ગુજરાત પોલીસની વર્દી પર લાગ્યો વધુ એક ડાઘ, વલસાડમાં દારૂની મહેફિલમાં PSI-3 પોલીસકર્મીઓ સહિત કુલ 20 ઝડપાયા

Share this story

Another stain on Gujarat Police uniform

  • ગુજરાતમાં એકતરફ બોટાદના લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે એવામાં રાજ્યમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની (Botad Lattakand) ઘટના વચ્ચે ગુજરાત પોલીસની વરદી પર ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે, બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ગુજરાત પોલીસ એક્શનમાં (Police action) આવી ગઇ છે.

આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી :

હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આ મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસે દરોડા પાડ્યા હતા.

રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે :

નોંધનીય છે કે, એકતરફ લઠ્ઠાકાંડને લઇને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગુજરાતમાં બરવાળા લઠ્ઠાકાંડમાં સતત મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર તરફથી એક્શન લેવાના આદેશ અપાયા છે. જેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી જતા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસને દરોડા પાડતી વેળાએ ક્યાંક-ક્યાંક દારૂનો જથ્થો મળી આવ્યો છે. સાથે પોલીસ આરોપીઓની પણ ધરપકડ કરી રહી છે તેમજ ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ જપ્ત કરી રહી છે.

ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી :

આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વલસાડના અતુલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા જેના લીધે ખુદ SP પણ ચોંકી ઉઠ્યા. આથી SPએ તુરંત ઘટનાસ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. બાદમાં જે કાયદેસરની કાર્યવાહી હોય તે શરૂ કરી દેવાઇ.

સમગ્ર ઘટનામાં કુલ 12 વાહનો પણ કબજે કરાયા :

આ મામલે વધુમાં જણાવીએ તો મળતી પ્રાથમિક માહિતી મુજબ રેડ દરમ્યાન જે દારૂનો જથ્થો મળી આવ્યો તે ક્વોલિટી કેસ તરીકે ગણાય એટલો જથ્થો હતો. ત્યારે લગભગ 2 કાર સહિત મોટરસાઇકલ મળીને કુલ 12 વાહનો કબજે કરાયા છે. કુલ 19થી 20 જેટલાં લોકો આ પાર્ટીમાં દારૂની મજા માણી રહ્યાં હતા. ઘટનામાં એવું કહેવાય છે કે આ જે પાર્ટી હતી તે કોઇ એક વ્યક્તિના બર્થ-ડેના સેલિબ્રેશનને લગતી પાર્ટી હતી. હાલમાં આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-