મંત્રી પાર્થ ચેટર્જીએ 2 મહિલાઓના ઘરને બનાવી દીધા હતા ‘મિની બેંક’

Share this story

Minister Partha Chatterjee

  • એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

પશ્ચિમ બંગાળના (West Bengal) મંત્રી પાર્થ ચેટર્જીની (Partha Chatterjee) શિક્ષકોની ભરતીના કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. ઈડીના દરોડામાં પાર્થ ચેટરજીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee) ફ્લેટ પરથી કથિતરૂપે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. ત્યારે શિક્ષક ભરતી કૌભાંડ મામલે ચર્ચામાં આવેલી અર્પિતા મુખર્જીએ પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

અર્પિતાના કહેવા પ્રમાણે તમામ રોકડ પેક કરીને એક જ રૂમમાં રાખવામાં આવતી હતી. પાર્થ ચેટર્જી અને તેમના માણસો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. પાર્થ ચેટર્જી દર અઠવાડિયે અથવા તો 10 દિવસે એક વખત ત્યાં આવતા હતા.

પાર્થે મારા ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કર્યો : અર્પિતા

અર્પિતાના કહેવા પ્રમાણે પાર્થ ચેટર્જી તેના અને અન્ય એક મહિલાના ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કરતા હતા. તે મહિલા પણ પાર્થની સારી મિત્ર છે. જોકે પાર્થે આજ સુધી કેટલા રૂપિયા છે તે અંગે કશું પણ નહોતું કહ્યું.

કઈ રીતે થઈ પાર્થ સાથે મુલાકાત :

પશ્ચિમ બંગાળની એક અભિનેત્રીએ જ અર્પિતાની પાર્થ સાથે મુલાકાત કરાવી હતી. તેણી 2016થી પાર્થની મિત્ર હતી પરંતુ આ પ્રકારની ખોટી ગતિવિધિઓની શરૂઆત 2 વર્ષ પહેલા જ થઈ હતી. એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

હંમેશા પાર્થના માણસો પૈસા લાવતા :

અર્પિતાએ જણાવ્યું કે, પૈસા હંમેશા પાર્થના માણસો જ લઈને આવતા હતા, પાર્થ નહોતો લાવતો. આ તરફ ઈડીને પાર્થના ઘરેથી 2012ની ટીઈટી પરીક્ષાના પણ દસ્તાવેજો મળ્યા છે. અર્પિતાએ પણ અનેક સંપત્તિઓ અંગે ખુલાસો કર્યો છે. તેણીએ એક બ્રોકર તથા એક દિગ્ગજ કારોબારીનો ઉલ્લેખ કર્યો છે અને ઈડીએ તેમના ત્યાં પણ દરોડો પાડ્યો છે.

જાણો અર્પિતા મુખર્જી વિશે :

વર્ષ 2008થી 2014 દરમિયાન બંગાળી તથા ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહેલી અર્પિતા મુખર્જીએ મોડેલિંગ પણ કરેલું છે. મનોરંજન ઉદ્યોગમાં સીમિત સફળતા છતાં પણ તેણી પાસે દક્ષિણ કોલકાતાના જોકા વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ છે. ઈડીના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે તેણી નિયમિતરૂપે શહેરના હુક્કાબારમાં જતી હતી તથા બેંગકોક અને સિંગાપુર વગેરેની મુસાફરી કરતી હતી.

આ પણ વાંચો :-