી કેનોટ હેપન, વ્યોમકેશ બક્ષી અને કવિ કાલિદાસ જેવા શોમાં પણ કામ કર્યું છે. પરંતુ વાત ફરી ફરીને CIDમાં જે કામ કર્યું  તેના પર જ આવે છે. આ કામને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આદિત્ય જલ્દી જ ચાહકોની ઈચ્છાઓ પૂરી કરશે અને ટીવી પર કમબેક કરીને બધાને મોટું સરપ્રાઈઝ આપશે.

આ પણ વાંચો :-

 

Share This Article