Home Blog Page 1297

ગૃહમંત્રી શાહે ગુજરાતની બાજી સંભાળી ! PM મોદીનો પ્રવાસ પૂરો થતાં જ ઘડાશે માસ્ટર પ્લાન

0

Home Minister Shah took charge of Gujarat

  • મંગળવારે કમલમમાં બંધ બારણે બેઠક યોજાયા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠક કરશે.

જેમ-જેમ ચૂંટણી (Election) નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના (Central leader of BJP) ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ (Tour of Gujarat) ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી બાજુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

1 ઓક્ટોબરે અમિત શાહ ફરી કરશે બેઠક :

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. આપને જણાવી દઈએ કે, તેમણે આ પહેલા મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી.

કમલમમાં યોજી હતી બેઠક :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.

આ પણ વાંચો :-

ભૂલથી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યા પછી ચલણ કપાયું છે કે નહીં ? આ રીતે કરો ચેક

0

Has the challan been deducted after

  • વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલાણ કપાઈ શકે છે.

આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવનાર (Driver) લોકોની સંખ્યામાં અઢળક વધારો થયો છે અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી વધી છે. કોઈ જગ્યા પર જલ્દી પહોચવાને કારણે લોકો જલ્દી વાહન ચલાવે છે પણ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરવું જરૂરી છે.

જો નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલણ કપાઈ શકે છે. પણ ઘણી વખત એવું બને છે ઘણા લોકો ઈરાદાપૂર્વક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નથી કરતાં પણ ઉતાવળે ભૂલથી ઉલ્લંઘન કરી દે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કેટલીકવાર લોકો ભૂલથી જ રેડ લાઇટને પાર કરી જાય છે અને એ પછી ધ્યાન પડે છે કે સિગ્નલની લાઇટ રેડ હતી અને ગ્રીન નહીં.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

આવી ભૂલથી થયેલ ભૂલની સ્થિતિમાં જો તમે એ જાણવા માંગતા હોય કે તમારું ચલણ કપાયું છે કે નહીં તો તે માટે એક સરળ રસ્તો છે. તમે એ ભૂલના થોડા સમય પછી અથવા બીજા દિવસે ઓનલાઈન તપાસ કરી શકો છો કે તમારું ચલણ કપાયું છે કે નહીં.

આ રીતે જાણો તમારું ચલણ કપાયું છે કે નહીં

-એ માટે પહેલા https://echallan.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
– ચેક ચલણ સ્ટેટસ પર ક્લિક કરો.
– એ પછી ત્યાં ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબરનો ઓપ્શન મળશે.
– વાહન નંબરનો વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો ભરો.
– ચેસીસ નંબર અથવા એન્જિન નંબર પણ નાખવો પડશે.
– આ બધી પ્રોસેસ પછી  ‘Get Detail’ પર ક્લિક કરો.

ચલણ કપાયું છે તો આ રીતે ઓનલાઈન ભરો  :

– પહેલા ઉપર બતાવેલ પ્રોસેસ ફોલો કરો
– ચલણ કપાયું છે તો એ ઓપ્શન પર ક્લિક કરો
– જેમાંથી ચુકવણી કરવાની છે એ કાર્ડની ડિટેલ ભરો
– કાર્ડથી જોડાયેલ નંબર પર ઓટીપી આવશે અને એ પછી પેમેન્ટ કન્ફર્મ કરો
– તમારું ચલણ ભરાઈ જશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ ? કેનેડાએ ગુજરાત સહિત આ રાજ્યોમાં ન જવા કહ્યું…

Risk of terrorist attack in Gujarat

  • કેનેડાની આ એડવાઈઝરી ચોંકાવનારી છે. આ એડવાઈઝરી 27 સપ્ટેમ્બરની મોડી રાતે બહાર પાડવામાં આવી. જેમાં ભારતમાં અનેક ભાગોમાં આતંકી હુમલાનું જોખમ હોવાનું કહેવાયું છે. આ એડવાઈઝરીમાં ઈન્ડિયન ટેરેટરી લદાખ કે તેની આજુબાજુ મુસાફરી કરવાનું સામેલ નથી.

