ગુજરાતમાં આ બે પાર્ટીઓ વચ્ચે નહીં થાય ગઠબંધન ! ભાજપ માટે રાહતના સમાચાર 

Share this story

There will be no coalition between

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતના (South Gujarat) કોંગ્રેસના પ્રભારી બી એલ સંદીપ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલે (Indravijay Singh Gohile) સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું (Congress) ગઠબંધન નથી થાય. જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યું એ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી. એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું એમ કહીને એક નિવેદન આપ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદાના મોવી કહતે ખાતે આવી પહોંચી હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાજપ દ્વારા દેશમાં બેફામ મોંઘવારી વધારવામાં આવી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. દેશમાં બેરોજગારી પણ વધુ છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં આ પહેલી રાજકીય જાહેરસભા કરી કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.

સોનલ ગરબો શીરે…. *અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા
*

ત્યારે હાલ મોટી ચર્ચા જે હાલ ગુજરાતમાં ચાલી રહી છે કે BTP અને કોંગ્રેસ ગઠબંધન કર્યું છે. જે બાબતે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપને ઈન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નથી થાય.

તેઓએ જણાવ્યું હતું કે જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યું એ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું ? આ બાબતે કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડ સુધી રજુવાત કરી છે. જોકે આ બાબતે જે હાઈકમાન્ડ નિર્ણય લે ખરો.

પરંતુ નર્મદાના ડેડીયાપાડાના કોંગી કાર્યકરો દ્વારા આ બન્ને નેતાઓને ડેડીયાપાડામાં ગઠબંધન ન કરે બાકી કોંગ્રેmમાં આક્રોશ વધી શકે છે એવી રજુવાત કરતા આજે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ મોવી ખાતે સ્ટેજ પરજ કોંગ્રેસ પ્રભારીને ટકોર કરતા ચકચાર મચી હતી.

આ પણ વાંચો :-