Home Blog Page 1314

વરસાદને લઇને ફરીવાર હવામાન વિભાગે કરી આગાહી, આજે આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

0

The Meteorological Department has again

  • ગુજરાતમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીવાર મેઘરાજાની પુન:પધરામણી થઇ છે. ત્યારે હવામાન વિભાગે આજે ફરી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદની (The rain) ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓેને મેઘરાજા (Maharaja) ધમરોળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની હોવાને લઈને વરસાદનું જોર વધશે. રાજ્યમાં હજુ પણ સારા વરસાદની સ્થિતિ યથાવત છે. આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે એટલે કે આજે અને સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતના દ્વારકા, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.

24 કલાકમાં 16 તાલુકામાં મેઘરાજા વરસ્યા :

અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય કપરાડા, વલસાડમાં સવા 2 ઈંચ વરસાદ, પારડીમાં પોણા બે ઈંચ જ્યારે ગણદેવીમાં 1.5 ઈંચ, ખેરગામમાં સવા ઈંચ, જેસર અને તળાજામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.

નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે વરસાદ :

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસશે.

જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. તદુપરાંત હવામાન વિભાગે હાલ પૂરતી ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે કે, ચોમાસું જલ્દી વિદાય નહીં લે તો કદાચ આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે.

આ પણ વાંચો :-

ફક્ત 225 રૂપિયાનું રિચાર્જ કરાવી મેળવો લાઈફ ટાઈમની વેલિડિટી, આ કંપનીએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન

0

Get lifetime validity by recharging just 225 rupees

  • જો તમારા સ્માર્ટફોનમાં વેલિડિટી સમાપ્ત થવાને લઈને કોઈ ટેન્શન જ ના રહે તો શું થશે? અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન્સ વિશે જે ગ્રાહકોને ખૂબ જ સસ્તા પડશે.

જો તમારા સ્માર્ટફોનની (smartphone) વેલિવડિટી સમાપ્ત થઈ જાય છે તો તમને તમને મુશ્કેલી થઈ શકે છે. મોટાભાગના લોકોને એ યાદ પણ નથી હોતું કે તેમના પ્લાનની વેલિડિટી (Validity of the plan) પૂરી થઈ ગઈ છે અને તેમને ફરીથી રિચાર્જ કરાવવું પડશે. માટે લોકો એવો પ્લાન ઇચ્છે છે જેમાં તેમને આજીવન વેલિડિટી મળે અને વારંવાર રિચાર્જ (Recharge) કરાવવાના ટેન્શનમાંથી પણ રાહત મળે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો આજે અમે તમને માર્કેટમાં સૌથી સસ્તો લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો અને સાથે જ ખૂબ જ ખુશ પણ થઈ જશો. તો ચાલો જાણીએ કયો છે આ લોન્ગ વેલિડિટી પ્લાન અને કઈ કંપની તેને ઓફર કરી રહી છે.

કયો છે આ લાઈફ ટાઈમ વેલિડિટી પ્લાન

અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે MTNL દ્વારા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં તમારે રૂ.નું રિચાર્જ કરવું પડશે. આ પછી, તમને લાઇફ ટાઇમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે અને તમારે સિમ બંધ થવાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમને આ પ્લાન પસંદ આવ્યો હોય, તો તમે તેને એક્ટિવેટ કરાવી શકો છો.

આ પ્લાનમાં કયા કયા બેનિફિટ્સ મળશે ? 

જેવું અમે તમને જણાવ્યું કે આ પ્લાનની કિંમત 225 રૂપિયા છે. તમે જાણવા માગો છો કે આમાં શું ફાયદા આપવામાં આવ્યા છે. તો તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં યૂઝર્સને 100 કૉલિંગ મિનિટ આપવામાં આવે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં ગ્રાહકોને વૉઇસ કૉલિંગ માટે 0.02 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરવામાં આવે છે.

જે એક પ્રકારે ખૂબ જ સસ્તુ કહી શકાય. સૌથી મોટો બેનિફિટ તો એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને આખા લાઈફટાઈમની વેલિડિટી ઓફર કરવામાં આવે છે જેથી તમારે ટેન્શન લેવાની જરૂર નથી પડતી.

આ પણ વાંચો :-

સૂર્ય રાશિ પરિવર્તન : આજે સૂર્ય પોતાની સ્વગૃહી રાશિ સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જાણો તમારા જીવનમાં શું ફેરફાર આવશે

Surya Rashi Change: Today the

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનાે દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે

આ પણ વાંચો :-

કંગનાએ PM મોદીને આપ્યો ખાસ મેસેજ ! હું તમને અવતાર માનું છું, અમે સૌ ધન્ય થઈ ગયા… 

Kangana gave a special message to PM Modi

  • કંગના રનૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે તેમને અવતાર પણ કહ્યા. જાણો વિગતવાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (Prime Minister Narendra Modi) આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીને સૌ કોઈ જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યું છે. બોલીવુડ સેલેબ્સ (Bollywood celebs) પણ પીએમ મોદીને જન્મદિવસ વિશ કરી રહ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર એક સ્પેશ્યલ પોસ્ટ શેર કરી છે.

તેણે પીએમ મોદી સાથે પોતાની જૂની તસવીર શેર કરી છે, જેમાં તે પીએમ સાથે હાથ મિલાવી રહી છે. કંગનાએ પીએમ મોદીને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી માણસ જણાવ્યા છે. કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

કંગનાએ આ પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. તેણે એક ફોટો શેર કરતા લખ્યું છે કે હેપ્પી બર્થ ડે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કંગનાએ આગળ લખ્યું કે બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચા વહેંચવાથી લઈને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી, શું અવિશ્વસનીય યાત્રા છે.

પીએમ મોદીને કહ્યા અવતાર :

કંગનાએ આગળ લખ્યું કે અમે તમારા લાંબા જીવનની કામના કરીએ છીએ, પણ રામની જેમ, કૃષ્ણની જેમ, ગાંધીની જેમ તમે પણ અમર છો. તમારો વારસો કોઈ ખતમ નહીં કરી શકે, એટલા માટે હું તમને અવતાર કહું છું. તમને અમારા નેતાનાં રૂપમાં મેળવીને અમે ધન્ય થઇ ગયા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત આજકાલ પોતાની ફિલ્મ ઈમરજન્સીમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :-

હાલમાં જ લોન્ચ થયેલી iPhone 14 સિરીઝની બેટરી ક્ષમતાનો થયો ખુલાસો, જાણો કેટલી છે બેટરી ક્ષમતા

The battery capacity of the recently launched iPhone 14

  •  સપ્ટેમ્બરે iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max લોન્ચ કરવામાં આવ્યા હતા. આઇફોન-14 સિરીઝના ફોન પણ લોકોને મળી ચૂક્યા છે.

ભારત, UAE, ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA અને અન્ય 30 દેશના લોકો iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max પ્રીઓર્ડર કર્યા હતા.

9 સપ્ટેમ્બરથી પ્રીઓર્ડર શરૂ થયા બાદ, iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Maxના ઓર્ડર 16 સપ્ટેમ્બરથી ગ્રાહકો સુધી આ ફોન પહોંચી પણ ગયા છે. જોકે iPhone 14 Plusની ડિલિવરી 7 ઓક્ટોબરથી શરૂ થશે.

ચાઈનીઝ રેગ્યુલેટરને ટાંકીને એક MacRumors રિપોર્ટમાંથી ખબર પડી હતી કે iPhone 14માં 3,279mAh બેટરી છે, iPhone 14 Plusમાં 4,325mAh બેટરી છે, iPhone 14 Proમાં 3,200mAh બેટરી છે અને iPhone 14 Pro Maxમાં 4,32mAh બેટરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દરેક મોડલની બેટરીની કેપેસિટીનો ખુલાસો નથી કરતું. થર્ડ-પાર્ટી ટિયરડાઉન સામાન્ય રીતે iPhone મોડલની બેટરી ક્ષમતા વિશેની જાણકારી આપે Appleનો દાવો છે કે iPhone 14 સિરીઝ ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલા iPhone મોડલ્સ કરતાં વધુ રન ટાઈમ આપશે. જ્યારે Appleનું કહેવું છે કે iPhone 14 Plusમાં અત્યારસુધીની શ્રેષ્ઠ iPhone બેટરી છે.