કેનેડાએ (Canada) પોતાના નાગરિકોને ભારતના ગુજરાત (Gujarat, India), પંજાબ અને રાજસ્થાન (Rajasthan) જેવા રાજ્યો કે જે પાકિસ્તાન (Pakistan) સાથે સરહદ શેર કરે છે તેના તમામ વિસ્તારોનો પ્રવાસ ખેડવાથી બચવાની સલાહ આપી છે.

શું લખ્યું છે એડવાઈઝરીમાં ?

કેનેડા સરકારની લેટેસ્ટ એડવાઈઝરીમાં કહેવાયું છે કે અણધારી સુરક્ષા પરિસ્થિતિ અને બારુદી સુરંગો તથા unexploded ordnanceની હાજરીના કારણે ગુજરાત, પંજાબ અને રાજસ્થાન રાજ્યોમાં પાકિસ્તાન સાથે લાગેલી બોર્ડરના 10 કિમીની અંદરના વિસ્તારોમાં નાગરિકો મુસાફરી કરવાથી બચે.

ભારતના આ શહેરો પર હુમલાનું જોખમ ?

કેનેડાની આ એડવાઈઝરી ચોંકાવનારી છે. આ એડવાઈઝરી 27 સપ્ટેમ્બરની મોડી રાતે બહાર પાડવામાં આવી. જેમાં ભારતમાં અનેક ભાગોમાં આતંકી હુમલાનું જોખમ હોવાનું કહેવાયું છે. આ એડવાઈઝરીમાં ઈન્ડિયન ટેરેટરી લદાખ કે તેની આજુબાજુ મુસાફરી કરવાનું સામેલ નથી. આ કથિત ચેતવણીમાં કેનેડા મૂળના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદના જોખમના કારણે અસમ અને મણિપુરની બિનજરૂરી રીતે મુસાફરી કરવાથી બચવાની અપીલ કરાઈ છે.

ભારતના એક્શન પર રિએક્શન :

વાત જાણે એમ છે કે 23 સપ્ટેમ્બરે જ ભારતે એડવાઈઝરી બહાર પાડીને કેનેડામાં રહેતા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે હેટ ક્રાઈમ અને ભારત વિરોધી ગતિવિધિઓને જોતા સાવધ રહેવું. ત્યારબાદ એવું મનાઈ રહ્યું છે કે કેનેડાને આ એડવાઈઝરી ગમી નથી અને તેના જવાબમાં જ તેણે આ આદેશ બહાર પાડ્યો છે.

વિદેશ મંત્રાલયનું નિવેદન :

હકીકતમાં વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કેનેડામાં હેટ ક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓમાં તેજી આવી છે. આવામાં ભારતીય નાગરિકો અને કેનેડા મુસાફરી કરનારા ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની વર્તે અને સતર્ક રહે.

આ પણ વાંચો :-

દ્વારકાને તહેવારો પર મોટી ભેટ, હવે ઓખાથી દિલ્હી જવું બનશે સરળ, જુઓ સંપૂર્ણ સમયપત્રક

0

Big gift to Dwarka on festivals

  • રેલવે વિભાગ દિવાળીને ધ્યાનમાં રાખીને 18 ઓક્ટોબરથી ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે.

દિવાળી (Diwali 2022) સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (Festival Special Train) ચલાવવા જઈ રહી છે. આ અંતર્ગત ઉત્તર પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન (Okha-Delhi Sarai Rohilla Superfast weekly special train) ચલાવશે. આ ટ્રેન 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે.

આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી થઈને દિલ્હી પહોંચશે. આવી સ્થિતિમાં આ રૂટના મુસાફરો તહેવારોની સિઝનમાં આસાનીથી મુસાફરી કરી શકશે. જણાવી દઈએ કે 30 ઓક્ટોબરથી ટ્રેનનું સંચાલન બંધ કરી દેવામાં આવશે.

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન 18 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી 7 ટ્રીપ કરશે. આ ટ્રેન ઓખાથી દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપાડવામાં આવશે અને બુધવારે રાત્રે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.

