Home Blog Page 1249

7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો ? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના

Thinking of buying a 7 Seater Car

  • જો તમે પણ 7 સીટર કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો. તો તમારે આ કાર વિશે એક વાર જરૂરથી જાણી લેવું જોઈએ. આ યાદીમાં અમે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાતી 7 સીટર MPV કાર વિશેની માહિતી છે.

ભારતીય બજારમાં (Indian market) SUVને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.સાથે જ મલ્ટી-પર્પઝ વ્હીકલ (એમપીવી) પણ ખૂબ લોકપ્રિય છે. MPV કારને પસંદ કરવાનું એક કારણ એ હોઈ શકે છે કે તેમાં 5 થી વધુ લોકો બેસી શકે છે. તેમને સામાન્ય રીતે બજારમાં 7 સીટર કાર પણ કહેવામાં આવે છે. જો તમે પણ માર્કેટમાં 7 સીટર MPV ખરીદવાનું વિચારી રહ્યા છો.

1. મારુતિ સુઝુકી અર્ટિગા :

Maruti Suzuki Ertiga ભારતમાં ગયા મહિને સૌથી વધુ વેચાતી MPV રહી છે. ઓક્ટોબર 2022 માં આ વાહનના 10,494 એકમોનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 12,923 એકમોનું વેચાણ થયું હતું. મતલબ કે વાર્ષિક ધોરણે Ertigaના વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ કારમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ છે. તેમાં સીએનજીનો વિકલ્પ પણ છે. તે CNG પર 25kmથી વધુની માઈલેજ આપે છે.

2. મારુતિ સુઝુકી Eeco :

મારુતિ સુઝુકી Eeco આ યાદીમાં બીજા નંબરે છે. ઓક્ટોબર 2022 માં આ વાહનના 8,861 એકમોનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષે સમાન મહિનામાં 10,320 એકમોનું વેચાણ થયું હતું. આ કારની કિંમત 4.63 લાખ રૂપિયાથી 5.94 લાખ રૂપિયા સુધીની છે.

3. મહિન્દ્રા બોલેરો :

મારુતિ સુઝુકી Eeco આ યાદીમાં બીજા નંબરે છે. ઓક્ટોબર 2022 માં આ વાહનના 8,772 એકમોનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે સમાન મહિનામાં 6.375 એકમોનું વેચાણ થયું હતું. આ કારની કિંમત 9.53 લાખ રૂપિયાથી લઈને 10.48 લાખ રૂપિયા સુધીની છે.

આ પણ વાંચો :-

રેલવે કર્મચારીઓ આનંદો ! દર મહિને ચાર હજાર સુધીનો ફાયદો થાય તેવો નિર્ણય લીધો મોદી સરકારે

0

Railway employees rejoice

  • રેલવેના લગભગ 80,000 કર્મચારીઓને લાભ મળે એવો એક નિર્ણય મોદી સરકારે લીધો છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnave) રેલવે કર્મચારીઓ માટે આજે ઘણા સારા સમાચાર આપ્યા છે. રેલવેના સુપરવાઇઝર (Supervisor of Railways) ગ્રેડ એટલે કે ગ્રેડ 7 હેઠળ આવતા રેલવેના 80 હજાર કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવેમાં એંસી હજારનો કેડર છે, જે રેલવેની કરોડરજ્જુ છે. તેમાં સ્થિરતાની સમસ્યા હતી. એટલે કે તેમને બઢતી મળતી નહોતી પરંતુ હવે તેમની બઢતીનો મુદ્દો ઉકેલ દેવાયો છે અને તેઓ હવે સુપરવાઇઝર તરીકે પ્રમોટ (Promoted to Supervisor) થઈ શકશે.

લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે :

રેલવે મંત્રીએ કહ્યું કે હવે લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે અને કેટલાક લોકો લેવલ 9 સુધી પણ પહોંચી શકશે. એટલે કે તેઓ ગ્રુપ એ અધિકારીઓની સમકક્ષ પહોંચી શકશે. તેનાથી રેલવે પરિવારમાં મોટી ખુશી આવશે. અગાઉ રેલવે કર્મચારીઓની અંદર પ્રમોશનના અભાવે ભારે હતાશા જોવા મળી હતી. તેની અસર કામ પર પણ પડી હતી.

કર્મચારીઓનું શું ફાયદો મળશે  :

રેલવે મંત્રીએ કહ્યું કે સુપરવાઇઝર્સ ગ્રેડ લેવલ 6માં આવે છે. જેમાં સ્ટેશન માસ્ટર, જુનિયર એન્જિનિયર્સ, પાથ-વે ઇન્સ્પેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. આ ડેપ્યુટી ડિરેક્ટરની નીચેની પોસ્ટ્સ છે. આ નવા નિર્ણયથી દરેક કર્મચારીને દર મહિને અઢીથી ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે. કેટલાક ખર્ચા ઓછા થયા છે.

તેના બદલે આ લાભ આપવામાં આવશે. આનાથી રેલવે પર કોઈ આર્થિક બોજ નહીં પડે. આમાં કોઈ પાત્રતા વગેરેની તપાસ કરવાની નથી, પરંતુ તમામ એંસી હજાર કર્મચારીઓને તેનો લાભ મળશે. એટલે કે દરેક માટે સારા સમાચાર છે. આ એક ખૂબ જ મોટું નૈતિક બૂસ્ટર છે. આજે તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

વાસ્તુ અનુસાર બાથરૂમ બનાવતી વખતે આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન, નહીં તો ધન-સ્વાસ્થ્યને થશે મોટુ નુકસાન

Pay special attention to these things while making

  • વાસ્તુશાસ્ત્રમાં ઘરના બાથરૂમ માટે વાસ્તુના કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં ઘરમાં સમૃદ્ધિ આવે છે. જાણો આ વાસ્તુ નિયમો વિશે.

વાસ્તુશાસ્ત્રમાં (Vastu Shastra) ઘરના દરેક ખૂણા માટે ચોક્કસ દિશા આપવામાં આવી છે. કોઈપણ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બાથરૂમ છે. જો બાથરૂમ (Bathroom) ખોટી દિશામાં હોય અથવા વાસ્તુ અનુસાર તેમાં કંઈ ન રાખવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ થાય છે.

બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જેની અસર ઘરના સભ્યો પર પડે છે. ચાલો જાણીએ બાથરૂમ-ટોયલેટ (Bathroom-toilet) સંબંધિત વાસ્તુશાસ્ત્રના ખાસ નિયમો વિશે. જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

બાથરૂમ સાથે સંબંધિત વાસ્તુ નિયમો :

  • વાસ્તુ અનુસાર રસોડાની સામે કે બાજુમાં બાથરૂમ ન હોવું જોઈએ. બાથરૂમમાં ટોયલેટ સીટ હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ.
  • બાથરૂમ ક્યારેય દક્ષિણ, દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો આ દિશામાં પહેલાથી જ બાથરૂમ બનેલું હોય તો તેની પાસે કાળી વસ્તુ રાખો, તે તેની નકારાત્મક અસરોને શૂન્ય કરી દે છે.
  • દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. તેથી આ દિશામાં બાથટબ અથવા શાવર લગાવવાનું ટાળો. બાથરૂમમાં હંમેશા હળવા રંગનો પેઇન્ટ કરાવો. બ્રાઉન અને વ્હાઈટ કલર બાથરૂમ માટે સારા માનવામાં આવે છે.
  • બાથરૂમમાં વાદળી રંગનું ટબ અથવા ડોલ રાખવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. બાથરૂમમાં કાળા અને લાલ રંગની ડોલ કે ટબનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • બાથરૂમમાં અરીસો એવી રીતે મૂકવો જોઈએ કે તેનાથી ટોયલેટ સીટ દેખાઈ ન શકે. તેમજ બાથરૂમની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
  • વાસ્તુ અનુસાર બાથરૂમના નળમાં પાણી લીક ન થવું જોઈએ. કહેવાય છે કે નળમાંથી પાણી ટપકવાથી આર્થિક નુકસાન થાય છે.
  • બાથરૂમના દરવાજા ઉત્તર કે પૂર્વ દિશામાં હોવા જોઈએ. આ સિવાય બાથરૂમમાં લોખંડની જગ્યાએ લાકડાના દરવાજા લગાવો. સાથે જ અહીંના દરવાજા પર દેવી-દેવતાઓની તસવીરો ન લગાવો. બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ.
  • વેન્ટિલેશન માટે દરેક બાથરૂમમાં બારી હોવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. ધ્યાન રાખો કે બારી પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ તરફ ખુલ્લતી હોવી જોઈએ.

