Anand Part of under-construction bridge
- આણંદ લોટેશ્વર મહાદેવથી બોરસદ ચોકડી રેલ્વે ક્રોસિંગ ઉપર બનતા દાંડી યાત્રા માર્ગ પરનાં ફ્લાય ઓવર બ્રિજનાં પાયામાં આવેલા પાણીની પાઇપ લાઈન લીક થવાથી આ ધટના સર્જાઈ હતી.
જિલ્લાના મુખ્ય શહેર આણંદની બોરસદ ચોકડીએ (Borsad Chowk) દાંડી યાત્રા માર્ગ પર એક નવા બ્રિજનું નિર્માણ (Construction of a bridge) થઇ રહ્યું છે. આ બ્રિજના નિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે. ત્યારે આ બ્રિજના નીચે પાયામાંથી આણંદ શહેરને (Anand) પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું હતું.
જેને કારણે બ્રિજમાં આવેલા બ્લોકમાંથી પાણી પસાર થવા લાગ્યું હતુ. ત્યારબાદ બ્લોકનો એક ભાગ પણ ધરાશાઈ થયો હતો. જો કે આ બ્રિજ નિર્માણના કાર્યમાં જવાબદારી અદા કરતા કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી અને આણંદ પાલિકાનો બચાવ કરતા નજરે પડ્યા હતા.
આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો
આણંદ પાલિકાનાં ચીફ ઓફિસર એસ. કે. ગરવાલે જણાવ્યું કે બ્રિજ નિર્માણ કાર્ય શરૂ કરતાં પહેલાં કોન્ટ્રાકટરે આણંદ પાલિકા પાસેથી પાઇપ લાઈન ખસેડવા જાણ કરી નથી. આ પાઇપ લાઈન ખસેડવાનો ખર્ચ કોન્ટ્રાકટરે ભોગવવાનો હોય છે. સામે પક્ષે કોન્ટ્રાકટરે જણાવ્યું કે અમારા મંજૂર થયેલા ટેન્ડરમાં આવા કોઇ ખર્ચ અયોજનની જોગવાઇ નથી.
જો કે આ બ્રિજ નિર્માણના કાર્યમાં જવાબદારી અદા કરતા કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી અને આણંદ પાલિકાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. આણંદ લોટેશ્વર મહાદેવથી બોરસદ ચોકડી રેલ્વે ક્રોસિંગ ઉપર બનતા દાંડી યાત્રા માર્ગ પરનાં ફ્લાય ઓવર બ્રિજનાં પાયામાં આવેલા પાણીની પાઇપ લાઈન લીક થવાથી આ ધટના સર્જાઈ હતી.
આ પણ વાંચો :-