ભૂલથી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યા પછી ચલણ કપાયું છે કે નહીં ? આ રીતે કરો ચેક

Share this story

Has the challan been deducted after

  • વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલાણ કપાઈ શકે છે.

આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવનાર (Driver) લોકોની સંખ્યામાં અઢળક વધારો થયો છે અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી વધી છે. કોઈ જગ્યા પર જલ્દી પહોચવાને કારણે લોકો જલ્દી વાહન ચલાવે છે પણ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરવું જરૂરી છે.

જો નિયમોનું ઉલ્લંઘન કરીએ તો ચલણ કપાઈ શકે છે. પણ ઘણી વખત એવું બને છે ઘણા લોકો ઈરાદાપૂર્વક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નથી કરતાં પણ ઉતાવળે ભૂલથી ઉલ્લંઘન કરી દે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કેટલીકવાર લોકો ભૂલથી જ રેડ લાઇટને પાર કરી જાય છે અને એ પછી ધ્યાન પડે છે કે સિગ્નલની લાઇટ રેડ હતી અને ગ્રીન નહીં.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

આવી ભૂલથી થયેલ ભૂલની સ્થિતિમાં જો તમે એ જાણવા માંગતા હોય કે તમારું ચલણ કપાયું છે કે નહીં તો તે માટે એક સરળ રસ્તો છે. તમે એ ભૂલના થોડા સમય પછી અથવા બીજા દિવસે ઓનલાઈન તપાસ કરી શકો છો કે તમારું ચલણ કપાયું છે કે નહીં.

આ રીતે જાણો તમારું ચલણ કપાયું છે કે નહીં

-એ માટે પહેલા https://echallan.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
– ચેક ચલણ સ્ટેટસ પર ક્લિક કરો.
– એ પછી ત્યાં ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબરનો ઓપ્શન મળશે.
– વાહન નંબરનો વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો ભરો.
– ચેસીસ નંબર અથવા એન્જિન નંબર પણ નાખવો પડશે.
– આ બધી પ્રોસેસ પછી  ‘Get Detail’ પર ક્લિક કરો.

ચલણ કપાયું છે તો આ રીતે ઓનલાઈન ભરો  :

– પહેલા ઉપર બતાવેલ પ્રોસેસ ફોલો કરો
– ચલણ કપાયું છે તો એ ઓપ્શન પર ક્લિક કરો
– જેમાંથી ચુકવણી કરવાની છે એ કાર્ડની ડિટેલ ભરો
– કાર્ડથી જોડાયેલ નંબર પર ઓટીપી આવશે અને એ પછી પેમેન્ટ કન્ફર્મ કરો
– તમારું ચલણ ભરાઈ જશે.

આ પણ વાંચો :-