Surendranagar Foreign liquor was
- સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ટેન્કરમાં દૂધની આડમાં લઈ જવાતાં દારૂના ટેન્કરને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા બાતમીના આધારે દુદાપુર ચોકડી (Dudapur Chowk) નજીક દૂધના ટેન્કરની (Milk tankers) આડમાંથી વિદેશી દારૂની (Foreign liquor) હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.
ટેન્કરમાંથી 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 7200 જેટલી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો (Branded bottles) જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્કરના ડ્રાઈવરની ધરપકડ કરી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
30,55,900 રૂપિયાની કિંમતની 7200 બોટલો જપ્ત :
સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે આજે વહેલી સવારે દુદાપુર ચોકડી નજીક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે દૂધના ટેન્કરની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દૂધની ટેન્કરમાંથી 7200 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે 30,55,900 રૂપિયા જેટલી થાય છે.
સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા
દારૂની હેરાફેરી મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્કરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના આ જથ્થાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યો છે. જેને કારણે પોલીસ સ્ટેશનનું ગ્રાઉન્ડ દારૂની બોટલોથી ભરાઈ ગયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલ :
ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલાં ધ્રાંગધ્રા હાઈવે ઉપર દારૂની હેરાફેરી કરતી ગાડીઓ પસાર થતી હોવાની વાત પ્રસરી હતી. આ વાત વાયુવેગે પ્રસરતા અલગ-અલગ ટીમો દ્વારા વોચ પણ ગોઠવવામાં આવતી હતી. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પકડી પાડવામાં આવતાં સુરેન્દ્રનગરની પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો :-