Home Blog Page 1246

BCCI હવે રોહિત શર્માને લઈને લઈ શકે છે મોટો નિર્ણય, T20 ટીમની કેપ્ટન્સી છીનવાઈ શકે

0

BCCI may now take a big decision regarding Rohit Sharma

  • ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ ન હતું અને તે સેમીફાઈનલમાં હારીને બહાર થઇ ગઈ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે.

ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) ટીમ ઈન્ડિયાનું (Team India) પ્રદર્શન ખાસ રહ્યુ ન હતુ અને તે સેમીફાઈનલ માં હારીને બહાર થઇ ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે. આ યાદીમાં બોર્ડે ચેતન શર્માની (Chetan Sharma) આગેવાની ધરાવતી રાષ્ટ્રીય પસંદગી સમિતીને સસ્પેન્ડ કરી દીધી છે. કહેવામાં આવે છે કે બીસીસીઆઈ રોહિત શર્માને (Rohit Sharma) લઇને પણ આગામી દિવસોમાં નિર્ણય લઇ શકે છે.

પીટીઆઈના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ નવી પસંદગી સમિતી માટે અરજી મંગાવવાની સાથે કેટલાક પડકાર નક્કી કરી લીધા છે. ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતીને સૌથી પ્રથમ કામ અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાનું હશે. નવી પસંદગી સમિતી જ્યારે પણ આ કાર્યભાર સંભાળશે તો તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવા માટે અનિવાર્ય કરવામાં આવશે. જેનો પ્રભાવી અર્થ એ છે કે બીસીસીઆઈ હવે અલગ અલગ કેપ્ટનની પેટર્ન પર ચાલશે.

હાર્દિકને વર્લ્ડકપ સુધી મળશે જવાબદારી?

રિપોર્ટ અનુસાર રોહિત શર્મા વન ડે અને ટેસ્ટ કેપ્ટન બન્યો રહેશે જ્યારે હાર્દિક પંડયાને યૂએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનાર 2024 ટી-20 વર્લ્ડકપ માટે સૌથી નાના ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. હાર્દિક પંડયા અત્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે અને જો તે કેપ્ટન તરીકે સારૂ પ્રદર્શન કરે છે તો નિર્ણય પર મોહર લાગી જશે.

હાર્દિકે કેપ્ટન્સીમાં કર્યા પ્રભાવિત :

29 વર્ષના હાર્દિક પંડયાએ આ વર્ષે પોતાને એક લીડર તરીકે રજૂ કર્યો છે અને તેની અંદર જોરદાર નેતૃત્વ ક્ષમતા દુનિયા જોઇ રહી છે. હાર્દિક પંડયા બેટ અને બોલ બન્નેથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે પોતાની પર દબાણ આવવા દેતો નથી જે તેને અન્ય ખેલાડીઓ કરતા અલગ બનાવે છે.

આ પણ વાંચો :-

ખંભાળિયામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ, કદાવર નેતા 1100 જેટલા કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

0

Big break in Congress in Khambhalia

  • દ્વારકા જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો. જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ પ્રકાશ સામાની અને  શહેર કોંગ્રેસ પ્રમુખ પરબત લગારિયા ભાજપમાં જોડાયા. પબુભા માણેકના હસ્તે કેસરિયો ધારણ કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચારેતરફ ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની જાહેરાત થતા જ પક્ષપલટાની મોસમ ખીલી ઉઠી છે. નારાજગી બાદ પક્ષપલટાનો દોર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ખંભાળીયા વિધાનસભા (Khambhaliya Legislative Assembly) ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના સરપંચો (Congress Sarpanch) અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. આ સાથે જ 1100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને દ્વારકામાં (Dwarka) ચૂંટણી જીતવી મુશ્કેલ લાગી રહી છે.

ખંભાળીયામાં ભગવતી હોલ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને ઉમેદવાર મુળુભાઈ બેરાએ તમામને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને આજના દિવસમાં મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા અને દ્વારકા જિલ્લામાં દબદબો ધરાવનાર ગોરિયા કુંટુંબના સદસ્યો ભાજપમાં ગયા છે. આ કુટુંબના હજારો ટેકેદારોએ પણ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

કોણ કોણ ભાજપમાં જોડાયું :

  • મેરામણભાઇ મારખીભાઈ ગોરિયા – કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ખંભાળિયા
  • મિતલબેન જીતેન્દ્રભાઈ ગોરીયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ
  • રેખાબેન રામભાઈ ગોરિયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ
  • મશરીભાઈ નારણભાઈ ગોરીયા – પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ
  • રામભાઈ દેસુરભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર
  • જીતેન્દ્ર રામસીભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર
  • દિલીપ જેશાભાઈ ગોરીયા – પૂર્વ મહેસૂલ મંત્રી ના પુત્ર

ખંભાળિયા ખાતે યોજાયેલ જાહેર સભામાં ઉત્તરપ્રદેશના ધારાસભ્ય સુરેશ રાનાના હસ્તે તમામ કોંગી આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. કોંગ્રેસના ગઢ સમાન ખંભાળિયા સીટમાં કોંગ્રેસમાં ગાબડું પડતાં કોંગ્રેસ ખેમામાં ખામોશી છવાઈ છે.

ખંભાળિયામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ, કદાવર નેતા 1100 જેટલા કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

તો બીજી તરફ વડોદરાના સાવલી કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ સાંસદ રંજનબેન ભટ્ટ અને કેતન ઈનામદારના હસ્તે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. પીલોલ ગામ ખાતે કેતન ઈનામદારની સભામાં વિજય વાઘેલા ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે વિજય વાઘેલા વિધાનસભા ચૂંટણીમાં સાવલીમાં કોંગ્રેસના પ્રબળ દાવેદાર હતા. પરંતુ કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ મળતાં વિજય વાઘેલાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેઓ 500 થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો :-

LICની આ 3 સ્કીમોમાં મળશે બમ્પર ફાયદો ! જીવનભર જોરદાર કમાણીની ગેરેન્ટી, સારા રિટર્ન સાથે પૈસા પણ રહેશે સુરક્ષિત

0

Bumper benefit will be available in these 3 schemes of LIC

  • ઘણી વખત નોકરી કરતા લોકો તેમના પૈસા ક્યાં રોકાણ કરવા તે અંગે ખૂબ જ મૂંઝવણમાં હોય છે. આજે અમે તમને LICની 3 ખાસ યોજનાઓ વિશે જણાવીશું જ્યાં તમે પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.

ઘણી વખત નોકરીયાત પોતાના પૈસાના રોકાણને (Investment of money) લઈને ખૂબ કન્ફ્યુઝનમાં રહે છે કે તે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે. આજે અમે તમને એલઆઈસીની 3 ખાસ સ્કીમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર પૈસા લગાવવાથી તમે સારો નફો મેળવી શકો છો. LICની ખાસિયત છે કે તેમાં સારા રિટર્નની સાથે તમારા પૈસા સુરક્ષિત પણ રહે છે.

LIC Jeevan Umang Plan :

LICની તરફથી ગ્રાહકોને જીવન ઉમંગ પોલિસીની સુવિધા પણ આપવામાં આવે છે. જેના દ્વારા તમે પોતાની વૃદ્ધા વસ્થા સિક્યોર કરી શકો છો. આ એક પ્રકારનું એન્ડોમેન્ટ પ્લાન છે. જેમાં 3 મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીની વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તમને આખા 100 વર્ષ સુધીનું કવરેજ મળે છે.

જો તમે 26 વર્ષની ઉંમરમાં 4.5 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર લો છો તો તમને પ્લાનના 8 ટકા રકમ વાર્ષિક મળશે અને તમને 30 વર્ષો સુધી પ્રીમિયમ આપવાનું રહેશે. 31માં વર્ષથી તમને 36000 રૂપિયા મળવાના શરૂ થઈ જાય છે.

LIC Tech Term Plan :

LIC દ્વારા ગ્રાહકોને ટેક ટર્મ પ્લાનની સુવિધા પણ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ એક રિસ્ક પ્રીમિયમ પ્લાન છે. જેને તમે 18 વર્ષથી 65 વર્ષની ઉંમર સુધી ખરીદી શકો છો. આ યોજનાના કવરેજ માટે મહત્તમ વય મર્યાદા 80 વર્ષ રાખવામાં આવી છે. તમે આ પ્લાન 10 વર્ષથી 40 વર્ષ સુધી ખરીદી શકો છો.

LIC Jeevan Labh Policy :

આ સિવાય LIC ગ્રાહકોને જીવન લાભ પોલિસી પણ પ્રદાન કરે છે. આમાં ઓછામાં ઓછું 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સિવાય તમને ટેક્સ બેનિફિટ અને ડેથ બેનિફિટની સુવિધા પણ મળે છે. તમે આ પ્લાનને 16 વર્ષથી 25 વર્ષ સુધી લઈ શકો છો.

આ પણ વાંચો :-

તમારા મોબાઈલમાં રહેલા પ્રાઈવેટ ડેટાને આ રીતે કરો હાઈડ, જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

Hide the private data in your mobile in this way

  • તમે હાઈડ કરેલી એપને સરળતાથી યુઝ કરી શકો છો. જ્યારે પણ તમને હાઈડ એપને યુઝ કરવાની હોય તો તમે એપ માટે સેટ કરેલા પાસવર્ડને પોતાના ફોનમાં નાખી ડાયલ પેડમાં એન્ટર કરી શકો છો.

હવે ટેક્નોલોજી (technology) ખૂબ જ આગળ વધી ગઈ છે અને ડિવાઈઝમાં નવા ફીચર્સ જોવા મળે છે. મોબાઈલમાં ઘણા એવા ફીચર્સ છે જે તમારી સેફ્ટીની દૃષ્ટિએ ખૂબ સારા છે. અમે તમને મોબાઈલના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે મોબાઈલમાં હાજર એપને ડિલીટ કે અનઈન્સ્ટોલ (Delete or uninstall) કર્યા વગર છુપાવી શકો છો.

આ તમારા મોબાઈલના ચોરી થવાના સમયે અથવા જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં મોબાઈલ અનલોક પોઝિશનમાં આવી જાય છે ત્યારે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારો પ્રાઈવેટ ડેટા જોઈ શકશે નહીં. આવો અમે તમને જણાવીએ કે તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

આ રીતે હાઈડ થઈ જશે એપ :

  • તમારા મોબાઈલની સેટિંગ્સ એપને ઓપન કરો.
  • નીચેની તરફ રહેલા પ્રાઈવસી ઓપ્શન પર જાઓ.
  • પ્રાઈવસી પ્રોટેક્શન ટેબમાં હાઈડ એપ્સ ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારો પ્રાઈવસી પાસવર્ડ દાખલ કરો.
  • અહીં તમને એપ્સની લિસ્ટ દેખાશે, જેમાંથી તમે કોઈપણ એપને હાઈડ કરી શકો છો.
  • એપને હાઈડ કરવા માટે સામેના ટોગલને ઓન કરો.
  • હાઈડ કરનાર એપ્સ માટે એક પાસકોડ સેટ કરો
  • આમાં પાસકોડ # થી શરૂ થાય છે.
  • જ્યારે પણ તમે Hide એપ જોવા માંગો છો. ત્યારે તમે આ પાસકોડનો ઉપયોગ કરી શકો છો.

સરળતાથી જોઈ શકાય છે હાઈડ કરેલી એપ  :

તમે સરળતાથી હાઈડ કરેલી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે હાઈડ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો. ત્યારે તમારા ફોનના ડાયલ પેડમાં એપ માટે સેટ કરેલ પાસકોડ દાખલ કરીને તમને એપ મળશે.

ઉપરાંત જ્યારે એપ હાઈડ હોય ત્યારે પણ તે સામાન્ય રીતે કામ કરે છે જેવી રીતે તે પહેલા કામ કરતી હોય છે. એપની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર નથી. ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે હાઈડ એપ્લિકેશન માટે પુશ નોટિફિકેશન્સને પણ બંધ કરી શકો છો.

આ પણ વાંચો :-

19 નવેમ્બર 2022, રાશિફળ : શુક્રવારે કરો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીના આશીર્વાદથી મળશે અઢળક ધન લાભ…

19 November 2022, Horoscope Gujarat Guardian

મેષઃ આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારું જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન, વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સનમાન હણાતું જણાય. અગ્યન રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રખવી.

મીનઃ દિવસ દરમિયાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

શનિવારે ઈન્ડિયન આઈડલમાં સુરતના મહેશ સવાણી ચમકશે

0

Surat’s Mahesh Savani will shine

શનિવાર તા.19 મી નવેમ્બરે ઈન્ડિયન આઈડલમાં (Indian Idol) ઈન્ડિયા કી ફરમાઇશ કાર્યક્રમ રજુ થશે. આ વિશેષ કાર્યક્રમમાં સુરતના (Surat) જાણીતા ‘પપ્પા’ મહેશ સવાણી (Mahesh Savani) ઉપસ્થિત રહેશે.

મહેશ સવાણી સુરતના હીરાઉધોગમાં જાણિતા ઉદ્યોગપતિ અને પિતા વગરની હજારો યુવતીઓના પિતા છે. અનેક પિતા વગરની  યુવતીઓના કન્યાદાનનું પૂણ્ય તેઓ કમાઈ ચુક્યા છે. તેઓ અનાથ દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ ઉઠાવે છે.

માતા પિતા ન હોય એવી યુવતીનો લગ્નનો ઉલ્લાસ ન ઝંખવાય તેની કાળજી મહેશ સવાણી રાખે છે.આવા દાનવીર મહેશ સવાણી શનિવાર તા. 19 મીએ રાત્રે 9 કલાકે સોની ટીવી ઉપર પ્રસારિત થતા ઈન્ડિયન આઇડલમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

સારાને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ ? અફેરની અટકળો પર પહેલીવાર તોડ્યું મૌન, આપી મોટી હિંટ

Is Shubman Gill dating Sara

  • યંગ ક્રિકેટર શુભમન ગિલ પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગલ્લા’માં ગેસ્ટ બનીને આવ્યો હતો. શોમાં ક્રિકેટરને પુછવામાં આવ્યું કે બોલિવુડની સૌથી ફિટ ફિમેલ એક્ટર કોણ છે? તેણે સારાનું નામ લીધુ. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યા છે? જાણો શું હતો તેનો જવાબ.

બોલિવુડ ડિવા સારા અલી ખાનની (Bollywood diva Sara Ali Khan) ફિલ્મો જ નહીં તેની લવ લાઈફ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. ખબર છે કે સારા અલી ખાન યંગ ક્રિકેટર શુભમન ગિલને (Young cricketer Shubman Gill) ડેટ કરી રહી છે. બન્નેને ઘણી વખત સાથે સ્પોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ ખબર કેટલી સાચી અને કેટલી અફવા છે ? ક્રિકેટર શુભમન ગિલે પોતે તેના પર રિએક્શન આપ્યું છે.

શું સારાને ડેટ કરી રહ્યા છે શુભમન ?

શુભમન ગિલ, પ્રીતિ અને નીતિ સિમોસના પોપ્યુલર પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગલ્લા‘માં ગેસ્ટ બનીને આવ્યો હતો. આ શો સોનમ બાજવા હોસ્ટ કરે છે. શોમાં ક્રિકેટરને પુછવામાં આવ્યું કે બોલિવુડની સૌથી ફિટ ફિમેલ એક્ટર કોણ છે ? શુભમને તરત જ સારાનું નામ લીધું.

બીજો સવાલ હતો કે શું તે સારાને ડેટ કરી રહ્યા છે? શુભમને તેના જવાબમાં કહ્યું- કદાચ. જ્યારે શુભમને કહેવામાં આવ્યું કે સારાનું આખું સત્ય કહો. તો ક્રિકેટરે શરમાતા અને ચહેરા પર મોટી સ્માઈલ સાથે જવાબ આપ્યો- સારા દા સારા સચ બોલ દિયા…. કદાચ હા, કદાચ ના.

સાથે જોવા મળ્યા હતા સારા-શુભમન  :

હવે શુભમન ગિલનો આ જવાબ સાંભળીને તમે પોતે જ અંદાજો લગાવી શકો છો કો તે સારાને ડેટ કરી રહ્યો છે કે નહીં. શુભમને ખુલીને હા નથી કર્યું તો તેણે ઈનકાર પણ નથી કર્યો. સારા અને શુભમનના ડેટિંગની ખબર આ વર્ષે ઓગસ્ટથી વાયરલ થઈ રહી છે. બન્નેને સાથે એક રેસ્ટોરન્ટમાં સ્પોર્ટ કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ તેમને સાથે ઓક્ટોબરમાં જોવામાં આવ્યા હતા. તેમને દિલ્હીના એક હોટલમાં સાથે એક્ઝિટ લેતા સ્ટોર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે છુપાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ન થયા. સોશિયલ મીડિયા પર તેમની સાથે એક ક્લિપ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :-

મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

These four things, including salt-needle

  • દૈનિક જીવનમાં ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ પણ એકબીજાની સાથે શેર કરો છો. પરંતુ શુ તમે જાણો છો કે મફતમાં લેવામાં આવેલી અમુક ખાસ વસ્તુઓના ઉપયોગથી જીવનમાં વાસ્તુ દોષ લાગે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

પાડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માંગવી કોઈ ખરાબ વાત નથી. સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

મીઠુ :

વાસ્તુ મુજબ મીઠાનો (sweet) સંબંધ શનિ સાથે હોય છે. કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે કોઈ કારણોસર કોઈની પાસેથી મીઠુ લેવુ પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ. મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા પણ વધી જાય છે.

સોય :

વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો (needle) ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ. મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે. આ તમારા દામ્પત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે-સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે. સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો.

રૂમાલ :

આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ. એવુ કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઇને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે. આંતરિક કલહ વધે છે. લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે. તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં.

લોખંડ અને તેલ :

આ બંને વસ્તુઓને શનિ દેવ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે. દાનમાં લીધેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે.

આ પણ વાંચો :-

 

 

ભારે કરી ! ગુજરાતની ચૂંટણી ટાણે 39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા વિવાદ, જાણો શું છે કારણ

0

Heavily done! Controversy over issuance of arrest

  • વિધાનસભા ચૂંટણી માટે પોલિંગ ઓફિસરથી લઇને પ્રિસાઈડિંગ ઓફિસર સુધીના કર્મચારીઓની જુદી-જુદી તાલીમ યોજાઇ રહી છે. આ તાલીમમાં હાજર નહીં રહેનારા 39 કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ચૂંટણીની ટ્રેનિંગ માટે હાજર ન રહેલા કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ચૂંટણીની ટ્રેનિંગ (Election Training) માટે હાજર સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ (Arrest warrant issue) કરાયા છે.

આ લોકો વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવાઈ :

કલેક્ટરે જે-તે સંબંધિત પોલીસને ધરપકડની સૂચના આપી હતી. આથી 39 સરકારી કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાતા ભારે વિવાદ સર્જાયો છે. ઈન્કમટેક્સ, ઈન્સ્યોરન્સ અને ટેલિકોમ સેક્ટરના કર્મચારીઓ સામે વોરંટ ઇશ્યૂ કરાયું છે. આ લોકો વિરૂદ્ધ લોક પ્રતિનિધિ ધારાની કલમ 28 લગાવવામાં આવી છે.

જો કે ધરપકડની સૂચના બાદ 24 કર્મચારીઓ કામગીરી માટે હાજર થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે અમદાવાદની ચૂંટણી પ્રક્રિયા માટે 25 હજાર કર્મીઓની જરૂર છે. આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટે 2700 કર્મીઓએ રજૂઆત પણ કરી છે.

આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના ધરપકડ વોરંટ એ રૂટિન પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે જે કર્મચારીઓને ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક કર્મચારીઓના તો ટ્રાન્સફર થઈ ગયા છે. કેટલાકે અગાઉથી જ પૂર્વ મંજૂરી મેળવી લીધી હતી છતાંય કેટલાક કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયા છે.

2700 કર્મચારીઓએ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટેની માંગ કરી :

2700 કર્મચારીઓએ વિવિધ કારણોસર આ ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્તિ માટેની રજૂઆત કરી છે. જેમાં મુખ્યત્વે માંદગી, ટ્રાન્સફર, માતા-પિતાની તબિયત તેમજ લગ્ન પ્રસંગ સહિતના કારણો રજૂ કરીને તેઓએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ માંગી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો :-

 

મતદારો વચ્ચે ફરતી થયેલી પત્રિકા જમાલપુર-ખાડિયા બેઠક માટે ભાજપના નામે મત મંગાશે, ઉમેદવારનું નામ ગાયબ

0

The leaflet circulating among the voters

  •  ઉમેદવારના બદલે ભાજપ તરફથી મત માંગવામાં આવતા મતદારોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય.

રાજય વિધાનસભાની ચૂંટણી માટે પાંચ ડીસેમ્બરના રોજ યોજાનારા મતદાન સંદર્ભમાં જમાલપુર-ખાડિયા (Jamalpur-Khadia) વિધાનસભાના મતદારો વચ્ચે ભાજપ તરફથી મતદારોમાં (Voters) પત્રિકા ફરતી કરવામા આવી છે. ભાજપ તરફથી મતદારોમાં વહેંચવામાં આવી રહેલી પત્રિકામાં પક્ષ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઉમેદવારનું (Candidate) નામ મુકવાના બદલે માત્ર ભાજપના નામે મત આપવાનું આવાહન કરવામા આવતા મતદારોમા પણ આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.

જમાલપુર-ખાડિયાની વિધાનસભા બેઠક-૫૨ માટે પાંચ ડીસેમ્બરને સોમવારે મતદાન યોજાવા જઈ રહયુ છે.આ બેઠક માટે ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્ર પણ ભરી દેવામાં આવ્યુ છે. દરમિયાન મતદારોને ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીના મતદાન સંદર્ભમા એક પત્રિકા વહેંચવામા આવી રહી છે. આ પત્રિકામાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના ઉપરના ભાગમાં ફોટા નીચે એમનો પરિશ્રમ,આપણો ભરોસો એવુ લખાણ લખવામાં આવ્યું છે.

વચ્ચેના ભાગમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને તેમના પુત્રના ફોટા વચ્ચે ભરોસાની ભાજપ સરકાર તથા પક્ષનું કમળનું નિશાન છાપવામા આવ્યુ છે. ત્રીજા ફોલ્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જમાલપુર-ખાડિયા વિધાનસભાના ઉમેદવાર અને તેની બિલકુલ નીચેના ભાગમાં ઉમેદવારના નામના સ્થાને ભારતીય જનતા પાર્ટીનું નિશાન અને બટન એમ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આપનો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવો જેવું લખાણ પણ પત્રિકામાં છાપવામાં આવ્યુ છે.

પરંતુ પત્રિકામાં કયાંય ઉમેદવારના નામનો ઉલ્લેખ કરવામા આવ્યો નથી. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સમયે જ ખાડિયા વિધાનસભામા કાર્યકરો અને લોકોમાં વડાપ્રધાનને ઉદ્દેશીને મોદી તુઝસે વેર નહીં પર તોડબાજો કી ખેર નહીં એ પ્રકારનુ સૂત્ર વાઈરલ થવા પામ્યું હતું. આ બાબતની ભાજપ નેતાગીરીએ ગંભીર નોંધ લઈ ઉમેદવારને બદલે ભાજપ માટે જ મત માંગવા પત્રિકા તૈયાર કરી હોવાની મતદારોમા ચર્ચા સાંભળવા મળી રહી છે.

આ પણ વાંચો :-