Vadodara’s missing Joshi family
- આપણી આસપાસ ક્યારેક એવી ઘટના બને છે, જે આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે.
ડભોઇનો (Dabhoi) જોશી પરિવાર છેલ્લા 9 દિવસથી ગુમ થયો છે. 4 વ્યક્તિ ધરાવતો પરિવાર ગુમ થતા શોધખોળ હાથ ધરાઇ હતી. પરિવારના મોભી કહેવાતા રાહુલ જોશી (Rahul Joshi) હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં પત્ની નીતા, પુત્ર પાર્થ અને પુત્રી પરી મળીને 4 લોકો લાપતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાહુલ જોશીના ભાઇ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે પાડોશીઓની હાથ ધરી હતી પૂછપરછ :
સૌથી પહેલા પોલીસે વડોદરાના કાન્હા હાઈટસમાં તપાસ કરી હતી. જ્યાંથી પાડોશીઓની પૂછ-પરછમાં પોલીસને એ જાણવા મળ્યું કે, ‘ગુમ થયેલા પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.’ આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી આવી હતી. એ ચિટ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.
ચિઠ્ઠીમાં લખેલા ચારેયની પોલીસ કરી રહી છે પૂછપરછ :
સાથે જ પરિવારના મૃત્યુ માટે આ ચાર લોકો જવાબદાર હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં જે ચાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. આમ હવે આ ચાર સભ્યનો પરિવાર કેમ ગુમ છે.
સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા
ક્યાં ગયો છે તેમને ગુમ થવા પાછળ કેવી મજબૂરી હતી તે તમામ કારણો પોલીસ તપાસ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારના મોબાઈલ ફોનનો ડેટા પણ રિકવર કરવામાં આવ્યો છે.
ઈકોમાં બેસી અમદાવાદ તરફ જતા દેખાયા :
પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ડભોઈનો જોશી પરિવાર અમદાવાદ જતો જોવા મળ્યો, પરિવારના ચારેય સભ્યો ઈકો કારમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવો મળ્યો. હાલ પોલીસ ઈકો કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :-