Home Blog Page 1247

પાકિસ્તાનમાં ગંભીર અકસ્માત : વાન ખીણમાં ખાબકતા 12 બાળકો સહિત 20ના મોત, 10થી વધુ ઘાયલ

Serious accident in Pakistan

  • પેસેન્જર વાન ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા, મૃતકોમાં 6 છોકરાઓ અને 6 છોકરીઓનો સમાવેશ.

પાકિસ્તાનમાં (Pakistan) એક મોટા રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈન્ડસ (સિંધુ) હાઇવે (Indus (Indus) Highway) પર સેહવાન ટોલ પ્લાઝા (Sehwan Toll Plaza) પાસે પેસેન્જર વાન (Passenger van) ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા છે.

જાનહાનિની ​​પુષ્ટિ કરતા અબ્દુલ્લા શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડૉ. મોઇન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મૃતકોમાં આઠ મહિલાઓ અને 12 બાળકો, 10 થી 15 વર્ષની વયના છ છોકરાઓ અને છ છોકરીઓનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ખેરપુરના દાઉદ ફુલપોટો ગામના રહેવાસી હતા. પાકિસ્તાનમાં એંડ્સ (સિંધુ) હાઇવે પર સેહવાન ટોલ પ્લાઝા પાસે થયેલા અકસ્માતમાં 20 લોકોના મોતથી શોકનો માહોલ વ્યાપી ગયો છે.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂરના પાણીના નિકાલ માટે ઈન્ડસ હાઇવે પર કટ કરવામાં આવ્યા હતા. પરંતુ બે મહિના પછી પણ ખાડો ભરી શકાયો નથી. જેના કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

આ તરફ ASP સેહવામ ઈમરાન કુરેશીએ જણાવ્યું કે પેસેન્જર વાન ખૈરપુરથી સેહવાનમાં સૂફી સંત લાલ શાહબાઝ કલંદરની દરગાહ તરફ જઈ રહી હતી. જે અકસ્માતનો ભોગ બની અને વાહન ખાડામાં પડી ગયું.

મૃતદેહો અને ઘાયલોને અબ્દુલ્લા શાહ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સેહવાનમાં ખસેડવામાં આવ્યા છે. એસએસપી કુરેશીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો :-

સુરતમાં આજે ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર !  ભાજપના 8 દિગ્ગજ સ્ટાર પ્રચારકો જાહેર સભા ગજવશે

0

BJP’s huge election campaign in Surat today

  • વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરશે. આજે સુરતની 10 વિધાનસભા બેઠક પર ભાજપના 8 નેતાઓ અને સ્ટારપ્રચારકો જાહેરસભા ગજવશે.

યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ચોર્યાસી વિધાનસભામાં આવતા ગોડાદરા વિસ્તારમાં જાહેર સભા (Public Meeting) સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાષી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા (Goddara) અને ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે.

લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે. તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર સર્કલ ખાતે સભા કરશે.

રૂપાલા-માંડવિયા પાટીદારોના ગઢમાં :

પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભાવવાળી વરાછા વિધાનસભા વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. મનસુખ માંડવિયા કરંજ અને કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે.

ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી સોંપાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર વધતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે.

નીતિન પટેલ ઉધનામાં :

ઉધના વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. ઉત્તર વિધાનસભામાં પણ નીતીન પટેલ સભા કરશે. જ્યારે મજુરા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પશ્ચિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર અને પૂર્વ વિધાનસભા વિસ્તારમાં તેજસ્વી સૂર્યાજી સભા કરશે.

આ પણ વાંચો :-

 

ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બ ઉડાવી દેવાની ધમકી ! પત્ર મળી આવતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ

0

Rahul Gandhi threatened to blow up a bomb

  • મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમન પહેલા રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારત જોડો યાત્રાના આગમન પહેલા ઈન્દોરમાં (Indore) રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઈન્દોરમાં વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બ બ્લાસ્ટનો (Bomb blast) પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે મીઠાઈની દુકાનની બહાર કોઈ અજાણ્યા શખ્સે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નોંધનિય છે કે પત્રમાં રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર પહોંચવા પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ તરફ પોલીસે કહ્યું છે કે કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તારક મહેતા… શોમાં મહત્વની ભૂમિકા ભજવતા કલાકાર ઈજાગ્રસ્ત, શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા

Tarak Mehta… Actor playing an important role

  • “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર છે. શોમાં મહત્વનું પાત્ર ભજવતા કલાકારને શૂટિંગ સમયે અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે. જાણો કેવી છે તેમની તબિયત ?

નાના પડદાના મોટા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ના લાખો ચાહકો છે. શોના દરેક પાત્ર દર્શકોના હ્રદય પર રાજ કરે છે. જેઠાલાલ, દયાબેન, ચંપકચાચા, બબીતાજી, હાથીભાઈ, ભીડે, ટપુ (Jethalal, Dayaben, Champakchacha, Babitaji, Hatibhai, Bhide, Tapu) વગેરે કલાકાર ઘરે ઘરે ગૂંજે છે. આવામાં આ શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.

શુટિંગ રદ થયું :

મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના ચંપક ચાચાને ડોક્ટરે બેડ રેસ્ટ માટે કહ્યું છે. જેઠાલાલાના પિતા ચંપક ચાચાની ભૂમિકા ભજવતા કલાકાર અમિત ભટ્ટને સેટ પર ઈજા થઈ છે. આવામાં તેઓ શૂટિંગ કરી શકે તેમ નથી. એવું કહેવાઈ રહ્યું છે કે અમિત ભટ્ટે એક સીનના શૂટિંગ દરમિયાન ભાગવાનું હતું. ભાગતા ભાગતા તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા.

સેટ પર ઈજાગ્રસ્ત :

અમિત ભટ્ટે સીનના શૂટિંગ દરમિયાન જેવું સંતુલન ગુમાવ્યું તેઓ ઘડામ દઈને જમીન પર પડી ગયા. પડી જવાથી તેમને ઘણી ઈજા થઈ. શૂટિંગમાંથી હાલ તેમને બ્રેક અપાયો છે. આવામાં ડોક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ટીમ મેમ્બર્સ તેમની ઈજાને લઈને પરેશાન છે. આવામાં બધા તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

શોને પૂરા થયા 14 વર્ષ :

શો વિશે જણાવીએ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ શો ટીવીનો સૌથી લાંબા સમયથી ચાલનારો શો બની ચૂક્યો છે. જેઠાલાલથી લઈને ચંપક ચાચા અને દયાબેન…દરેક પાત્ર ફેન્સને ખુબ પસંદ આવે છે. હાલમાં જ 14 વર્ષની લાંબી સફર પૂરી કર્યા બાદ આખી ટીમે કેક કાપીને સેલિબ્રિટ કર્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં એટીએમમાં 100ને બદલે 500 રુપિયાની નોટ નીકળી, લોકોએ ભરી લીધા ખિસ્સાં

0

500 rupees note came out instead of 100 in ATM

  • Surat News : પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી.

પાલનપુર (Palanpur) ખાતે બેન્ક ઓફ બરોડાના (Bank of Baroda) એટીએમમાં 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો (Technical fault) ફાયદો 20 જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, 20 લોકોમાંથી 8 લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય 12 લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે.

20 લોકોએ ઉઠાવ્યો ફાયદો :

પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી. આ ખામીને કારણે 20 લોકોએ 60 હજાર જેટલા વધારાના રૂપિયા ઉપાડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ અંગેની જાણ થતા બેંકના અધિકારીઓએ થોડા સમય માટે એટીએમ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ટેક્નિકલ ખામીને સુધારીને ફરીથી એટીએમ શરૂ કરવામાં આવ્યુ હતુ.

‘અમે રુપિયા વાપરી નાંખ્યા’ :

બેંક દ્વારા 20 લોકોનો સંપર્ક કરીને પૂછ્વામાં આવ્યુ ત્યારે એમાથી 12 લોકોએ કહ્યુ કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે. જ્યારે આઠ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. જો કે જે લોકોએ આ ટેક્નિકલ ખામીમાં રૂપિયા ઉપાડ્યા છે તે તમામ સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જે લોકોએ રુપિયા પરત નથી કર્યા તેમને પહેલા સમજાવવામાં આવશે. જો રુપિયા પરત નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 ચૂંટણી છે ભાઈ ! કોંગ્રેસમાંથી AAPમાં આવનારા નેતા ટિકિટ ન મળતા ત્રીજી પાર્ટીમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યું

0

There is an election brother

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રોજે રોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પાર્ટી જ છોડી રહ્યા છે અને કોઈ અપક્ષ તો કોઈ અન્ય પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં (Aap Gujarat) બીજા તબક્કાના ફોર્મ ભરવાના દિવસે ફરી ભડકો થયો હતો. ટિકિટ ન મળતા નારાજ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરીએ (Joint Secretary of State) પાર્ટીમાંથી તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાઈને તેમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે.

AAPના નેતાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી :

ગાંધીનગરમાં (Gandhinagar) કોંગ્રેસ જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભી પાર્ટી છોડીને પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAPમાં તેમને પક્ષ દ્વારા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું હતું. જોકે ગાંધીનગરથી ટિકિટ ન અપાતા નારાજ થઈને તેમણે પોતાના હોદ્દા તથા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. અને રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગર ઉત્તર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.

ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં આક્રોશ :

ટિકિટ ન મળતા નારાજ સૂર્યસિંહે ડાભીએ ગોપાલ ઈટાલિયાને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે AAPએ ગાંધીનગર જિલ્લામાં પાંચ બેઠકો પૈકી એકપણ બેઠક પર રાજપૂત સમાજને ટિકિટ આપી નથી. જેથી સમગ્ર રાજપૂત સમાજમાં ખૂબ જ આક્રોશ પેદા થયો છે. જેથી હું આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદેથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.

આ પણ વાંચો :-

 

ભાજપ-આપ બંને પાર્ટી સાથે એક-એક બેઠક પર ખેલ થઈ ગયો ! ઉમેદવારી જ ન નોંધાઈ શક્યા નેતાઓ, જાણો કેમ

0

The BJP-AAP party played a game on one seat each

  • ગુજરાતની બે બેઠકો પરથી ડમી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા વિનાના રહ્યાં. કારણ કે એકમાં ડમી ઉમેદવાર સમયસર ન પહોંચ્યા તો બીજામાં AAPએ મેન્ડેટ ન આપ્યો.

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ચૂંટણીના બીજા તબક્કાની ઉમેદવારી ફોર્મ (Nomination form) ભરવાની ગઇ કાલે (17 નવેમ્બર) છેલ્લી તારીખ હતી. જ્યારે આજે ફોર્મની ચકાસણી કરાશે અને 21મી તારીખે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારે રાજ્યમાં ભાજપ અને AAP એમ બંને પાર્ટીના ઉમેદવારો સાથે બે અલગ-અલગ બેઠકો પર દાવ થઇ ગયો હતો.

બે કલાક સુધી ન પહોંચતા ડમી ઉમેદવાર ફોર્મ ભરવાથી બાકાત :

જેમાં વાત કરીએ વડોદરાની (Vadodara) સયાજીગંજ બેઠકની (Sayajiganj seat) તો આ બેઠક પરથી ભાજપ ઉમેદવારનું ડમી ફોર્મ ન ભરી શકાયું. કેયુર રોકડિયાના (Keyur Rokadiya) ડમી ઉમેદવાર સમયસર ન પહોંચી શકતા એટલે કે ડમી ઉમેદવાર બે કલાક સુધી ન પહોંચતા તેઓનું ઉમેદવારી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું.

મહત્વનું છે કે ડમી ઉમેદવારને હાજર રાખવાની જવાબદારી સંગઠનની હતી. સંગઠને ટ્રાફિક જામમાં ડમી ઉમેદવાર ફસાયા હોવાનું બહાનું આગળ ધર્યુ હતું. પૂર્વ કાઉન્સિલર બિપીન પટેલને ડમી ઉમેદવારી તરીકે ફોર્મ ભરવાનું હતું.

AAPએ મેન્ડેટ ન આપતા ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી :

તો બીજી બાજુ સુરતમાં AAPના ડમી ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. સુરતની પૂર્વ બેઠક પરથી સલીમ મુલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ પણ આપ્યો ન હતો. ત્યારે અંતે સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.

