7 ઓક્ટોબરે ફરી ક્રિકેટનાં મેદાન પર ટકરાશે ભારત – પાકિસ્તાન, જાણી લો મેચને લગતી તમામ માહિતી

Share this story

India – Pakistan will meet again

  • મહિલા એશિયા કપ 2022 હેઠળ 7 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.

યજમાન બાંગ્લાદેશ (Bangladesh) મહિલા એશિયા કપ 2022ની શરૂઆત 1 ઓક્ટોબરનાં રોજ થાઈલેન્ડ (Thailand) સામે કરશે. ભારત પણ તે જ  દિવસે શ્રીલંકા સામે રમશે. જ્યારે તેનો સામનો 7 ઓક્ટોબરનાં રોજ કટ્ટર પ્રતિસ્પર્ધી દેશ પાકિસ્તાન (Pakistan) સાથે થશે. મહિલા એશિયા કપની આ આઠમી સીઝન છે. પહેલો મહિલા એશિયા કપ 2004માં શ્રીલંકાનાં કોલંબો (Colombo) અને કેંડીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. 2018 સુધીમાં ટુર્નામેન્ટ નિયમિત રૂપથી રમવામાં આવી હતી પણ કોવિડ-19ને કારણે 2020 અને 2021માં તેને સ્થગિત કરવામાં આવી હતી. હવે 2022માં ટુર્નામેન્ટની (tournament) નવી સીઝન રમવામાં આવશે.

આ ટુર્નામેન્ટનાં રાઉન્ડ રોબીન ફોર્મેટમાં સાત ટીમો છે. બધી ટીમો 6-6 મેચ રમશે. ત્યાર બાદ ચાર ટોપ ટીમો સેમીફાઈનલ માટે ક્વોલીફાય થશે. ચાર ટીમો વચ્ચે બે સેમીફાઈનલ રમવામાં આવશે અને પછી 15 ઓક્ટોબરનાં રોજ ફાઈનલ મુકાબલો થશે.

મહિલા એશિયા કપ 2012થી ટી20 ફોર્મેટમાં રમવામાં આવે છે. આ પહેલા વન ડે ફોર્મેટમાં આ ટુર્નામેન્ટ રમાતી હતી. 2012માં આઠ ટીમોને બે ગ્રુપ અને સેમીફાઈનલમાં વિભાજીત કરવામાં આવી હતી પણ ગત બે સીઝનમાં ઓછી ટીમો હતી.આવામાં બે ટોપ ટીમો વચ્ચે ફાઈનલની જંગ થઇ હતી.

15 ઓક્ટોબરના રોજ રમવામાં આવશે ફાઈનલ  :

મહિલા એશિયા કપ 2022નો પહેલો સેમીફાઈનલ મુકાબલો સીલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં સવારે 9:00 વાગ્યે થશે. બીજો સેમીફાઈનલ મુકાબલો પણ 13 ઓક્ટોબરના રોજ આ જ મેદાન પર રમાશે પણ સમય બપોરે 1:00 નો રહેશે.

ટેલીકાસ્ટ અને સ્ટ્રીમીંગ : 

મહિલા એશિયા કપ 2022ની બધી મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. ટુર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમીંગ Disney+ Hotstar એપ અને વેબસાઇટ પર થશે.

આ પણ વાંચો :-