Jio Phone 5Gને લઇને મોટી અપડેટ, લીક થઇ કિંમત, જાણો ક્યારે થશે લોન્ચ

Share this story

Big update about Jio Phone 5G

  • જિયો 5G સર્વિસ આગામી મહિને લાઈવ થવાની છે. ટૂંક સમયમા કંપની ડેટા પ્રાઈસ, પ્લાન્સ અને બીજી ડિટેઈલ્સ શેર કરી શકે છે. બીજી તરફ કંપનીના 5G ફોનને લઇને નવી જાણકારી સામે આવી છે. લેટેસ્ટ ડિટેઈલ્સ ફોનની કિંમત સાથે જોડાયેલી છે.

રિપોર્ટસ મુજબ બ્રાન્ડ દમદાર ફીચર્સવાળો એક સસ્તો ફોન લોન્ચ કરી શકે છે. Jio 5G સર્વિસને લોન્ચ થવામાં હવે વધુ સમય થયો નથી. શરૂઆતમાં કંપની દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) જેવા મેટ્રો શહેરમાં પોતાની સર્વિસ પ્રોવાઈડ કરશે. જેનો આખા દેશમાં વિસ્તાર થશે. આ વાત કંપનીએ પોતાની AGM 2022માં જણાવી હતી. એજીએમમાં રિલાયન્સ જિયોએ (Reliance Jio) તેના 5G ફોનને લઇને પણ જાણકારી આપી હતી. હવે બ્રાન્ડના સસ્તા 5G ફોનને લઇને નવી જાણકારી સામે આવી છે.

Jio Phone 5Gની કિંમત 12 હજાર રૂપિયાથી ઓછી

રિપોર્ટસ મુજબ Jio Phone 5Gની કિંમત 12 હજાર રૂપિયાથી ઓછી થશે. જો આ બ્રાન્ડ આ કિંમત પર ફોન લઇને આવે છે તો આ સૌથી સસ્તા 5G સ્માર્ટ ફોનમાંથી એક હશે. આમ તો હવે આ બજેટમાં 5G સ્માર્ટ ફોન આવવા લાગ્યા છે, તો જિયોએ કઈક અલગ કરવુ પડશે. બ્રાન્ડના લેટેસ્ટ ફોન Jio Phone Nextને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો નથી.

કેટલા રૂપિયે હોઇ શકે છે કિંમત ?

એવામાં કંપની 5G ફોનને લઇને નિશ્ચિત રીતે કોઈ અલગ માર્કેટીંગ વ્યૂહરચના અપનાવશે. સ્માર્ટ ફોનની કિંમત સાથે જોડાયેલી લેટેસ્ટ વિગતો કાઉન્ટર પોઈન્ટે એક રિપોર્ટમાં શેર કરી હતી. જો કે રિપોર્ટને હવે કંપનીએ તેની વેબસાઈટ પરથી રિમૂવ કરી દીધો છે.

એક અખબારના રિપોર્ટ પરથી જાણકારી આપવામાં આવી હતી કે હેન્ડસેટ 8 હજાર રૂપિયાથી 12 હજાર રૂપિયા સુધીની કિંમત પર આવી શકે છે. રિપોર્ટ મુજબ 2024 સુધી જિયો એક સસ્તો 5G mm Wave + sub-6GHz સ્માર્ટફોન લોન્ચ કરી શકશે.

આ પણ વાંચો :-