તમને જણાવી દઈએ કે સુરત પૂર્વની બેઠક પરથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી આ બેઠક પરથી સલીમ મૂલતાનીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ AAPએ ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ ન આપતા તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. ત્યારે હવે 16માંથી 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે.

વધુમાં તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે સુરતમાં વધુ 29 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં સુરતમાં હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 અને મજુરામાં સૌથી ઓછા 4 ઉમેદવારો છે. શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.

આ પણ વાંચો :-

તમે પણ આ પેનથી લખ્યું હશે ! કંપની સામે CBIએ દાખલ કર્યો કેસ, રૂ.750 કરોડનું કૌભાંડ

0

You have also written with this pen

  • 90ના દાયકામાં સ્થાપિત થયેલ રોટોમેક ગ્લોબલ કંપની પર 750 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.

‘લિખ્તે લખતે પ્યાર હો જાયે…’ નાનપણમાં તમે પણ ટીવી પર આ જાહેરાત જોઈ હશે અને જે પેન (Pen) માટે આ જાહેરાત બનાવવામાં આવી હતી તે પેનથી લખ્યું પણ હશે. આ જાહેરાત હતી Rotomac Penની. જણાવી દઈએ કે આ પેન બનાવતી કંપની પર 750 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો (Alleged bank fraud) આરોપ લાગ્યો છે. 90ના દાયકામાં સ્થાપિત થયેલ આ રોટોમેક ગ્લોબલ પર લાગેલ એ છેતરપિંડીનો મામલો ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) સાથે સંબંધિત છે.

રોટોમેક પર કુલ આટલું દેવું છે : 

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટર્સ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે અને મળતા અહેવાલ મુજબ પેન નિર્માતાએ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની સાત બેંકોના કન્સોર્ટિયમને કુલ 2,919 કરોડનું દેવું છે. જણાવી દઈએ કે દેવાની કિલ રકમમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો હિસ્સો 23 ટકા છે.

આ બેંક દ્વારા સીબીઆઈને મળેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની માટે 28 જૂન, 2012ના રોજ 500 કરોડ રૂપિયાની નોન-ફંડ આધારિત ક્રેડિટ લિમિટ મંજૂર કરવામાં આવી હતી અને 30 જૂન, 2016 ના રોજ 750.54 કરોડના લેણાંમાં ડિફોલ્ટ થયા બાદ એકાઉન્ટને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું.

દસ્તાવેજો પરથી હેરાફેરીનો પર્દાફાશ :

સીબીઆઈને કરેલ ફરિયાદમાં IOBએ જણાવ્યું હતું કે રોટોમેક ગ્લોબલની વિદેશી વ્યાપાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કે તેને રૂ. 743.63 કરોડના 11 લેટર ઓફ ક્રેડિટ (LCs) જારી કર્યા હતા. સાથે એક રિપોર્ટ અનુસાર જાણકારી મળી છે કે બેંક દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં દસ્તાવેજો સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી હતી.

આ સિવાય ઓડિટમાં સેલ્સકોન્ટ્રાક્ટ, લેડીંગના બીલ અને સંબંધિત યાત્રાઓમાં પણ ગેરરીતિઓ મળી આવી છે. ઉપરાંત IOBનું એવું કહેવામાં આવ્યું હતું કે કુલ 92 ટકા એટલે કે રૂ. 26,143 કરોડ એક જ માલિક અને જૂથના ચાર પક્ષોને વેચવામાં આવ્યા હતા.

ખોટી રીતે કમાયા 750 કરોડ :

રોટોમેકે ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ પક્ષોનો મુખ્ય સપ્લાયર રોટોમેક ગ્રુપ છે. જ્યારે આ પક્ષો વતી ખરીદનાર બંજ ગ્રુપ  હતું અને રોટોમેક ગ્રૂપને ઉત્પાદનો વેચતા મુખ્ય વિક્રેતા પણ બંજ ગ્રુપ હતું. કંપની પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે રોટોમેક ગ્લોબલે કથિત રીતે બેંક સાથે છેતરપિંડી કરી છે અને પૈસાની હેરાફેરી કરતાં કંપનીએ ખોટી રીતે રૂ. 750.54 કરોડનો નફો મેળવ્યો હતો. જે હજુ સુધી વસૂલ કરી શકાયો નથી.

જણાવી દઈએ કે સીબીઆઈએ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ તેના ડાયરેક્ટરર્સ સાધના કોઠારી અને રાહુલ કોઠારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ સાથે ગુનાહિત કાવતરું (120-બી) અને છેતરપિંડી (420) સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો :-

શું મધુ શ્રીવાસ્તવ પર કોઈ કાર્યવાહી કરશે ભાજપ ? પાટિલે આપ્યો જવાબ

0

Will BJP take any action on Madhu Srivastava

  • ભાજપે મનાવવાના અનેક પ્રયાસો કરવાં છતાં નારાજ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે આજે ફોર્મ ભરી દીધુ છે. નોંધનીય છે કે ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખી હતી.

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે ઉમેદવારી ભરવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓએ (A political party) ઉમેદવારોની જાહેરાત બાદ ઘણા નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીમાં ખુલીને નારાજગી સામે આવી છે. ભાજપે કેટલાક નારાજોને મનાવી લીધા છે પરંતુ વડોદરામાં ભાજપને ધારી સફળતા મળી નથી. અહીં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.

નારાજ નેતાઓનું લિસ્ટ લાંબુ છે :

ભાજપ અને કોંગ્રેસમાં રિસાયેલા નેતાઓની યાદી લાંબી છે. ભાજપ અને કોંગ્રેસમાંથી અસંખ્ય ધારાસભ્યો અને દાવેદારોની ટિકિટ કપાઈ. ક્યાંક નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી તો ક્યાંક કોઈએ બળવો કર્યો. ચૂંટણી લડવા માટે ઈચ્છુક અનેક નેતાઓએ પક્ષમાંથી મેન્ડેટ ન મળતાં અપક્ષ ઉમદેવારી નોંધાવી છે.

વડોદરામાં બે સીટ પર નારાજગી યથાવત :

વડોદરાની પાદરા બેઠક પર દિનેશ પટેલ ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ભાજપે ટિકિટ ન આપતાં નારાજ થયેલા દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અરવલ્લીની બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને ભાજપે મેન્ડેટ ન આપતાં પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિપ્રદર્શન કરીને ધવલસિંહ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તો મધુ શ્રીવાસ્તવે પણ આજે વડોદરાની વાઘોડિયા સીટ પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે.

સી.આર.પાટિલે આપી ચેતવણી :

ભાજપે ટિકિટોની જાહેરાત બાદ નારાજ થયેલા કેટલાક નેતાઓને મનાવી લીધા છે. પરંતુ ખાસ કરીને બાહુબલી તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવને મનાવવામાં ભાજપને સફળતા મળી નથી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને આ અંગે સવાલ પૂછતા તેમણે કાર્યવાહીને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પક્ષ વિરોધી કામ કરશે તેમના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું તે રહેશે કે મધુ શ્રીવાસ્ત ફોર્મ પાછુ ખેંચે છે કે પછી ભાજપ તેમના પર કોઈ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આવનારા દિવસોમાં એક સાથે બે સ્વેટર પહેરવા પડશે ! જાણો હવામાન વિભાગની શું છે આગાહી ?

0

ગુજરાતમાં આવનારા દિવસોમાં એક સાથે બે સ્વેટર પહેરવા પડશે ! જાણો હવામાન વિભાગની શું છે આગાહી ?

  • ગુજરાતમાં હાલ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ ગયું છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત લાગી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં (North India) સતત હિમવર્ષાના (snowfall) કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના (Weather experts) મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો.

ગુજરાતમાં હાલ ધીમા પગલે ઠંડીનું આગમન થઇ ગયું છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત લાગી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને આગામી દિવસમાં એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવનો કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે આગામી પાંચ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે.

નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી લાગતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે.

આજના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. તેમજ સુરતમાં 24.01 ડિગ્રી, રાજકોટમાં 18.04 ડિગ્રી તાપમાન છે. તો વડોદરાનું લઘુતમ તાપમાન 17.4 ડીગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો :-