કોમેડિયન શ્યામ રંગીલા વારાણસીથી પીએમ મોદી સામે લડશે ચૂંટણી

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નકલ કરીને લાઇમલાઇટમાં આવેલા કોમેડિયન શ્યામ રંગીલાએ મોટી જાહેરાત કરી છે. શ્યામ રંગીલા હવે રાજકારણમાં આવવા જઈ રહ્યા છે. શ્યામ રંગીલાએ જાહેરાત કરી છે કે તેઓ વારાણસી લોકસભા સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે.

કોમેડિયન શ્યામ રંગીલા લોકસભા ચૂંટણી ૨૦૨૪માં વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડીને પોતાની ચૂંટણી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રાજસ્થાનના ૨૯ વર્ષીય હાસ્ય કલાકારે જાહેરાત કરી કે તે વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે. શ્યામ રંગીલા પીએમ મોદીના અવાજ અને તેમની સ્ટાઈલમાં બોલવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. વારાણસીથી બે વખત સાંસદ રહી ચૂકેલા પીએમ મોદી ત્રીજી વખત સંસદીય સીટ જીતવા માંગે છે.

જ્યારે શ્યામ રંગીલાને રાજકારણમાં એન્ટ્રી લેવાનું કારણ પૂછવામાં આવ્યું તો એણે કહ્યું કે એ લોકશાહીને જીવંત રાખવા માંગે છે. આજકાલ કોણ ઉમેદવારીપત્રક પાછું ખેંચશે તે ખબર નથી, પરંતુ પરંતુ તેઓ મેદાનમાં અડગ રહેશે અને જનતાને સંદેશ આપશે કે ચૂંટણી થશે અને લોકો તેમને મત આપી શકે. જો કે આ આખી વાત શ્યામ રંગીલાની કોમેડિનો એક ભાગ છે કે પછી ખરેખર હકીકત છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. શ્યામે કહ્યું કે, લગભગ બે વર્ષ પહેલા તે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. ત્યાર પછી તેણે રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૨માં રંગીલાએ રાજસ્થાનમાં AAP પાર્ટી જોઈન્ટ કરી હતી.

શ્યામ રંગીલાએ વધુમાં જણાવ્યું કે, ૨૦૧૬-૧૭ સુધી તેઓ PM નરેન્દ્ર મોદીના પરમ ભક્ત હતા. ત્યારપછી તેણે PMની તરફેણમાં ઘણા વીડિયો શેર કર્યા હતા. રાહુલ ગાંધી અને CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે પછી તેના પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. રંગીલાએ આરોપ લગાવ્યો હતો કે, તેને જે કામ સૌથી વધુ ગમતું હતું, તે કરતા તેને રોકવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘મને TV શોની ઓફર આવતી હતી. પરંતુ જ્યારે હું ત્યાં પહોંચતો હતો, તો મારી સ્ક્રિપ્ટને મંજૂરી મળતી ન હતી અને મને શોમાંથી હટાવી દેવામાં આવતો હતો.

આ પણ વાંચો :-