Home Blog Page 1245

ગુજરાતની ચૂંટણીમાં બાજી પલટવા ઓવૈસીની રણનીતિ : 17 રેલીઓ અને 20ની સોશિયલ મીડિયા ટીમ સહિત તૈયાર કર્યો આ પ્રી-પ્લાન

0

Owaisi’s strategy to turn the tide in Gujarat elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM પાર્ટી તેલંગાણાથી નીકળીને વિસ્તરી રહી છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો (Muslim and Dalit voters) પર પાર્ટીની નજર છે. આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ ‘માસ્ટર પ્લાન‘ બનાવ્યો છે.

શું છે માસ્ટર પ્લાન?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે ? તે અંગે આપણે આ અહેવાલમાં જાણીશું. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે. પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે. જે દિવસ-રાત પ્રચારમાં લાગેલી છે.

અસદુદ્દીન ઓવૈસીની 17 રેલીઓ :

ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.

આ પણ વાંચો :-

 

 

જામનગર : નવા નાગના ગામમાં રાઘવજી પટેલ લોકોની ઉગ્ર રજૂઆત જોઈ સભા અધૂરી છોડીને ભાગ્યા 

0

Jamnagar Raghavji Patel left the meeting incomplete

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના પ્રચારનો ધમધમાટ તેજ કરી દીધો છે.

ભાજપના આગેવાનોથી (BJP Leaders) લઈને મંત્રીઓ, ધારાસભ્યો તેમજ સ્ટાર પ્રચારકોએ પણ પ્રચારના મેદાનમાં ઝંપલાવી દીધું છે. જે અંતર્ગત સભાઓ, નુક્કડ બેઠકો, ડોર-ટૂ-ડોર પ્રચાર, રેલીઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજકીય આગેવાનો તેમજ ઉમેદવારો સમક્ષ લોકો દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.

ત્યારે જામનગરના (Jamnagar) નવા નાગના ગામે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી લોકોએ ઉગ્ર રજૂઆત કરતા પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે (Former Agriculture Minister Raghavji Patel) સભા અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું. પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલની સભામાં લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

પોતાના પડતર પ્રશ્નોને લઇને તેનો ઉકેલ લાવવા માટે લોકોએ રાઘવજી સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકોને કામ કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. પરંતુ લોકોની ઉગ્ર રજૂઆત જોઈને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સભા અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું.

આ પણ વાંચો :-

 

ગુજરાતની રાજનીતિમાં ‘મેઘા પાટકર’ની એન્ટ્રી, રાહુલ ગાંધી સાથે દેખાતા ભડકયું ભાજપ

0

Entry of ‘Megha Patkar’ in Gujarat politics

  • રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ. CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. CMએ કહ્યું કોંગ્રેસ અને રાહુલે હંમેશા ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ રાખી. આ અપમાન ગુજરાતીઓ સહન નહીં કરે.

ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે. ગુજરાતની દરેક ચૂંટણી મુદ્દાને લઈને લડવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મેઘા પાટકરની (Megha Patkar) એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં (Politics of Gujarat) નવો મુદ્દો જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતીઓ સહન નહિ કરે :

ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘૂમ થયું છે. રાહુલ ગાંધી સાથેની મેઘા પાટકરની તસવીર વાયરલ થતા મુખ્યમંત્રી, પાટીલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ છે. આ અર્બન નક્સલીઓ સાથે ભારત તોડો યાત્રા છે. અર્બન નક્સલીઓને ગુજરાત ક્યારેય સાથ નહીં આપે. ગુજરાત વિરોધીઓને રાહુલ ગાંધી કેન્દ્રિય સ્થાન આપે છે. ગુજરાતીઓ આ સહન નહીં કરે.

તો સીઆર પાટીલે ટવિટ કરીને કહ્યું કે અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતનાં વિકાસમા અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે. ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે.

મેઘા પાટકર મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદા યોજનાનો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો હોય તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે.

આ પણ વાંચો :-

 

તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનની મોજ ! મંત્રીજીને ચંપી અને મસાજની સેવા, વીડિયોમાં ખુલાસા બાદ વિવાદ

0

Satyendra Jain’s fun in Tihar Jail

  • દિલ્હીની તિહાર જેલમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra jain)મસાજ કરાવતો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. હાલમાં જ EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાર જેલમાં વૈભવી જીવન જીવી રહ્યા છે.

દિલ્હીની (Delhi) તિહાર જેલમાં (Tihar Jail) આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) મસાજ કરાવતો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. તાજેતરમાં EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાર જેલમાં વૈભવી જીવન (A luxurious life) જીવી રહ્યો છે.

જેનાથી સંબંધિત તમામ પુરાવા પણ કોર્ટમાં આપવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાના આદેશ પર તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંબંધમાં જેલ નંબર-7ના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સહિત 58 લોકોની બદલી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી કે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં સત્યેન્દ્ર જૈન જેલ અધિકારીઓની મિલીભગતથી તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ રહ્યો છે. EDની ફરિયાદ બાદ ગૃહ મંત્રાલયે તેનો રિપોર્ટ માંગ્યો હતો.

EDએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું :

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી EDએ આ અંગે કોર્ટમાં એફિડેવિટ પણ આપી હતી, જેમાં EDએ કહ્યું હતું કે VIP ટ્રીટમેન્ટમાં તેમને એક માલિશ આપવામાં આવે છે. જે તેમના માથા, પીઠ અને પગની મસાજ પણ કરે છે. એટલું જ નહીં, તેમને બીજી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. EDએ જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન જેલ મંત્રી પણ છે. જેના કારણે તે પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યો છે.

શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને નિશાન સાધ્યું :

બીજી તરફ બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે, “તો સજાને બદલે સત્યેન્દ્ર જૈનને ફુલ VVIP મજા આવી રહી હતી? તિહાર જેલની અંદર મસાજ? પાંચ મહિનાથી જામીન ન મળતા હવાલાઝનું હેડ મસાજ! AAP સરકાર દ્વારા ચલાવવામાં આવતી જેલમાં નિયમોનું ઉલ્લંઘન. આ રીતે છેડતી માટે સત્તાવાર પદનો દુરુપયોગ કરવામાં આવ્યો અને કેજરીવાલનો આભાર માન્યો.

EDએ તેના સોગંદનામામાં કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને જેલમાં ઘરનું પકવેલું ભોજન આપવામાં આવી રહ્યું છે. જે કોર્ટના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. જો કે તિહાર જેલના અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યા હતા. જેલ અધિકારીઓએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેલમાં બહારથી કોઈ આવ્યું નથી.

સવારે મતગણતરી દરમિયાન વોર્ડમાં હાજર તમામ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકે છે. ED દ્વારા ઉલ્લેખિત સહ-આરોપીઓ પણ સત્યેન્દ્ર જૈન જેવા જ વોર્ડમાં રહે છે અને તેથી તેઓ એકબીજા સાથે વાત કરી શકે છે.

આ પણ વાંચો :-

 

આજથી PM મોદી ગુજરાતના પ્રવાસે, 3 દિવસમાં 8 જનસભાઓ સંબોધશે, જાણો સમગ્ર કાર્યક્રમ

0

From today, PM Modi will address 8 public meetings

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે.

ત્યારે આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે આવી રહ્યા છે. ભાજપે ગુજરાતાં પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની આખી ફોજ ઉતારી છે. આ વચ્ચે PM મોદી આજથી 3 દિવસ માટે ગુજરાતમાં રહેશે અને આ દરમિયાન 8 જેટલી જનસભાને સંબોધન કરશે.

શું હશે PMનો કાર્યક્રમ?

PM મોદી આજે વાપીમાં રોડ શો કરશે. આ બાદ આજે સાંજે વલસાડમાં જનસભાને સંબોધન કરશે.20મી નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. જેમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાદ 21મી નવેમ્બરે સુરેન્દ્રનગરમાં અને બાદમાં નવસારી તથા જંબુસરમાં પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસમાં PM એક બાદ એક 8 જેટલી જનસભાને અને રેલીઓ કરશે.

PMએ વિપક્ષને બતાવ્યું ગુજરાત વિરોધી :

PM મોદીએ ટ્વીટ કરીને તેમના આજના કાર્યક્રમની જાણકારી આપી છે. ગઈકાલે તેમણે ટ્વીટ કર્યું હતું કે આવતીકાલે સાંજે હું વલસાડમાં ચૂંટણી રેલીને સંબોધન કરીશ. અમારા વિકાસના ટ્રેક રેકોર્ડના કારણે ગુજરાતમાં ભાજપને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. વિપક્ષનો ગુજરાત વિરોધી એજન્ડા સંપૂર્ણપણે નકારી દેવામાં આવ્યો છે.

બે રાજ્યના CM, કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર માટે :

નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગઈકાલે જ 2 રાજ્યના CM, કેન્દ્રિય મંત્રીઓ સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે.પી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ઉમેદવારો માટે પ્રચાર કરવા ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા હતા. ત્યારે આજથી PM ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે.

આ પણ વાંચો :-

 

BCCI હવે રોહિત શર્માને લઈને લઈ શકે છે મોટો નિર્ણય, T20 ટીમની કેપ્ટન્સી છીનવાઈ શકે

0

BCCI may now take a big decision regarding Rohit Sharma

  • ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ ન હતું અને તે સેમીફાઈનલમાં હારીને બહાર થઇ ગઈ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે.

ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) ટીમ ઈન્ડિયાનું (Team India) પ્રદર્શન ખાસ રહ્યુ ન હતુ અને તે સેમીફાઈનલ માં હારીને બહાર થઇ ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે. આ યાદીમાં બોર્ડે ચેતન શર્માની (Chetan Sharma) આગેવાની ધરાવતી રાષ્ટ્રીય પસંદગી સમિતીને સસ્પેન્ડ કરી દીધી છે. કહેવામાં આવે છે કે બીસીસીઆઈ રોહિત શર્માને (Rohit Sharma) લઇને પણ આગામી દિવસોમાં નિર્ણય લઇ શકે છે.

પીટીઆઈના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ નવી પસંદગી સમિતી માટે અરજી મંગાવવાની સાથે કેટલાક પડકાર નક્કી કરી લીધા છે. ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતીને સૌથી પ્રથમ કામ અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાનું હશે. નવી પસંદગી સમિતી જ્યારે પણ આ કાર્યભાર સંભાળશે તો તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવા માટે અનિવાર્ય કરવામાં આવશે. જેનો પ્રભાવી અર્થ એ છે કે બીસીસીઆઈ હવે અલગ અલગ કેપ્ટનની પેટર્ન પર ચાલશે.

હાર્દિકને વર્લ્ડકપ સુધી મળશે જવાબદારી?

રિપોર્ટ અનુસાર રોહિત શર્મા વન ડે અને ટેસ્ટ કેપ્ટન બન્યો રહેશે જ્યારે હાર્દિક પંડયાને યૂએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનાર 2024 ટી-20 વર્લ્ડકપ માટે સૌથી નાના ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. હાર્દિક પંડયા અત્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે અને જો તે કેપ્ટન તરીકે સારૂ પ્રદર્શન કરે છે તો નિર્ણય પર મોહર લાગી જશે.

હાર્દિકે કેપ્ટન્સીમાં કર્યા પ્રભાવિત :

29 વર્ષના હાર્દિક પંડયાએ આ વર્ષે પોતાને એક લીડર તરીકે રજૂ કર્યો છે અને તેની અંદર જોરદાર નેતૃત્વ ક્ષમતા દુનિયા જોઇ રહી છે. હાર્દિક પંડયા બેટ અને બોલ બન્નેથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે પોતાની પર દબાણ આવવા દેતો નથી જે તેને અન્ય ખેલાડીઓ કરતા અલગ બનાવે છે.

આ પણ વાંચો :-

ખંભાળિયામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ, કદાવર નેતા 1100 જેટલા કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

0

Big break in Congress in Khambhalia

  • દ્વારકા જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો. જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ પ્રકાશ સામાની અને  શહેર કોંગ્રેસ પ્રમુખ પરબત લગારિયા ભાજપમાં જોડાયા. પબુભા માણેકના હસ્તે કેસરિયો ધારણ કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચારેતરફ ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની જાહેરાત થતા જ પક્ષપલટાની મોસમ ખીલી ઉઠી છે. નારાજગી બાદ પક્ષપલટાનો દોર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ખંભાળીયા વિધાનસભા (Khambhaliya Legislative Assembly) ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના સરપંચો (Congress Sarpanch) અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. આ સાથે જ 1100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને દ્વારકામાં (Dwarka) ચૂંટણી જીતવી મુશ્કેલ લાગી રહી છે.

ખંભાળીયામાં ભગવતી હોલ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને ઉમેદવાર મુળુભાઈ બેરાએ તમામને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને આજના દિવસમાં મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા અને દ્વારકા જિલ્લામાં દબદબો ધરાવનાર ગોરિયા કુંટુંબના સદસ્યો ભાજપમાં ગયા છે. આ કુટુંબના હજારો ટેકેદારોએ પણ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

કોણ કોણ ભાજપમાં જોડાયું :

  • મેરામણભાઇ મારખીભાઈ ગોરિયા – કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ખંભાળિયા
  • મિતલબેન જીતેન્દ્રભાઈ ગોરીયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ
  • રેખાબેન રામભાઈ ગોરિયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ
  • મશરીભાઈ નારણભાઈ ગોરીયા – પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ
  • રામભાઈ દેસુરભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર
  • જીતેન્દ્ર રામસીભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર
  • દિલીપ જેશાભાઈ ગોરીયા – પૂર્વ મહેસૂલ મંત્રી ના પુત્ર

ખંભાળિયા ખાતે યોજાયેલ જાહેર સભામાં ઉત્તરપ્રદેશના ધારાસભ્ય સુરેશ રાનાના હસ્તે તમામ કોંગી આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. કોંગ્રેસના ગઢ સમાન ખંભાળિયા સીટમાં કોંગ્રેસમાં ગાબડું પડતાં કોંગ્રેસ ખેમામાં ખામોશી છવાઈ છે.

ખંભાળિયામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ, કદાવર નેતા 1100 જેટલા કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

તો બીજી તરફ વડોદરાના સાવલી કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ સાંસદ રંજનબેન ભટ્ટ અને કેતન ઈનામદારના હસ્તે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. પીલોલ ગામ ખાતે કેતન ઈનામદારની સભામાં વિજય વાઘેલા ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે વિજય વાઘેલા વિધાનસભા ચૂંટણીમાં સાવલીમાં કોંગ્રેસના પ્રબળ દાવેદાર હતા. પરંતુ કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ મળતાં વિજય વાઘેલાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેઓ 500 થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો :-

LICની આ 3 સ્કીમોમાં મળશે બમ્પર ફાયદો ! જીવનભર જોરદાર કમાણીની ગેરેન્ટી, સારા રિટર્ન સાથે પૈસા પણ રહેશે સુરક્ષિત

0

Bumper benefit will be available in these 3 schemes of LIC

  • ઘણી વખત નોકરી કરતા લોકો તેમના પૈસા ક્યાં રોકાણ કરવા તે અંગે ખૂબ જ મૂંઝવણમાં હોય છે. આજે અમે તમને LICની 3 ખાસ યોજનાઓ વિશે જણાવીશું જ્યાં તમે પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો.

ઘણી વખત નોકરીયાત પોતાના પૈસાના રોકાણને (Investment of money) લઈને ખૂબ કન્ફ્યુઝનમાં રહે છે કે તે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે. આજે અમે તમને એલઆઈસીની 3 ખાસ સ્કીમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર પૈસા લગાવવાથી તમે સારો નફો મેળવી શકો છો. LICની ખાસિયત છે કે તેમાં સારા રિટર્નની સાથે તમારા પૈસા સુરક્ષિત પણ રહે છે.

LIC Jeevan Umang Plan :

LICની તરફથી ગ્રાહકોને જીવન ઉમંગ પોલિસીની સુવિધા પણ આપવામાં આવે છે. જેના દ્વારા તમે પોતાની વૃદ્ધા વસ્થા સિક્યોર કરી શકો છો. આ એક પ્રકારનું એન્ડોમેન્ટ પ્લાન છે. જેમાં 3 મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીની વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તમને આખા 100 વર્ષ સુધીનું કવરેજ મળે છે.

જો તમે 26 વર્ષની ઉંમરમાં 4.5 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર લો છો તો તમને પ્લાનના 8 ટકા રકમ વાર્ષિક મળશે અને તમને 30 વર્ષો સુધી પ્રીમિયમ આપવાનું રહેશે. 31માં વર્ષથી તમને 36000 રૂપિયા મળવાના શરૂ થઈ જાય છે.

LIC Tech Term Plan :

LIC દ્વારા ગ્રાહકોને ટેક ટર્મ પ્લાનની સુવિધા પણ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ એક રિસ્ક પ્રીમિયમ પ્લાન છે. જેને તમે 18 વર્ષથી 65 વર્ષની ઉંમર સુધી ખરીદી શકો છો. આ યોજનાના કવરેજ માટે મહત્તમ વય મર્યાદા 80 વર્ષ રાખવામાં આવી છે. તમે આ પ્લાન 10 વર્ષથી 40 વર્ષ સુધી ખરીદી શકો છો.

LIC Jeevan Labh Policy :

આ સિવાય LIC ગ્રાહકોને જીવન લાભ પોલિસી પણ પ્રદાન કરે છે. આમાં ઓછામાં ઓછું 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સિવાય તમને ટેક્સ બેનિફિટ અને ડેથ બેનિફિટની સુવિધા પણ મળે છે. તમે આ પ્લાનને 16 વર્ષથી 25 વર્ષ સુધી લઈ શકો છો.

આ પણ વાંચો :-

તમારા મોબાઈલમાં રહેલા પ્રાઈવેટ ડેટાને આ રીતે કરો હાઈડ, જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

Hide the private data in your mobile in this way

  • તમે હાઈડ કરેલી એપને સરળતાથી યુઝ કરી શકો છો. જ્યારે પણ તમને હાઈડ એપને યુઝ કરવાની હોય તો તમે એપ માટે સેટ કરેલા પાસવર્ડને પોતાના ફોનમાં નાખી ડાયલ પેડમાં એન્ટર કરી શકો છો.

હવે ટેક્નોલોજી (technology) ખૂબ જ આગળ વધી ગઈ છે અને ડિવાઈઝમાં નવા ફીચર્સ જોવા મળે છે. મોબાઈલમાં ઘણા એવા ફીચર્સ છે જે તમારી સેફ્ટીની દૃષ્ટિએ ખૂબ સારા છે. અમે તમને મોબાઈલના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે મોબાઈલમાં હાજર એપને ડિલીટ કે અનઈન્સ્ટોલ (Delete or uninstall) કર્યા વગર છુપાવી શકો છો.

આ તમારા મોબાઈલના ચોરી થવાના સમયે અથવા જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં મોબાઈલ અનલોક પોઝિશનમાં આવી જાય છે ત્યારે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારો પ્રાઈવેટ ડેટા જોઈ શકશે નહીં. આવો અમે તમને જણાવીએ કે તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

આ રીતે હાઈડ થઈ જશે એપ :

  • તમારા મોબાઈલની સેટિંગ્સ એપને ઓપન કરો.
  • નીચેની તરફ રહેલા પ્રાઈવસી ઓપ્શન પર જાઓ.
  • પ્રાઈવસી પ્રોટેક્શન ટેબમાં હાઈડ એપ્સ ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારો પ્રાઈવસી પાસવર્ડ દાખલ કરો.
  • અહીં તમને એપ્સની લિસ્ટ દેખાશે, જેમાંથી તમે કોઈપણ એપને હાઈડ કરી શકો છો.
  • એપને હાઈડ કરવા માટે સામેના ટોગલને ઓન કરો.
  • હાઈડ કરનાર એપ્સ માટે એક પાસકોડ સેટ કરો
  • આમાં પાસકોડ # થી શરૂ થાય છે.
  • જ્યારે પણ તમે Hide એપ જોવા માંગો છો. ત્યારે તમે આ પાસકોડનો ઉપયોગ કરી શકો છો.

સરળતાથી જોઈ શકાય છે હાઈડ કરેલી એપ  :

તમે સરળતાથી હાઈડ કરેલી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે હાઈડ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો. ત્યારે તમારા ફોનના ડાયલ પેડમાં એપ માટે સેટ કરેલ પાસકોડ દાખલ કરીને તમને એપ મળશે.

ઉપરાંત જ્યારે એપ હાઈડ હોય ત્યારે પણ તે સામાન્ય રીતે કામ કરે છે જેવી રીતે તે પહેલા કામ કરતી હોય છે. એપની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર નથી. ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે હાઈડ એપ્લિકેશન માટે પુશ નોટિફિકેશન્સને પણ બંધ કરી શકો છો.

આ પણ વાંચો :-

19 નવેમ્બર 2022, રાશિફળ : શુક્રવારે કરો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીના આશીર્વાદથી મળશે અઢળક ધન લાભ…

19 November 2022, Horoscope Gujarat Guardian

મેષઃ આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારું જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન, વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સનમાન હણાતું જણાય. અગ્યન રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રખવી.

મીનઃ દિવસ દરમિયાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-