આ પણ વાંચો :-

17 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ 8 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા – ધંધામાં થશે પ્રગતી

17 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ,શોખ, આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્ર ફળ કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વાભવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ
‌આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં વધારો થતો જણાય. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ
દિવસ દરમિયાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ

વૃશ્ચિકઃ
નાના ભાઇ-બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતી રહે મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ
માનસિક શાંતી, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થય સારૂં રહેતું જણાય.

કુંભઃ
‌આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતીથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ
નાના ભાઇ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત જળવાય. વિદ્યાર્થી‌ મિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

 

 

IPL 2023 Retention : ચેન્નઈ સુપર કિંગ્સે બ્રાવો સહિત 8 ખેલાડીઓને છૂટા કર્યાં, જાણો બાકીની ટીમની સ્થિતિ

0

IPL 2023 Retention: Chennai Super Kings release

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નાં ઓક્શન પહેલાં તમામ ટીમો દ્વારા રીટેન ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નઇ સુપરકિંગ્સ સહિત 10 ટીમો દ્વારા આ મુદે નિર્ણય લેવાઇ ગયો છે.

ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) બાદ હવે ફેન્સ માટે નવો એક ક્રિકેટ વિષય આવ્યો છે તે છે IPL. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નાં (Indian Premier League 2023) ઓક્શન પહેલાં જ રિટેન્શન લિસ્ટ બહાર પાડવામાં આવી છે. તમામ 10 ટીમોએ પોતાની લિસ્ટ ફાઇનલ કરી છએ અને બીસીસીઆઇએ તેની જાણકારી આપી છે. રિટેન્શન બાદ ઓક્શનમાં (Auction) જનાર પ્લેયર્સના ચહેરા પણ સામે આવી ગયાં છે. આ વખતે ઓક્શન ડિસેમ્બરનાં અંતમાં થઇ શકે છે.

આ ટીમોમાંથી રિટેન થયાં પ્લેયર્સ :

DC :

દિલ્હી કેપિટલ્સનાં શાર્દુલ ઠાકુર, સિમ સિફર્ટ, અશ્વિન હેબ્બાર, શ્રીકર ભરત, મંદીપ સિંહને રિલીઝ કરાયુ છે. જ્યારે અમન ખાનની ટીમને કોલકત્તાથી લેવામાં આવ્યું છે. દિલ્હી પાસે 19.45 કરોડ રૂપિયા બચ્યાં છે.

LSG :

લખનૌ સુપર જાયન્ટ્સનાં એન્ડ્ર્યુ ટાઇ, અંકિત રાજપૂત, દુષ્મંતા ચમીરા, ઈવિન લુઇસ, જેસન હોલ્ડર, મનીષ પાંડે અને શહબાઝ નદીમને રિલીઝ કરવામાં આવેલ છે. હવે ટીમ પાસે 23.35 કરોડ છે.

PK :

પંજાબ કિંગ્સનાં મયંક અગ્રવાલ, ઓડિએન, વૈભવ અરોડા, બેન હોવેલ, ઇશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, રૂતિક ચટર્જીને રિલીઝ કરવામાં આવ્યો છે. ટીમ પાસે 32.2 કરોડ રૂપિયા બચ્યાં છે.

KKR :

કોલકત્તા નાઇટ રાઇડર્સનાં, પેટ કેમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મહોમ્મજ નબી, ચમિકા કરૂણારત્ન, એરોન ફિંચ, અભિજીત તોમર, અજિક્ય રાહણે, અશોક શર્મા, બાબા ઇન્દ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસીખ સલામ, શેલ્ડન જેક્સનને રિલીઝ કરવામાં આવ્યાં છે. હવે કોલકત્તા પાસે 7.05 કરોડ રૂપિયા બાકી છે.

CSK
ચેન્નઇ સુપરકિંગ્સે ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડનને રિલીઝ કર્યાં. જ્યારે રોબિન ઉથપ્પા પહેલે જ રિટાયર થયાં છે. ચેન્નઇ પાસે હાલમાં 20.45 કરોડ રૂપિયા બચ્યાં છે. સ્ક્વોડની કમાન ધોનીના હાથમાં સુરક્ષિત છે.

SH :

હૈદ્રાબાદનાં કેપ્ટન થયા બહાર  :

સનરાઇઝર્સ હૈદ્રાબાદનાં કેન વિલિયમસન્સ, નિકોલસ પૂરનસ જગદીશ સુચિથ, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, શોન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદને રિલીઝ કરાયા છે. હૈદ્રાબાદનું બજેટ હવે 42.25 કરોડ રૂપિયા છે.

MI :

મુંબઈ ઈન્ડિયન્સનાં કુલ 13 ખેલાડીઓ રિલીઝ થયાં છે જેમાં કિરોન પોલાર્ડનું રિટાર્યનમેન્ટ સમાવિષ્ટ છે. આ રિલીઝની સાથે જ મુંબઇ ઇન્ડિન્સની પાસે 20.55 કરોડ રૂપિયા બાકી રહે છે. તેમના સ્ક્વોડમાં 2 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. મુંબઇએ કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંહ, આર્યન જુયાલ, બસિલ થામ્પી, ડેનિઅલ સેમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનાદકટ, મયંક માર્કેડય, મુરૂગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રિલે મેરેડિથ, સંજય યાદવસ ટાઇમિલ મિલ્સને રિલીઝ કરાયું છે.

2 કેપ્ટનની છૂટ્ટી :

પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલને રિલીઝ કરાયું છે. સનરાઇઝર્સ હૈદ્રાબાદનાં કેન વિલિયમસનને પણ રિલીઝ કરાયું છે.

આ પણ વાંચો :-

મોરબી દુર્ઘટનામાં મૃતકના પરિજનોને નોકરી-રૂ.1 કરોડ આપે સરકાર : કોંગ્રેસે મૂકી કુલ ત્રણ માંગણીઓ

0

Govt to give job-Rs 1 crore to the family of the deceased in Morbi accident

  • મોરબી દુર્ઘટનામાં મામલે કોંગ્રેસે મૃતકોના પરિવારોને નોકરી આપવા સહિત ૩ મુખ્ય માંગ કરી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મોરબીમાં પુલ તૂટવાની (Bridge collapse in Morbi) દુર્ઘટનાને લઇને વિપક્ષ છાશવારે સત્તાપક્ષ ભાજપને ઘેરી રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ (Congress spokesperson Alok Sharma) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) 3 મુખ્ય માંગ પણ ઊઠાવી છે.

આલોક શર્માએ જણાવ્યું કે સરકાર પોતાની જવાબદારી સમજી મૃતકોના પરિવારોને નોકરી આપવી જોઈએ. વધુમાં વળતરની જાહેરાતમાં વધારો કરી 1 કરોડની સહાય જાહેર જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ઉપરાંત ઈજાગ્રસ્તને સરકાર અને ઓરેવા કંપની બન્ને પાસેથી 50-50 લાખની સહાય મળવી જોઈએ.

મોરબી નગરપાલિકાના તમામ અધિકારીને સસ્પેન્ડ કરાય : આલોક શર્મા

વધુમાં આ દુર્ઘટનાને લઇને મોરબી નગરપાલિકાના તમામ અધિકારીઓનો સસ્પેન્ડ કરવાની પણ આલોક શર્માએ માંગ ઉઠાવી હતી. વધુમાં મૃતકોના નામની યાદી જાહેર કરવા અંગે પણ માંગ ઊઠી છે. તેજ રીતે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં નવી SIT બનાવી તપાસ કરવામાં આવે. તેમજ સરકાર કસૂરવારોને બચાવવા પ્રયાસ કરતી હોવાના ગંભીર આરોપ પણ લગાડ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના ? 

30 ઓક્ટોબરનાએ ગોઝારા દિવસે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. હેરિટેજ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. જેને લઇને રોકકળાટ ફેલાયો હતો. આ દરમિયાન મોરબીમાં ઝૂલતા પુલ પર 500 જેટલા લોકો હતા.

આ દરમિયાન  દુર્ઘટના બની હતી. જેને લઇને 200 થી વધુ લોકો મચ્છુ નદીના જળપ્રવાહમાં પડ્યા હતા. ત્યારબાદ બચાવ ટુકડીઓ દોડી આવી હતી અને લાંબી કાર્યવાહી બાદ 135 થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાનું કર્યું એલાન, જુઓ શું કહ્યું

After Lal Singh Chadha flopped, Aamir Khan

  • આમિર ખાને વાતની જાણ કરતાં કહ્યું હતું કે “35 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને અત્યાર સુધી આખું ફોકસ પોતાના કામ પર રાખ્યું છે પણ હવે બ્રેક લેવા માંગુ છું”

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ‘ (Mr. Perfectionist) કહેવાતા આમિર ખાન (Aamir Khan) આમ તો સુપરહિટ ફિલ્મો આપવા માટે જાણીતા છે અને એમની ફિલ્મ જયારે પણ રિલીઝ થાય છે ત્યારે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે. જો કે આમિર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા‘ (Lal Singh Chadha) કોઈ ખાસ કમાલ બતાવી શકી નહતી.

લોકોએ આમિર ખાનની એ ફિલ્મને બૉયકોટ કરી હતી અને તેને કારણે ફિલ્મ સારી કમાણી પણ કરી શકી નહતી. આ બધા પછી હાલ આમિર ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લઈ રહ્યો છે.

આમિર ખાન હાલમાં જ દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોચ્યાં હતા અને ત્યાં એમને પોતાના કરિયર વિશે વાત કરતા કહ્યું હતું કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે અને આવતા દોઢ વર્ષ સુધી એક્ટર તરીકે કોઈ કામ નહીં કરે.’ .

આ કારણોસર લીધો બ્રેક :

આમિર ખાને આ વાતની જાણ કરતાં કહ્યું હતું કે “જ્યારે હું એક અભિનેતા તરીકે કોઈ ફિલ્મ કરું છું, ત્યારે હું એ ફિલ્મમાં એવો ખોવાઈ જાઉં છું જઅને મારા જીવનમાં બીજું કઈ છે જ નહીં ‘લાલ સિંહ ચઢ્ઢા‘ પછી હું ‘ચેમ્પિયન્સ‘ નામની ફિલ્મ કરવાનો હતો અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને વાર્તા ખૂબ જ સુંદર છે. આ ફિલ્મ ઘણી સુંદર બનશે પણ હાલ હું બ્રેક લેવા માંગુ છું, હું મારા પરિવાર સાથે, મારી માતા સાથે, મારા બાળકો સાથે રહેવા માંગુ છું.”

