કોંગ્રેસ સીટ પર અમેઠી-રાયબરેલીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ

Share this story

દેશમાં લોકસભા ચુંટણીને લઇને પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવા સમયે કોંગ્રેસ અમેઠી-રાયબરેલીમાં ઉમેદવારના નામની જાહેરાતને લઇને મૂંઝવણમાં છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને સ્પષ્ટ કહ્યું છે કે જો ગાંધી પરિવારમાંથી અમેઠી-રાયબરેલી કોઇ નહિ લડે તો ઉત્તર ભારતમાં ખોટો સંદેશ જશે. કોંગ્રેસ હાઈકમાન્ડની બુધવારે મળેલી મહત્વની બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય અમેઠી અને રાયબરેલીમાં પણ અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી.

આજે અમેઠી અને રાયબરેલીમાં નોમિનેશનનો છેલ્લો દિવસ છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી અહીંથી તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. એવી અટકળો છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્ય કેએલ શર્માના જણાવ્યા અનુસાર બુધવારે પણ રાયબરેલી અને અમેઠીમાં બેઠકો યોજાઈ હતી. તમામને આશા છે કે આ બેઠકો પરથી માત્ર ગાંધી પરિવાર જ ચૂંટણી લડશે.

પ્રમોદ કુમાર હેમરામ બાદલ હેમબ્રામની જગ્યાએ બારીપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ અજય સામલને બરચાના વિધાનસભા સીટ પરથી અને ફકીર સામલ પલ્હારા સીટ પરથી ચૂંટણી લડશે. ધારાસભ્ય મોહમ્મદ મુકિમને બારાબતી-કટક મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે પ્રતિમા મલિક જગતસિંહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ ખંડપારા વિધાનસભા મતવિસ્તારમાંથી મનોજ કુમાર પ્રધાનને હટાવીને બૈજયંતિમાલા મોહંતીને બેઠક પરથી ઉતાર્યા. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીએ બે દાયકા સુધી રાયબરેલી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે પ્રિયંકા ગાઁધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

રાહુલ ગાંધીએ ૨૦૦૪થી સતત ત્રણ વખત અમેઠી બેઠક જીતી છે, પરંતુ ૨૦૧૯માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. સાથે જ રાયબરેલી લોકસભા સીટ પર હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ વીઆઈપી જિલ્લાની બેઠક કોંગ્રેસ પાર્ટીએ ૧૭ વખત જીતી છે, જેમાંથી કોંગ્રેસ (આઈ) બે વખત જીતી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા, પરંતુ આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં પહોંચ્યા છે. સોનિયા ગાંધી સતત પાંચ વખત રાયબરેલીથી ચૂંટણી જીત્યા છે.

આ પણ વાંચો :-