મહત્વપૂર્ણ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે :

ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી 7 ટ્રીપ કરશે. તે દિલ્હી સરાય રોહિલાથી દર બુધવારે બપોરે 1.20 વાગ્યે ઉપડશે અને ગુરુવારે બપોરે 1.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંડીકુઇ, અલવર અને રેવાડી સહિતના સ્ટેશનો પર રોકાશે, આ બાદ તે દિલ્હી પહોંચશે.

અનેક ટ્રેનોમાં વધારાના કોચ લગાવાયા:

નોંધનીય છે કે, નોર્થ વેસ્ટર્ન રેલવેએ પહેલાથી જ અનેક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન શરૂ કરી ચુકી છે. આ સાથે જ, વ્યસ્ત રૂટ પર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના ઘડવામાં આવી છે. કામકાજના સંબંધમાં સગા-સંબંધીઓથી દૂર રહેતા લોકો દિવાળી સહિત અન્ય મોટા તહેવારો પર તેમના ઘરે આવે છે.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

આથી ટ્રેનોમાં પેસેન્જરોનું ભારણ વધે છે. તહેવારોના અવસર પર વધુને વધુ લોકોની મુસાફરી સરળ બને તે રેલવેનો પ્રયાસ છે. તેને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જોકે તેની તૈયારીઓ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગર : દૂધની આડમાં ટેન્કરમાં લવાતો હતો વિદેશી દારૂ, સ્ટેટ મોનિટરિંગ સેલે 30 લાખની બોટલો જપ્ત કરી

Surendranagar Foreign liquor was

  • સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ટેન્કરમાં દૂધની આડમાં લઈ જવાતાં દારૂના ટેન્કરને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યું છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા બાતમીના આધારે દુદાપુર ચોકડી (Dudapur Chowk) નજીક દૂધના ટેન્કરની (Milk tankers) આડમાંથી વિદેશી દારૂની (Foreign liquor) હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

ટેન્કરમાંથી 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 7200 જેટલી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો (Branded bottles) જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્કરના ડ્રાઈવરની ધરપકડ કરી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

30,55,900 રૂપિયાની કિંમતની 7200 બોટલો જપ્ત :

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે આજે વહેલી સવારે દુદાપુર ચોકડી નજીક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે દૂધના ટેન્કરની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દૂધની ટેન્કરમાંથી 7200 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે 30,55,900 રૂપિયા જેટલી થાય છે.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

દારૂની હેરાફેરી મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્કરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના આ જથ્થાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યો છે. જેને કારણે પોલીસ સ્ટેશનનું ગ્રાઉન્ડ દારૂની બોટલોથી ભરાઈ ગયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલ :

ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલાં ધ્રાંગધ્રા હાઈવે ઉપર દારૂની હેરાફેરી કરતી ગાડીઓ પસાર થતી હોવાની વાત પ્રસરી હતી. આ વાત વાયુવેગે પ્રસરતા અલગ-અલગ ટીમો દ્વારા વોચ પણ ગોઠવવામાં આવતી હતી. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પકડી પાડવામાં આવતાં સુરેન્દ્રનગરની પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :-

વડોદરાના ગુમ થયેલા જોશી પરિવારની મળી ભાળ, પોલીસે મોબાઈલ ફોનનો ડેટા કર્યો રિકવર

Vadodara’s missing Joshi family

  • આપણી આસપાસ ક્યારેક એવી ઘટના બને છે, જે આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે.

ડભોઇનો (Dabhoi) જોશી પરિવાર છેલ્લા 9 દિવસથી ગુમ થયો છે. 4 વ્યક્તિ ધરાવતો પરિવાર ગુમ થતા શોધખોળ હાથ ધરાઇ હતી. પરિવારના મોભી કહેવાતા રાહુલ જોશી (Rahul Joshi) હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં પત્ની નીતા, પુત્ર પાર્થ અને પુત્રી પરી મળીને 4 લોકો લાપતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાહુલ જોશીના ભાઇ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે પાડોશીઓની હાથ ધરી હતી પૂછપરછ :

સૌથી પહેલા પોલીસે વડોદરાના કાન્હા હાઈટસમાં તપાસ કરી હતી. જ્યાંથી પાડોશીઓની પૂછ-પરછમાં પોલીસને એ  જાણવા મળ્યું કે, ‘ગુમ થયેલા પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.’ આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી આવી હતી. એ ચિટ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.

ચિઠ્ઠીમાં લખેલા ચારેયની પોલીસ કરી રહી છે પૂછપરછ :

સાથે જ પરિવારના મૃત્યુ માટે આ ચાર લોકો જવાબદાર હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં જે ચાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. આમ હવે આ ચાર સભ્યનો પરિવાર કેમ ગુમ છે.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

ક્યાં ગયો છે તેમને ગુમ થવા પાછળ કેવી મજબૂરી હતી તે તમામ કારણો પોલીસ તપાસ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારના મોબાઈલ ફોનનો ડેટા પણ રિકવર કરવામાં આવ્યો છે.

ઈકોમાં બેસી અમદાવાદ તરફ જતા દેખાયા :

પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ડભોઈનો જોશી પરિવાર અમદાવાદ જતો જોવા મળ્યો, પરિવારના ચારેય સભ્યો ઈકો કારમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવો મળ્યો. હાલ પોલીસ ઈકો કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આ બે પાર્ટીઓ વચ્ચે નહીં થાય ગઠબંધન ! ભાજપ માટે રાહતના સમાચાર 

0

There will be no coalition between

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતના (South Gujarat) કોંગ્રેસના પ્રભારી બી એલ સંદીપ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલે (Indravijay Singh Gohile) સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું (Congress) ગઠબંધન નથી થાય. જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યું એ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી. એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું એમ કહીને એક નિવેદન આપ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદાના મોવી કહતે ખાતે આવી પહોંચી હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાજપ દ્વારા દેશમાં બેફામ મોંઘવારી વધારવામાં આવી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. દેશમાં બેરોજગારી પણ વધુ છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં આ પહેલી રાજકીય જાહેરસભા કરી કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.

સોનલ ગરબો શીરે…. *અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા
*

ત્યારે હાલ મોટી ચર્ચા જે હાલ ગુજરાતમાં ચાલી રહી છે કે BTP અને કોંગ્રેસ ગઠબંધન કર્યું છે. જે બાબતે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપને ઈન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નથી થાય.

તેઓએ જણાવ્યું હતું કે જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યું એ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું ? આ બાબતે કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડ સુધી રજુવાત કરી છે. જોકે આ બાબતે જે હાઈકમાન્ડ નિર્ણય લે ખરો.

પરંતુ નર્મદાના ડેડીયાપાડાના કોંગી કાર્યકરો દ્વારા આ બન્ને નેતાઓને ડેડીયાપાડામાં ગઠબંધન ન કરે બાકી કોંગ્રેmમાં આક્રોશ વધી શકે છે એવી રજુવાત કરતા આજે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ મોવી ખાતે સ્ટેજ પરજ કોંગ્રેસ પ્રભારીને ટકોર કરતા ચકચાર મચી હતી.

આ પણ વાંચો :-

હવે બજારમાં આવી ફળ અને આઇસ્ક્રીમની સેન્ડવિચ, જોતા જ આવી જાય મોઢામાં પાણી !

0

Now the fruit and ice cream sandwich

  • ખાવાના શોખીન સુરતમાં શાકભાજીની સેન્ડવિચમાં ઘણી વેરાયટી જોવા મળી રહે છે. પરંતુ સુરતમાં પેહલી વાર કાર્નિવલ ફૂડ ફેસ્ટિવલમાં મળી રહી છે .

 સુરતમાં આપણે અનેક પ્રકારની સેન્ડવીચ (Sandwich) ખાવા મળે છે. બોમ્બે સેન્ડવીચ, મટકા સેન્વીચ, ટોસ સેન્ડવીચ એવી અનેક પ્રકારની સેન્ડવીચ મળી રહે છે. પરંતુ હવે સુરતમાં એક નવા પ્રકારની જ સેન્ડવીચ જોવા મળી આ સેન્ડવીચ કોઈ શાકભાજીની નહિ પરંતુ ફળની સેન્ડવીચ (A fruit sandwich) અને કોઈ ચટણીની નહિ પરંતુ આઈસ્ક્રીમની સેન્ડવીચ (Ice cream sandwich) મળી રહી છે. આ ખાસ સેન્ડવીચ છે પાઈનેપલ આઈસ્ક્રીમ સેન્ડવીચ.અને આ સેન્ડવીચએ સુરતના કાર્નિવલ ફૂડ ફેસ્ટિવલમાં (Carnival Food Festival) ખાવા મળી રહી છે.

સુરતમાં ખાવાના શોખીન માટે ખાસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું છે.100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વાનગીનું વેચાણ કરવામાં આવે છેત્યારે કંઈક નવી વાનગી પણ  ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળે છે વખતે  ફૂડ સ્ટોલમાં આઈસ્ક્રીમ પાઈનેપલ સેન્ડવીચ પણ એક નવી વાનગી જોવા મળી હતી આઇસ્કીમ અને પાઈનેપલનું કોમ્બિનેશન કરીને  સેન્ડવીચ બનાવવામાં આવી હતી.

કુકીંગશોખને બનાવ્યું પ્રોફેશન :

કામરેજ તાલુકાના પારડી ગામના દેસાઈ ફરિયામાં રહેતા મીનાક્ષી ડેનિશગીરી ગોસ્વામી જેમને કુકીંગનો ઘણો કે શોખ છે જે ઘરે  રાજકોટના ઘૂઘરા ઘરે બનાવી વેચે છેઅને છેલ્લા ઘણા સમયથી તે ઘૂઘરા વેચે છેઅને તેમને તેના કુકિંગ શોખને તેને પોતાનું પ્રોફેશન બનાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં જોઈ શીખ્યા  રેસિપી :

મીનાક્ષી બેન ઓનલાઇન અનેક રેસિપી જોઈ ઘરે જાતે પણ બનાવે છેત્યારે તેમને સોશિયસલ મીડિયા પાર  આઈસ્ક્રીમની રેસિપી જોઈ હતી અને  રેસિપી જોઈ તેમને ઘરે પાઈનેપલ અને આઈસ્ક્રીમ લાવી તેની સેન્ડવીચ બનાવી હતી.અને  સેન્ડવીચ તેમના પરિવાર અને આસપાસના લોકોને ઘણી  પસંદ આવી હતી

 સેન્ડવીચ તેમને બે વર્ષ પેહલા તેમના ગામમાં  વેચાવની શરુ કરી હતીત્યારબાદ ધીરે ધીરે તેમને ફોન મારફતે પણ ઓર્ડર મળવાના શરુ થયા હતાઅને  વખતે પેહલી વાર તેમની સુરતના ફૂડ ફેસ્ટિવલમાં  સેન્ડવીચનો સ્ટોલ લગાવ્યો હતોઅને સુરતીલાલાને  સેન્ડવીચ પણ ઘણી પસંદ આવી હતી.

 સેન્ડવીચ બનાવવા માટે તાજા પાઈનેપલનો  ઉપયોગ કરવામાં આવે છેઅને વેનીલાનું સાદું આઈસ્ક્રીમ   સેન્ડવીચમાં વાપરવામાં આવે છે સેન્વીચમાં પાઈનેપલનો ફ્લેવર હોવાથી બીજા કોઈ પણ પ્રકારના આઈસ્ક્રીમનો ઉપયોગ કરવામાં આવતો નથીઅને  સેન્ડવીચ ફ્રેશ બનાવીને  ખાવી પડે છેજેથી કોઈ પણ વસ્તુ વાસી વાપરી શકાય નહિ.

આ પણ વાંચો :-

Tata એ લોન્ચ કરી દેશની સૌથી સસ્તી Electric Car, 300KM થી વધુની મળશે રેંજ

Tata has launched the country’s cheapest

  • ટાટા મોટર્સે Tata Tiago EV ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. પહેલાં 10,000 ગ્રાહકોએન તેના માટે તેને 8.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે. આ કિંમત્માઅં આ દેશની સૌથી ઇલેક્ટ્રિક કાર બની ગઇ છે. જે 300KM થી વધુ રેંજનો દાવો કરે છે.

ટાટા મોટર્સે (Tata Motors) Tata Tiago EV ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. પહેલાં 10,000 ગ્રાહકોએન તેના માટે તેને 8.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે. આ કિંમત આ દેશની સૌથી ઇલેક્ટ્રિક કાર (Electric car) બની ગઇ છે. જે 300KM થી વધુ રેંજનો દાવો કરે છે. આ લોન્ચ કર્યા બાદ હવે ઓટોમેકર પાસે એસયૂવી, સેડાન અને હેચબેક, ત્રણેય સેગમેંટમાં ઇલેક્ટ્રિક કાર (Electric car) મોડલ થઇ ગયા છે. જેથી ભારતીય વાહન બજારમાં (Indian vehicle market) ટાટાની સ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે.

તમામ વેરિએન્ટની કિંમત :

— Tata Tiago EV (XE વેરિએન્ટ, 19.2kWh બેટરી)- 8.49 લાખ રૂપિયા

— Tata Tiago EV (XT વેરિએન્ટ, 19.2kWh બેટરી)- 9.09 લાખ રૂપિયા

— Tata Tiago EV (XT વેરિએન્ટ, 24kWh બેટરી)- 9.99 લાખ રૂપિયા

— Tata Tiago EV (XZ+ વેરિએન્ટ, 24kWh બેટરી)- 10.79 લાખ રૂપિયા

— Tata Tiago EV (XZ+ ટેક લક્ઝરી વેરિએન્ટ, 24kWh બેટરી)- 11.29 લાખ રૂપિયા

Tata Tiago EV (XZ+ વેરિએન્ટ, 24kWh બેટરી)- 11.29 લાખ રૂપિયા

— Tata Tiago EV (XZ+ ટેક લક્ઝરી વેરિએન્ટ, 24kWh બેટરી)- 11.79 લાખ રૂપિયા

પાવરટ્રેનની વાત કરીએ તો ટાટા ટિગાયો ઇવીમાં બે બેટરી પેક- 24 kWh અને 19.2 kWh નો ઓપ્શન મળશે. 24 kWh બેટરી પેક 315 કિમીની રેંજ જ્યારે 19.2 kWh વાળી બેટરી પેક 250 કિમીની રેંજ આપશે. લોંગ રેંજ વર્જનની મોટર 55kW અથવા 74bhp પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરશે.

જ્યારે ઓછી રેંજવાળા વર્જનની મોટર 45kW અથવા 60bhp પાવર અને 105Nm ટોર્ક જનરેટ કરી શકે છે. ટાટાનો દાવો છે કે આ ફક્ત 5.7 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી શકે છે.

તો બીજી તરફ આ ઉપરાંત હેચબેકમાં ચાર ચાર્જિંગ વિકલ્પ આપવામાં આવ્યા છે. તેને 15A સોકેટ, 3.3 કિલોવોટ AC ચાર્જર, 7.2 કિલોવોટ AC હોમ ચાર્જર અને ડીસી ફાસ્ટ ચાર્જથી ચાર્જ કરવામાં આવી શકે છે. 7.2kW ના બેટરી પેક પર 8 વષ અને 1.6 લાખ કિલોમીટરની વેરન્ટી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 29 સપ્ટેમ્બર : આ રાશિના જાતકો માટે દિવસ શુભ, આ રાશિના જાતકોએ દરેક બાબતમાં સાચવવું જરુરી

Today’s Horoscope 29 September Gujarat Guardian

મેષ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું

વૃષભ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુન
આવકનું પ્રમાણ જળવાય. હોટેલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક
‌શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

‌સિંહ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ, સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું

તુલા
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ, પ્રતિષ્‍ઠા વધે. સાચુ ખોટી પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃ‌શ્ચિક
બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી, ખાંસીનો ઉપદ્રવ હેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થયમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતી થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબૂ રાખવો.

મકર
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતી થતી જણાય. આવક જળવાશે છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીન
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી, માથાના દુઃખાવા‌ની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળતે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-