કેમિકલ કાંડમાં ભાજપ ચૂપ, પીડિત પરિવારોને મળવા છેવટે અલ્પેશ ઠાકોરને મોકલ્યા 

Share this story

BJP kept silent on chemical scandal

  • અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે.

ગુજરાતમાં કેમિકલ કાંડ (Chemical stain) સર્જાઈ ગયો, 31 લોકો મોતને ભેટ્યા, પરંતુ હજી સુધી ભાજપ ચૂપ છે. એક પણ નેતાઓ પ્રજાની સામે આવ્યા નથી. તો આરોગ્ય મંત્રી (Minister of Health) અને શિક્ષણ મંત્રીએ ભાવનગરમાં દર્દીઓની મુલાકાત કરીને પીંડલુ વાળી દીધું. ત્યારે અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) જ્યાં કરુણાંતિકાનું મૂળ હતું એ રોજીદમાં ભાજપે સૌથી પહેલા પોતાના નેતા અલ્પેશ ઠાકોરને મોકલ્યા છે. અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં (Gandhinagar) બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે.

અલ્પેશ ઠાકોરે રોજીદ ગામે પહોંચીને કેમિકલ કાંડના પીડિત પરિવારોને સાંત્વના આપી. તો તેમની સાથે વાતચીત કરી હતી. સાથે પોતાના જ પક્ષના ધારાસભ્યો વિશે તેમણે કહ્યુ કે, ધારાસભ્યોએ જનતા રેડ કરવાની જરૂર હતી. કેમ ચૂપ બેઠા, થોડી તો હિંમત બતાવો.

અલ્પેશ ઠાકોર આજે રોજીદ ગામમાં કેમિકલ કાંડના પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. કેમિકલ કાંડના ઘણા પીડિત પરિવારોએ તેમનો મોભી ગુમાવ્યો છે. તો કેટલાક પરિવારોના 2 થી 7 વર્ષના બાળકોએ પિતાનો છાયો ગુમાવ્યો. ઘરની મહિલાઓ ધણી વિહોણી બની છે. આવામાં ત્યારે અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિવારજનો સાથે વાત કરી હતી. રોજીદના મનીષાબેનના પતિનું કેમિકલ કાંડના કારણે મૃત્યુ થયું. તેમની બે બાળકીઓ કુમળી વયે પિતાના પ્રેમથી વંચિત થઇ ગઈ છે. ત્યારે મનીષાબેનના પરિવાર સાથે અલ્પેશ ઠાકોરે મળીને સાંત્વના પાઠવી.

રોજીદ પહોંચેલા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે, કયા શબ્દોમાં વેદના ઠાલવું તે સમજાતું નથી. એક બાળકીને ખબર નથી કે તેના પિતા ગુજરી ગયા છે. અહીં એક બે પરિવાર નશાનો ધંધો કરે છે અને ઘણા પરિવારોએ પોતાના સભ્યો ગુમાવવા પડ્યા છે. જોવું છું ત્યારે પરિવાર ખૂબ નિરાધાર છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી થાય તેવી મારી સરકાર પાસે માંગણી છે. આ પરિવારોને સરકારની સહાયની જરૂર છે.

સિસ્ટમમાં જેમ ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમ સારા અધિકારીઓ પણ છે. દારૂ વેચી નેતાઓ ક્યારેય દારૂબંધી નહિ કરાવી શકે. જો અધિકારીઓ પાસે પ્રમાણિકતાની અપેક્ષા હોય તો નેતાઓએ પણ પ્રામાણિક થવું પડશે. ધારાસભ્યોએ જનતા રેડ કરવાની જરૂર હતી. કેમ ચૂપ બેઠા, થોડી તો હિંમત બતાવો.

તો આજે આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ રોજીદ ગામે પીડિત પરિવારોની મુલાકાત કરશે. તો બીજી તરફ, આજે ધરપકડ કરાયેલા 13 જેટલા આરોપીઓને આજે બપોરે બાદ નામદાર કોર્ટમાં બરવાળા પોલીસ રજૂ કરી શકે છે. હજી આ કેસમાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલાં છે તેમની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.

કેમિકલ કાંડનો વધુ એક આરોપી પકડાયો :

કેમિકલ કાંડમાં અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે નાસતાફરતા વધુ એક આરોપીને સાવલી પોલીસે ઝડપી પાડ્યો છે. રાણપરી ગામનો બુટલેગર જટુભા રાઠોડ સાવલીના પરથમપુરા ગામેથી પકડાયો છે.  ઘટના બાદ તે રાણપરીથી ફરાર થઈ ગયો હતો અને ભાગીને તેના સંબંધીના ઘરે રોકાયો હતો. આરોપી પાસેથી રોકડા 18480 સહિત 21980 સહિતનો મુદ્દામાલ પકડાયો છે. વડોદરા પોલીસે આરોપીને બોટાદ પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો :-