ચૂંટણી પહેલાં ગુજરાતમાં અહીં ભાજપ સાથે દાવ થઈ ગયો, નગરપાલિકા હાથમાંથી ગઈ

Share this story

Before the election, here in Gujarat

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યની બોરસદ નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો. બોરસદ નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી દીધી.

ભાજપના 14 સભ્યોએ ક્રોસ વોટિંગ (Cross voting) કરતા બોરસદ નગરપાલિકામાં (Borsad Municipality) ભાજપે સત્તા ગુમાવી દીધી. મહત્વનું છે કે બોરસદ પાલિકામાં ભાજપ પાસે 20 સભ્યો હતા. જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું. આથી વ્હીપના અનાદરને (Disrespect of the whip) લઈ શિસ્ત ભંગના પગલા લેવાયા. જેમાં ભાજપના 14 સભ્યોને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. નોંધનીય છે કે અપક્ષ અને કોંગ્રેસના 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત (motion of no confidence) કરી હતી.

અપક્ષ તેમજ કોંગ્રેસના 16 સભ્યો દ્વારા મૂકાઇ હતી અવિશ્વાસની દરખાસ્ત :

ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસે 16 અન્ય સભ્યોને સાથે રાખીને પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો હતો.

જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું :

મહત્વનું છે કે બોરસદ પાલિકામાં ભાજપના 20 સભ્યો અને અપક્ષના 9 તેમજ કોંગ્રેસના 6 સભ્યો હતા. જ્યારે AAPનો પણ એક સભ્ય જીત્યો હતો. ત્યાર બાદ બોરસદ પાલિકામાં અત્યાર સુધી ભાજપ શાસનની ધુરા સંભાળી રહ્યું હતું. પરંતુ જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું.

આથી વ્હીપના અનાદરના કારણે શિસ્તભંગના પગલા લઇને ભાજપના 14 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે તમને જણાવી દઇએ કે ભાજપના જ 12 સભ્યોની મિલીભગતથી દરખાસ્ત લવાયાની ચર્ચા અગાઉ વહેતી થઇ હતી.

આ પણ વાંચો :-