દોઢ વર્ષનો બ્રેક રહ્યો છે આમિર  :

એક્ટિંગમાંથી બ્રેક લેવાની વાત કરતાં એમને કહ્યું હતું કે આવતા દોઢ વર્ષ સુધી તે એક્ટર તરીકે કોઈ કામ નહીં કરે. આમિરે આગળ કહ્યું હતું કે, ‘તે 35 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને અત્યાર સુધી આખું ફોકસ પોતાના કામ પર રાખ્યું છે અને આ વસ્તુઓ તેમની નજીકના લોકો માટે સારી નહતી. મને લાગે છે કે હંમેશા આપણે આપણા લોકો માટે સમય કાઢવો જોઈએ અને મને લાગે છે કર જીવનને અલગ રીતે અનુભવવાનો આ યોગ્ય સમય છે.”

આ પણ વાંચો :-

ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ ?

0

BJP announced the names of three more

  • ખેરાલુંથી સરદાર ચૌધરીની ટિકિટ અપાઈ છે. જ્યારે માણસામાં જયંતિ પટેલને ટિકિટ અપાઈ છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપે આખરે વધુ એક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ખેરાલુંથી સરદાર ચૌધરીની (Sardar Chaudhary) ટિકિટ અપાઈ છે. જ્યારે માણસામાં જયંતિ પટેલને ટિકિટ અપાઈ છે. ગરબાડાથી (Garbada) મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઈ છે. ભાજપની આ યાદીની સાથે જ માણસા અને ખેરાલુ બેઠકનું કોકડું ઉકેલાઈ ગયું છે. માણસા બેઠક પર અમિત ચૌધરીને ભાજપે ટિકિટ આપી નહોતી. ખેરાલુથી અજમલજી ઠાકોરની (Ajmalji Thakor) ટિકિટ કપાઈ છે. ખેરાલુ બેઠક પર 20 વર્ષ બાદ ચૌધરી સમાજને ટિકિટ મળી છે.

અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે ત્યારે ભાજપે અત્યાર સુધીમાં 181 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ વડોદરા (Vadodara) માંજલપુર એક જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરવાના બાકી રહ્યા છે.

આ પણ વાંચો :-

નોકરી-ધંધાથી કંટાળ્યા છો ? આ વસ્તુની ખેતી કરો અને થોડા જ ટાઈમમાં બની જાઓ માલામાલ !

0

Tired of work Cultivate this thing and become rich

  • એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

આજકાલ નોકરી-ધંધામાં મજા નથી. આવું જ કંઈક કહેતા મોટાભાગના લોકો જોવા મળતા હોય છે. કામનું વધતું જતું ભારણ કે પછી બીજી તરફ વધતી જતી મોંઘવારીનો માર આના માટે મહઅંશે જવાબદાર હોઈ શકે. આ સ્થિતિમાં અહીં આપવામાં આવ્યો છે એક અદભૂત વિકલ્પ જેનાથી તમે સરળતાથી તમારા પરિવારનું ગુજરાન ચલાવી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે કુવારપાટા (Kuvarpata) એટલે કે એલોવેરાની ખેતીની (Aloe vera cultivation)….

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં (international market) એલોવેરાની માંગ વધારે છે. તેનું મોટું કારણ તેનો ઉપયોગ છે. એલોવેરાનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં થાય છે. ત્યારે, જો તેની ખેતી કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે. એલોવેરાની ખેતીની સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર એકવાર જ રોકાણ કરવું પડશે અને તમે આ છોડમાંથી 5 વર્ષ સુધી નફો મેળવી શકો છો.

એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

એલોવેરાના તાજા પાંદડાની વેચાણ કિંમત 5થી 6 રૂપિયા પ્રતિ કિલો છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, દરેક જગ્યાએ એલોવેરાની માંગ ખૂબ જ વધારે છે. તેવામાં તમે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ અથવા કોસ્મેટિક બનાવતી કંપનીઓને એલોવેરાના પાંદડા વેચી શકો છો.

એલોવેરાની ખેતી માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતરમાં વધુ ભેજ ન હોવો જોઈએ સાથે જ ખેતરમાં પાણી સ્થિર ન હોવું જોઈએ. રેતાળ માટી એલોવેરા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ છે. જેમાં ઈન્ડિગો સૌથી સામાન્ય છે જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. પરંતુ એલોવેરાની બાર્બાડેન્સિસ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે.

ખેડૂતો બાર્બાડેન્સિસ પ્રજાતિનું વાવેતર કરવાનું પસંદ કરે છે કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાંથી વધુ જેલ નીકળે છે. એલોવેરાની ખેતીમાં તેની વાવણી ફેબ્રુઆરીથી ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. શિયાળામાં તેનું વાવેતર નથી થતું. રોપણી વખતે બે છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું જોઈએ. છોડ રોપ્યા પછી, ખેડૂતો વર્ષમાં બે વાર તેના પાંદડા લણણી કરી શકે છે અને નફો કમાઈ શકે છે.

ખેડૂતો એક વીઘા ખેતરમાં 12 હજાર એલોવેરાના છોડ વાવી શકે છે. ખેતી માટે લગાવેલા છોડની કિંમત 3થી 5 રૂપિયા સુધીની હોય છે. એલોવેરાના એક છોડમાંથી 3.5 કિલો સુધીના પાંદડા મળે છે અને એક કિલોની કિંમત 5થી 6 રૂપિયા સુધીની હોય છે. જો કે સરેરાશ, છોડના એક પાંદડા 18 રૂપિયા સુધી વેચાય છે. એટવે 40 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક ખેડૂત અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એટલે કે એલોવેરાની ખેતીથી કુલ 5 ગણો નફો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

ATM માંથી કેશ કાઢવા જાઓ છો તો પહેલા જાણી લેજો આ નવો નિયમ, નહીંતર અટકી જશે પૈસા

0

If you go to withdraw cash from the ATM

  • જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો આ તમારા માટે કામની વાત છે. હવે SBIના એટીએમમાંથી પૈસા નિકાળવા માટે તમારે ખાસ નંબર આપવો પડશે. જો તમે આ નંબર આપતા નથી તો તમારી રોકડ અટકી જશે. એસબીઆઈએ એટીએમમાંથી રોકડ કાઢવા માટે નિયમમાં ફેરફાર કર્યો છે.

હવે તમારે એસબીઆઈના એટીએમમાંથી (SBI ATMs) રોકડ કાઢવા માટે એક સ્પેશિયલ નંબર આપવો પડશે. જો તમે આ નંબર નહીં નાખો તો તમારી રોકડ અટકી જશે. ખરેખર બેંકે એટીએમમાંથી ટ્રાન્જેક્શનને (Transaction) વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. આવો જાણીએ આ નિયમ અંગે.

ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં :

બેંક તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ નવા નિયમ હેઠળ ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં. જેમાં રોકડ કાઢતી સમયે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળે છે, જેને નાખ્યા બાદ એટીએમમાંથી રોકડ નિકળે છે.

બેંકે આપી છે માહિતી :

આ નિયમ અંગે બેંકે પહેલા જ જાણકારી આપી દીધી છે. બેંકે જણાવ્યું એસબીઆઈ એટીએમમાં લેવડ-દેવડ માટે અમારી ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી છેતરપિંડી કરનારાઓ સામે ટીકાકરણ છે. તમને છેતરપિંડીથી બચાવવા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. એસબીઆઈના ગ્રાહકોને આ વાતની જાણકારી હોવી જોઈએ કે ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી કેવીરીતે કામ કરશે.

જાણો શું છે નિયમ ? 

મહત્વનું છે કે બેંકે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે 10,000 અને તેનાથી વધુ રકમની રોકડ પર નવો નિયમ લાગુ કરી દીધો છે. જે હેઠળ એસબીઆઈના ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા એક ઓટીપી અને તેમના ડેબિટ કાર્ડ પિનની સાથે દરેક વખતે પોતાના ATMમાંથી 10,000 રૂપિયા અને તેનાથી વધુ કાઢવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો :-