ગૃહમંત્રી શાહે ગુજરાતની બાજી સંભાળી ! PM મોદીનો પ્રવાસ પૂરો થતાં જ ઘડાશે માસ્ટર પ્લાન

Share this story

Home Minister Shah took charge of Gujarat

  • મંગળવારે કમલમમાં બંધ બારણે બેઠક યોજાયા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠક કરશે.

જેમ-જેમ ચૂંટણી (Election) નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના (Central leader of BJP) ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ (Tour of Gujarat) ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

સોનલ ગરબો શીરે…. અંબે માં….ગુજરાતીઓને ફક્ત મોકો મળવો જોઈએ, ચાલુ ટ્રેનમાં ગરબા

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી બાજુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

1 ઓક્ટોબરે અમિત શાહ ફરી કરશે બેઠક :

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. આપને જણાવી દઈએ કે, તેમણે આ પહેલા મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી.

કમલમમાં યોજી હતી બેઠક :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.

આ પણ વાંચો :-