રિપોર્ટમાં કથિત બેટરી કેપેસિટીની સરખામણી જૂની iPhone સિરીઝ સાથે કરવામાં આવી છે. iPhone 13 મિનીમાં 2,406mAh બેટરી છે, iPhone 13 કથિત રીતે 3,227mAhની બેટરી છે.

iPhone 13 Pro 3,095mAh બેટરી છે અને iPhone 13 Pro Max 4,352mAh બેટરી છે. iPhone 14 Pro Max સિવાય, iPhone 14 સિરીઝનાં તમામ મોડલ્સમાં સારી બેટરી છે.

આ પણ વાંચો :-

શું તમે ઓછા બજેટમાં ફરવા જવા ઈચ્છો છો તો, આ જગ્યાઓ છે તમારા માટે બેસ્ટ

0

If you want to travel on a low budget,

  • ઓછા બજેટમાં ફરવા જવું કોને ન ગમે? ખાસ કરીને જે લોકો હંમેશાં ટ્રાવેલિંગ કરતા હોય છે, તેમને તો ખાસ. તો ચાલો આજે જાણીએ ભારતમાં એવી કઈ-કઈ જગ્યાઓ છે.

જ્યાં ખૂબ જ ઓછા ખર્ચમાં પણ સરળતાથી ફરી શકાય છે. આ જગ્યાઓ પર તમે તમારી ઈચ્છા અનુસાર બજેટમાં ફરવા જવા માટે તૈયાર થઈ જાઓ.

આગરા :

દિલ્હીથી માંડ થોડા જ કલાકોના અંતરે છે આગરા. જો તમે પણ હજી સુધી તાજમહેલ જોયો ન હોય તો, એકવાર આગરા ચોક્કસથી જવું જોઈએ. દિલ્હીથી આગરા લગભગ 3-4 કલાકના અંતરે છે. 100 રૂપિયાની ટ્રેનની ટિકિટ લઈને તમે આરામથી આગરા પહોંચી શકો છો. આગરા ટ્રિપ તમે માત્ર એક દિવસમાં પણ પૂરી કરી શકો છો.

અમૃતસર :

અમૃતસર ફરવા માટેની સૌથી સસ્તી જગ્યાઓમાંની એક છે. અહીંના સુવર્ણ મંદિર અંગે તો તમે સાંભળ્યું જ હશે. ઉલ્લેખનિય છે કે, સુવર્ણ મંદિરની અંદર પણ તમને રહેવા અને ખાવાની વ્યવસ્થા આપવામાં આવે છે. એવામાં બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ કરતા લોકો માટે અહીં ખર્ચ ઘટી જાય છે. અમૃતસરમાં સુવર્ણ મંદિર સિવાય પણ ઘણી જગ્યાઓ છે ફરવા માટે.

મથુરા :

જો તમે મથુરા જાઓ તો, મથુરાની સાથે-સાથે વૃંદાવન પણ ફરી શકો છો. આ દિલ્હીથી લગભગ ચાર કલાકના અંતરે છે. કૃષ્ણની નગરી મથુરા ખૂબ જ સુંદર છે. અહીં ફરવાનું પણ બહુ સસ્તું છે. અહીં ફરવા માટેની ઘણી જગ્યાઓ છે, અહીં રહેવાનું ભાડુ પણ લગભગ 400 રૂપિયા જ હોય છે અને જમવાનું પણ બહુ સસ્તું છે.

ઋષિકેશ :

જો તમને સોલો ટ્રિપ ગમતી હોય કે પછી મિત્રો સાથે ફરવાનું ગમતું હોય, તો ઋષિકેશ જવાનું ન ભૂલતા. દિલ્હીથી ખૂબજ નજીક છે ઋષિકેશ. અહીં કેમ્પિંગની સાથે-સાથે રિવર રાફ્ટિંગનો આનંદ પણ લઈ શકો છો. જો તમે અહીં તમારા મિત્રો સાથે જવા ઈચ્છતા હોવ તો, બહુ ઓછા ખર્ચે ફરીને પાછા આવી શકો છો.

અહીં ઘણી ધર્મશાળાઓની સાથે-સાથે હોટેલની સુવિધા પણ મળી રહેશે. રસ્તામાં જો કેમ્પિંગ કરવા ઈચ્છતા હોવ તો માત્ર 500 રૂપિયામાં કેમ્પિંગ પણ કરી શકો છો, જેમાં ભોજન રહેશે ફ્રી.

આ પણ વાંચો :-

હવે વોટ નહીં આપનાર વ્યક્તિના ખાતામાંથી કપાશે 350 રૂપિયા, જાણો શું છે વાસ્તવિકતા ?

0

Now 350 rupees will be deducted from the account of the person who does not vote, know

  • સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.

નવાઈની વાત એ છે કે લોકો કોઈપણ સનસનાટીભરી માહિતીને (Sensational information) તપાસ્યા વિના શેર કરે છે. જેના કારણે અફવાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેનો શિકાર પણ બની રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ મતદાતા લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તો ચૂંટણી પંચ તેના બેંક ખાતામાંથી પૈસા કાપી લેશે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાયા બાદ PIB ફેક્ટ ચેકની ટીમે આ દાવાની તપાસ કરી છે.

શું દાવો કરવામાં આવે છે ?

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ન્યુઝ પેપરનું એક કટિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે ‘જો તમે વોટ નહીં આપો તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. એવું પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે પહેલાથી જ તેની મંજૂરી લઈ લીધી છે.

વાયરલ થઈ રહેલા કચિંગમાં લખવામાં આવ્યુ છે કે- ‘આ વખતે લોકસભાની ચુંટણીમાં વોટ નહીં આપવા જવું મોંઘુ પડી જશે. ચુંટણી પંચે મતદાનથી બચવાવાળા લોકો પર કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે.

દાવાની તપાસ કરી :

વાયરલ દાવાની તપાસ કર્યા બાદ PIB ફેક્ટ ચેકે તેનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીએ આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. ભારતની ચૂંટણીપંચ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. PIBએ લોકોને એવા ભ્રામક સમાચાર શેર ન કરવા જ્ણાવ્યું છે.

ચૂંટણી પંચે પણ ટ્વિટ કરીને તેને નકલી ગણાવ્યું છે. ચૂંટણી પંચના પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “અમારા ધ્યાને આવ્યું છે કે નીચેના ફેક ન્યૂઝને કેટલાક વોટ્સએપ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરવામાં આવી રહ્યા છે”. વર્ષ 2019માં પણ આવા ફેક ન્યૂઝ શેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

આધારમાં ટૂંક સમયમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, દર 10 વર્ષે કરવું પડશે આ કામ

0

This big change in Aadhaar may happen soon

  • આધાર જારી કરતી સંસ્થા UIDAI આધારમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે.

UIDAI કહે છે કે તે લોકોને દર 10 વર્ષે સ્વૈચ્છિક રીતે તેમનો બાયોમેટ્રિક ડેટા અપડેટ (Biometric data update) કરવા પ્રોત્સાહિત કરશે. હાલમાં, 5 અને 15 વર્ષ પછીના બાળકોની બાયોમેટ્રિક્સ (Biometrics) વિગતો અપડેટ કરવી ફરજિયાત છે.

યુઆઈડીએઆઈના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે લોકોને તેમના બાયોમેટ્રિક્સ, વસ્તી વિષયક ડેટા વગેરેને 10 વર્ષમાં એકવાર અપડેટ કરવા માટે કહેવામાં આવશે.

આ લોકોને આધાર અપડેટ કરવા માટે પ્રેરિત કરશે. 70 વર્ષની ઉંમર પછી તેની જરૂર રહેશે નહીં. દરેક વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મેઘાલય, નાગાલેન્ડ અને લદ્દાખ સિવાય દેશમાં લગભગ તમામ પુખ્ત વયના લોકોની નોંધણી કરી છે.

NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ)ના મુદ્દાને કારણે મેઘાલયમાં નામાંકન મોડું શરૂ થયું. જ્યારે નાગાલેન્ડ અને લદ્દાખના કેટલાક અંતરિયાળ વિસ્તારોને આવરી લેવાના બાકી છે. ઘરે બેઠા સુવિધાઓ ઉપલબ્ધ થશે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

UIDAI પાસે 50,000 થી વધુ નોંધણી કેન્દ્રો છે. ટૂંક સમયમાં આ કાર્યક્રમ હેઠળ 1.5 લાખ પોસ્ટમેન ઉમેરવાની તૈયારીઓ ચાલી રહી છે. શરૂઆતમાં આ પોસ્ટમેન આધાર કાર્ડ ધારકોના મોબાઈલ નંબર અને સરનામા અપડેટ કરશે. આનાથી લોકો ઘર બેઠા આધાર નોંધણી જેવી સુવિધાઓ મેળવી શકશે.

યુઆઈડીએઆઈ રાજ્યો દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. આ ભંડોળના લીકેજને રોકવામાં અને જાહેર નાણાં બચાવવામાં મદદ કરશે. ઉડ્ડયન મંત્રાલયની ‘ડિજિયાત્રા’ યોજનાને પણ મુસાફરોના વેરિફિકેશન માટે આધાર સાથે લિંક કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ફરી મોટી ચૂક, કાફલાની વચ્ચે નેતાએ ઊભી રાખી કાર, જુઓ કેવી હાલત થઈ નેતાની…

0

Another big lapse in the security of Home Minister

  • તેલંગાણા મુક્તિ દિવસ પર હૈદરાબાદ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સુરક્ષામાં ચૂકનો આરોપ લાગ્યો છે.

મુંબઈની (Mumbai) જેમ જ હૈદરાબાદમાં (Hyderabad) પણ અમિત શાહની (Amit Shah) સુરક્ષામાં ચૂક થઇ હતી. કાફલાની વચ્ચે ગોસુલા શ્રીનિવાસ (Gosula Srinivas) નામનો એક વ્યક્તિએ કાફલામાં કાર ઘુસાડી હતી. પોલીસે કારનો કાચ તોડીને કાર હટાવી લીધી હતી.

ગોસુલા શ્રીનિવાસ ટીઆરએસ નેતા હોવાનું કહેવાય છે. તે કહે છે કે કાર અચાનક અટકી ગઈ હતી. હું ટેન્શનમાં હતો. હું તેમની (પોલીસ અધિકારીઓ) સાથે વાત કરીશ. તેઓએ કારમાં તોડફોડ કરી હતી.

ટીઆરએસ નેતા :

ગોસુલા શ્રીનિવાસે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહના કાફલાની સામે પોતાની કાર પાર્ક કરી હતી. સુરક્ષા, ગૃહમંત્રીની સુરક્ષામાં લાગેલા કમાન્ડોએ તેમને કાર હટાવવા માટે કહ્યું અને બાદમાં જ્યારે તેમણે ગાડી ન હટાવી તો ગાડીના કાચ તોડીને હટાવી દેવામાં આવ્યા. કાર ચાલક કહે છે કે તેની કોઈ ભૂલ નથી. તે બિનજરૂરી રીતે તણાવમાં હતા.

આ પહેલા પણ ચૂક થઇ હતી :

આ પહેલા સોમવારે મુંબઈમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈમાં એક વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રી અમિત શાહની આસપાસ ફરતો રહ્યો. તેમણે પોતાને આંધ્રપ્રદેશના સાંસદના પીએ તરીકે રજૂ કર્યા હતા. જેને પગલે મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના હેમંત પવારની ધરપકડ કરી હતી.

તેમની પાસે ગૃહ મંત્રાલયનું ઓળખપત્ર હતું. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના નિવાસસ્થાનની બહાર પણ જોવા મળ્યા હતા. આરોપી હેમંત પવારને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :-

જેઠાલાલની ‘બબીતા’ કોરિયન બ્યુટી લુકમાં જોવા મળી, ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ

Jethalal’s ‘Babita’ seen in Korean beauty look

  • ટીવીનો પોપ્યુલર સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજ કરી રહ્યો છે. સમયની સાથે શોની સ્ટાર કાસ્ટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

ટીવીનો પોપ્યુલર સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજ કરી રહ્યો છે. સમયની સાથે શોની સ્ટાર કાસ્ટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

શોના તમામ પાત્રો દર્શકોના દિલમાં વસી ગયા છે. હવે આ શોની ‘બબીતાજી’ (Babitaji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) પણ સતત ચર્ચામાં રહે છે.

મુનમુન દત્તા એક વખત ફરીથી પોતાની નવી હેરસ્ટાઈલના કારણે ચર્ચામાં આવી છે. હકીકતમાં મુનમુન દત્તાએ હાલમાં પોતાના હેર કટ કરાવ્યા છે. આ સ્ટાઈલને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. મુનમુન દત્તાના ફેન સોશિયલ મીડિયા પર તેના નવા લુકના વખાણ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ :

નવા હેરકટિંગની સાથે મુનમુન કોરિયન બ્યુટી બની ગઈ છે. હકીકતમાં મુનમુન અત્યારે કોરિયન સિરિયલની દીવાની છે. તે પોતાના ખાલી સમયમાં મુનમુન કોરિયન સિરિયલ જોતી હોય છે.

તે જોઈ મુનમુન પોતાનો લુક પણ કોરિયન બ્યુટી રાખવા માટે પ્રેરિત થઈ છે. મુનમુને પોતાનો નવો લુક તેની ફેવરેટ એક્ટ્રેસ ડાયના ગોમ્ઝ અને શિન હા-રીના લુકથી પ્રેરિત થઈ હેર કટિંગ કરાવ્યા છે.

કાકા જોતા જ રહ્યાં અને એક ટાબરિયું બિન્દાસ્ત બાઈક પર લટકાવેલી થેલી લઈને ફરાર, સીસીટીવીનો વીડિયો વાયરલ | Gujarat Guardian

મુનમુને ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકનો ફોટો પોસ્ટ કરતા લખ્યું, એક નાનકડો ફેરફાર, હું મારા અંદર છુપાયેલી શિન હા-રી અને વેલેરિયાને જોઈ રહી છું.

નવા હેરકટ… ડ્રામા બિઝનેસ પ્રપોઝલની કિમ સી-જિયોન્ગ અને ડાયના ગોમ્જ, વેલેરિયાથી પ્રેરિત છે. આ શોએ મને દીવાની બનાવી દીધી છે. તેનાથી પ્રેરિત થઈ મેં મારો નવો લુક ચેન્જ કર્યો છે.

ઓરેન્જ ટીશર્ટમાં મુનમુન બની કોરિયન બ્યુટી :

મુનમુન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટમાં મુનમુન ઓરેન્જ કલરની ટીશર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમજ મુનમુન દત્તાના આ ફોટોઝ પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. મુનમુનના આ ફોટોને 1 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે.

એટલું જ નહીં ફેન્સ મુનમુનના આ ફોટો પર મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા ફેન્સે તેના આ ફોટો પર હાર્ટ ઈમોજી કમેન્ટ કરી રહ્યા છે. તેમજ ઘણા લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ક્વીન છે મુનમુન :

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મુનમુના ઈન્સ્ટાગ્રામ પર 7.5 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. મુનમુન પણ પોતાના ફેન્સની સાથે ફોટો શેર કરતી રહે છે. મુનમુન દત્તા શરૂઆતથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે.

મુનમુને હમ સબ બારાતી ટીવી સિરિયલથી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. તેના પછી મુનમુન ઘણા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેના પાત્રના લાખો દિવાના છે.

આ પણ વાંચો :-